Viral: ઉડતું હરણ! જેનો વીડિયો જોઈ સૌ કોઈ આશ્ચર્યમાં, નથી આવી રહ્યો વિશ્વાસ

|

Jan 18, 2022 | 3:44 PM

આ હરણ 'ઉડી રહ્યું છે'! શા માટે. તમે આ વીડિયો જોઈને સરળતાથી સમજી શકશો. યુઝર્સે દાવો કર્યો છે કે આ વીડિયો મધ્યપ્રદેશના સિઓની પેંચ નેશનલ પાર્કમાં શૂટ કરવામાં આવ્યો છે.

Viral: ઉડતું હરણ! જેનો વીડિયો જોઈ સૌ કોઈ આશ્ચર્યમાં, નથી આવી રહ્યો વિશ્વાસ
Flying Deer (Viral Video Image)

Follow us on

જંગલમાં પ્રાણીઓને જોવું એ એક અદ્ભુત અનુભવ છે! જો કે શિકારીથી બચવા માટે પ્રાણી તેની શક્તિનો ઉપયોગ કરીને જીવવું એ સૌથી અસામાન્ય છે. જેમ કેટલાક દોડવામાં માહેર છે તો કેટલાક છુપાવામાં માહેર છે. બાય ધ વે, તમે ક્યારેય ‘હરણ’ (Flying Deer)ને ઉડતું જોયું છે? તમે તેને કૂદતું જોયું છે? પરંતુ સોશિયલ મીડિયા (Social Media)પર આવા હરણનો એક વીડિયો સામે આવ્યો છે, તેના આશ્ચર્યજનક કૂદકાને જોઈને કેટલાક યુઝર્સ કહી રહ્યા છે કે,

આ હરણ ‘ઉડી રહ્યું છે’! શા માટે. તમે આ વીડિયો જોઈને સરળતાથી સમજી શકશો. યુઝર્સે દાવો કર્યો છે કે આ વીડિયો મધ્યપ્રદેશના સિઓની પેંચ નેશનલ પાર્કમાં શૂટ કરવામાં આવ્યો છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આ ક્લિપમાં તમે જોઈ શકો છો કે તળાવની બાજુએથી દોડતું એક હરણ પાકા રસ્તા પર આવે છે, અને ઉંચી અને લાંબી છલાંગ લગાવે છે. આ અદ્ભુત દ્રશ્ય ત્યાં હાજર કોઈએ કેમેરામાં કેદ કરી લીધું હતું. સ્લો-મોશનમાં આ દ્રશ્ય જોઈને એવું લાગે છે કે જાણે કોઈ હરણ હવામાં તરતું હોય! તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કે હરણ એક કૂદકામાં રસ્તાની બીજી બાજુ આવે છે અને પછી ત્યાંથી ગાયબ થઈ જાય છે. લોકોની હાજરીથી તે ગભરાઈ ગયું હશે અને તેણે પોતાને બચાવવા માટે આ અકલ્પનીય છલાંગ લગાવી હશે.

આ વીડિયો ટ્વીટર હેન્ડલ @WildLense_India દ્વારા 15 જાન્યુઆરીએ શેર કરવામાં આવ્યો હતો. તેણે કેપ્શનમાં લખ્યું- અને ઉંચી અને લાંબી કૂદનો ગોલ્ડ મેડલ જાય છે. આ સમાચાર લખાય ત્યાં સુધી આ ક્લિપને 111.3 હજારથી વધુ વ્યૂઝ, 5 હજારથી વધુ લાઈક્સ અને સેંકડો કોમેન્ટ્સ મળી ચૂકી છે. આની સાથે જ તેને અલગ-અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ ઘણો શેર કરવામાં આવી રહી છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઘણી વખત એવા વીડિયો વાયરલ થતાં હોય છે જેને જોઈ લોકો આશ્ચર્યમાં પડી જતાં હોય છે, ત્યારે આ વીડિયો જોઈને પણ ઘણા લોકો અચરજમાં પડી ગયા છે. વાયરલની દુનિયા અદ્ભૂત છે જ્યાં દરરોજ કંઈકને કઈંક નવું જોવા મળે છે ત્યારે આ વીડિયોને લોકોએ ખુબ પસંદ કર્યો છે.

આ પણ વાંચો: Gmail Trick: તમારો મેઈલ સામેની વ્યક્તિએ વાંચ્યો કે નહીં? આ સરળ રીતથી જાણો

આ પણ વાંચો: Technology News: WhatsApp પર આવી રહ્યા છે કમાલના ફિચર્સ, બદલાઈ જશે કલર, કરી શકાશે ડ્રોઈંગ

Next Article