Gmail Trick: તમારો મેઈલ સામેની વ્યક્તિએ વાંચ્યો કે નહીં? આ સરળ રીતથી જાણો
આજે અમે તમને એક એવી ટ્રિક બતાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે ચેક કરી શકો છો કે તમારો મેઇલ કયા સમયે, કયા દિવસે અને કેટલી વાર જોવામાં આવ્યો છે.
આજના સમયમાં મોટાભાગના લોકોને કોઈપણ કામ માટે મેઈલ કરવાની જરૂર પડે છે. જ્યારે આપણે કોઈને મેઈલ કરીએ છીએ, ત્યારે આપણે તે મેઈલના જવાબની રાહ જોતા હોઈએ છીએ. લાંબા સમય સુધી જવાબ ન આવે તો પણ આપણા મનમાં પ્રશ્ન આવે કે સામેની વ્યક્તિએ મેઈલ જોયો કે નહીં? પરંતુ કમનસીબી એ છે કે મેઈલમાં આવી કોઈ સુવિધા આપવામાં આવી નથી, જેનાથી જાણી શકાય કે સામેની વ્યક્તિએ મેઈલ (Gmail)વાંચ્યો છે કે નહીં. પરંતુ સારા સમાચાર એ છે કે હવે તમારી સમસ્યા દૂર થઈ શકે છે.
આજે અમે તમને એક એવી ટ્રીક બતાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે ચેક કરી શકો છો કે તમારો મેઈલ કયા સમયે, કયા દિવસે અને કેટલી વાર જોવામાં આવ્યો છે. આ કરવું ખૂબ જ સરળ છે, આ માટે તમારે ફક્ત નીચે આપેલા સ્ટેપ્સને ફોલો કરવા પડશે અને તમે તમારું કામ સરળતાથી કરી શકશો.
આ માટે તમારે ગૂગલ પર મેલટ્રેક એક્સટેન્શનનો ઉપયોગ કરવો પડશે. આ કરવા માટે, Google પર mailtrack extension ટાઈપ કરીને સર્ચ કરો. જ્યારે વેબસાઈટ ઓપન થાય, ત્યારે Add to Chrome પર ક્લિક કરો. હવે તમારી સામે એક પેજ ખુલશે, જેમાં તમને ગૂગલ એકાઉન્ટ એડ કરવા માટે કહેવામાં આવશે. ઈમેઈલ આઈડી ટાઈપ કરીને એડ કરતી વખતે તમને મેઈલટ્રેક ઈમેલ એક્સેસ કરવા માટે કહેવામાં આવશે. અહીં તમે Allow બટન પર ક્લિક કરો. આમ કરવાથી તમે તમારા મોકલેલા તમામ મેઈલને સરળતાથી ટ્રેક કરી શકો છો.
હવે તેને એક્ટિવેટ કરવા માટે તમારે ફોનમાં જીમેઈલ ઓપન કરીને નવો મેઈલ લખવો પડશે. મેઈલ કંપોઝ કર્યા પછી તેને મોકલતા પહેલા સેન્ડ બટનની બાજુમાં ત્રણ ડોટ આઈકોન પર ક્લિક કરો. હવે તમે ડ્રોપ-ડાઉન મેનુમાં Insert from Mailtrack નામનો વિકલ્પ જોશો, જેના પર ક્લિક કરીને તમારે Track Email પસંદ કરવાનું રહેશે. આમ કરવાથી સેટિંગ એક્ટિવેટ થઈ જશે. હવે તમે Mailtrackના ડેશબોર્ડ પરથી તમારા મોકલેલા ઈમેઈલને સરળતાથી ટ્રેક કરી શકો છો.
આ સિવાય તમે Gmailના મોબાઈલ વર્ઝન પર પણ આ સ્ટેટસ ચેક કરી શકો છો. પરંતુ આ માટે તે જરૂરી છે કે તમે મેઈલટ્રેકનો ઉપયોગ કરીને મેસેજનો જવાબ આપ્યો હોય. ઉપરાંત, તમે દરેક ઈમેલની નીચે આપેલ ઉપલબ્ધ એડ-ઓન વિકલ્પ પર ક્લિક કરીને સરળતાથી મેઈલને ટ્રેક કરી શકો છો.
આ પણ વાંચો: Technology News: WhatsApp પર આવી રહ્યા છે કમાલના ફિચર્સ, બદલાઈ જશે કલર, કરી શકાશે ડ્રોઈંગ
આ પણ વાંચો: Wheat Farming: ઘઉંના પાકમાં નુકસાન કરી શકે છે આ રોગ, ખેડૂતો આ ઉપાયથી અટકાવી શકે છે રોગનો ઉપદ્રવ