હાથીને ઉશ્કરવો પ્રવાસીઓને ભારે પડ્યો ! ગુસ્સે થયેલા હાથીએ પ્રવાસીઓના હાલ કર્યા બેહાલ, જુઓ શોકિંગ VIDEO

|

Dec 02, 2021 | 9:24 AM

આજકાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં જંગલમાં ફરતા કેટલાક પ્રવાસીઓ પર હાથી હુમલો કરે છે.

હાથીને ઉશ્કરવો પ્રવાસીઓને ભારે પડ્યો ! ગુસ્સે થયેલા હાથીએ પ્રવાસીઓના હાલ કર્યા બેહાલ, જુઓ શોકિંગ VIDEO
Shocking video goes viral

Follow us on

Viral Video : જંગલની દુનિયા વિશે સાંભળીને જ લોકો રોમાંચિત થઈ જાય છે. જ્યારે લોકોને સમય મળે છે, તે ચોક્કસપણે જંગલમાં ફરવા જવા જાય છે. ઘણી વખત જંગલમાં (Forest) એવા દુર્લભ દ્રશ્યો જોવા મળે છે, જેને જોઈને કોઈ પણ આશ્ચર્યચકિત થઈ જાય છે. આપણે બધા જાણીએ છીએ કે હાથીઓને ખૂબ જ બુદ્ધિશાળી અને દયાળુ માનવામાં આવે છે, પરંતુ જ્યારે તેઓ ગુસ્સે થાય છે, ત્યારે તેઓ કોઈને છોડતા નથી. તાજેતરમાં આવો જ એક શોકિંગ વીડિયો (Shocking Video) ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે.

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં જંગલમાં ફરતા કેટલાક પ્રવાસીઓને તેમની નજીક આવતા જોઈને હાથીઓ ગુસ્સે થઈ ગયા અને તેમણે પ્રવાસી(Traveller)  પર હુમલો કર્યો. પછી જે થયું તે જોઈને કોઈના પણ રૂંવાટા ઉભા થઈ જશે.વાયરલ થઈ રહેલો આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર એકાઉન્ટ IFS Sudha Ramen દ્વારા શેર કરવામાં આવ્યો છે. વીડિયો શેર કરતા તેણે કેપ્શનમાં લખ્યું ” પ્રાણીઓની પોતાની વ્યક્તિગત જગ્યા હોય છે, કૃપા કરીને તેને માન આપો.”

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

જુઓ વીડિયો

હાથીએ આ રીતે કર્યો હુમલો !

આ વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, હાથી દૂરથી દેખાઈ રહ્યો છે અને તેની સામે એક વાહન છે જેના પર પ્રવાસીઓ નજરે પડે છે. જેમ જેમ તેઓ હાથીની નજીક જાય છે, તેમ તેમ હાથી વાહન તરફ દોડવા લાગે છે, પછી અચાનક બીજા ઘણા હાથીઓ પણ બહાર આવે છે અને બધા કારની નજીક આવતાની સાથે જ ગુસ્સે થઈ જાય છે.

સોશિયલ મીડિયા યુઝર્સ  આશ્ચર્ય ચકિત થઈ ગયા

હાથી તેને પૂરા જોરથી વાહનને પલટવા માટે પ્રયત્નો કરે છે અને વાહન પલટી જતા જ તમામ પ્રવાસીઓ નીચે પડી જાય છે અને બાદમાં પોતાનો જીવ બચાવવા ત્યાંથી ભાગવા લાગે છે. આ વીડિયો જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ ખૂબ જ આશ્ચર્ય ચકિત થઈ રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયા પણ શેર કરી રહ્યા છે.

 

આ પણ વાંચો : Jugad : બોરી ઉઠાવવા આ વ્યક્તિએ એવુ દિમાગ લગાવ્યુ કે વીડિયો થયો વાયરલ, જુગાડ જોઈને યુઝર્સે કહ્યુ “લાજવાબ

આ પણ વાંચો : OMG ! પ્રેમીને મેળવવા યુવતીએ કર્યા જુઠા લગ્ન, ભાડા પર લાવી પતિ, કરાવ્યુ ફોટોશૂટ

Next Article