OMG ! પ્રેમીને મેળવવા યુવતીએ કર્યા જુઠા લગ્ન, ભાડા પર લાવી પતિ, કરાવ્યુ ફોટોશૂટ
છોકરીએ Tiktok પર પોતાની સ્ટોરી શેર કરી છે. જેમાં તેણે દાવો કર્યો છે કે બ્રેકઅપ બાદ તેણે તેના બોયફ્રેન્ડનું ધ્યાન ખેંચવા માટે લગ્ન કર્યા હતા. મજાની વાત એ છે કે આ લગ્ન પાછળ આ યુવતીએ લાખો રૂપિયા ખર્ચ્યા હતા.
યુવાનો નાની નાની બાબતો પર એકબીજા સાથે બ્રેકઅપ કરે છે, પરંતુ તેઓ તેમના ભૂતપૂર્વ પ્રેમીને ભૂલી શકતા નથી. ઘણા લોકો બ્રેકઅપ પછી પણ તેમના ભૂતપૂર્વનું ધ્યાન આકર્ષિત કરવાનો પ્રયાસ કરતા રહે છે. આવો જ એક કિસ્સો બ્રિટનમાં (Britain) સામે આવ્યો છે. અહીં એક છોકરીએ સોશિયલ મીડિયા (Social Media) પર પોતાની એક સ્ટોરી શેર કરી છે, જેને જાણીને પહેલા તો કોઈ ઈમોશનલ થઈ જશે, પછી તેમને આ યુવતીની મૂર્ખતા પર દયા આવશે. આ છોકરીએ તેના બોયફ્રેન્ડને પાછો મેળવવા માટે જે પણ કર્યું તે ખરેખર ચોંકાવનારું છે.
આ છોકરીએ Tiktok પર પોતાની સ્ટોરી શેર કરી છે. જેમાં તેણે દાવો કર્યો છે કે બ્રેકઅપ બાદ તેણે તેના બોયફ્રેન્ડનું ધ્યાન ખેંચવા માટે લગ્ન કર્યા હતા. મજાની વાત એ છે કે આ લગ્ન પાછળ આ યુવતીએ લાખો રૂપિયા બાળ્યા હતા. આ સિવાય આ નકલી લગ્નની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. વેડિંગ કપલના ફેક મેરેજનું આ ફોટોશૂટ જોઈને કોઈ પણ છેતરાઈ શકે છે
તમને જાણીને નવાઈ લાગશે કે આ છોકરીએ પોતાના બોયફ્રેન્ડને આ ખોટા લગ્નની વાત જણાવવા માટે એક લેવિશ પાર્ટીનું આયોજન કર્યું હતું. આ માટે તેણે પ્રોફેશનલ ફોટોગ્રાફર્સ પણ રાખ્યા હતા. યુવતીનો દાવો છે કે તેણે આ બધું એટલી પરફેક્ટ રીતે કર્યું કે કોઈ તેના જૂઠાણાને શોધી શકે નહીં. આ બનાવટી લગ્ન માટે યુવતીએ ભાડે રાખનાર પતિની પણ વ્યવસ્થા કરી હતી. આટલું જ નહીં, આ વ્યક્તિએ લગ્નનું ફોટોશૂટ કરાવવા માટે યુવતી પાસેથી ઘણા પૈસા લીધા હતા. યુવતીનું કહેવું છે કે લગ્નના આખા ફોટોશૂટ દરમિયાન તેણે કોઈ પણ એંગલથી પ્રેમની કમી નથી દેખાડી, જેથી આ ફોટોગ્રાફ્સ જોયા પછી તે તેના બોયફ્રેન્ડનું ધ્યાન ખેંચી શકે.
યુવતીની આ વાત સાંભળીને દરેકના મનમાં એક જ સવાલ છે કે તેનાથી તેને શું ફાયદો થયો. શું આ ગ્લેમરસ પાર્ટી અને લગ્નની તસવીરો જોઈને તેનો બોયફ્રેન્ડ તેની પાસે આવ્યો હતો ? માફ કરશો એવું કંઈ થયું નથી. તમને જણાવી દઈએ કે તેના બોયફ્રેન્ડે લગ્નની તસવીરો જોઈ હતી, પરંતુ તેણે તેના તરફથી એવો કોઈ મેસેજ નથી મોકલ્યો, જેની રાહ જોઈને યુવતીએ આટલી બધા નાટક કર્યા. આ ટિકટોક વીડિયો જોયા બાદ ઘણા લોકોએ પોતાનો પ્રતિભાવ આપ્યો છે.
આ પણ વાંચો – રાજસ્થાનના મંત્રીએ કહ્યું, ‘નર્મદાનું એક પણ ટીપું ગુજરાતને નહીં અપાય’: જીતુ વાઘાણીએ આપ્યો વળતો જવાબ
આ પણ વાંચો – Uttarakhand Corona Case: રાષ્ટ્રપતિની ફરજમાં રોકાયેલા 19 પોલીસકર્મીઓ કોરોના પોઝિટિવ, નૈનીતાલમાં 24 IRB જવાન સંક્રમિત
આ પણ વાંચો – Punjab : વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય ગતિવિધિ તેજ, CM ચરણજીત સિંહ ચન્ની અને સિદ્ધુએ આ દિગ્ગજ નેતા સાથે કરી મુલાકાત