AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વરમાળા સમયે દુલ્હાએ અલ્લુ અર્જુન સ્ટાઈલમાં કહ્યું મેં ઝૂંકેગા નહીં, યુઝર્સ બોલ્યા ‘અત્યારે નહીં તો વાસણ ધોવા તો ઝુકવું જ પડશે’

વરરાજાની આ સ્ટાઈલ જોઈને ત્યાં હાજર તમામ લોકો પહેલા તો દંગ રહી જાય છે. પછી સમારંભમાં હાસ્ય ગુંજવા લાગે છે. વરરાજાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.

વરમાળા સમયે દુલ્હાએ અલ્લુ અર્જુન સ્ટાઈલમાં કહ્યું મેં ઝૂંકેગા નહીં, યુઝર્સ બોલ્યા 'અત્યારે નહીં તો વાસણ ધોવા તો ઝુકવું જ પડશે'
Dulha Dulhan Video (Image: Instagram video)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 07, 2022 | 2:21 PM
Share

સોશિયલ મીડિયાની દુનિયામાં હાલ અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા’નો ડાયલોગ ‘મેં ઝુકેગા નહીં…સાલા’ (Main Jhukega Nahi) ખુબ જ ફેમસ થયો છે. લોકો આ ડાયલોગ પર રીલ બનાવીને લોકોના દિલ જીતવાનો પ્રયાસ કરી રહ્યા છે. દરમિયાન, લગ્નનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં વરરાજા ફિલ્મ પુષ્પાની મજા લેતા જોવા મળ્યા હતા. વીડિયોમાં તમે જોઈ શકો છો કે વરરાજાએ જયમાલા સમયે અલ્લુ અર્જુનની સ્ટાઈલમાં કન્યા (Dulha Dulhan Video)ના હાથે માળા પહેરવાની ના પાડી દીધી હતી. ત્યારે વરરાજાની આ સ્ટાઈલ જોઈને ત્યાં હાજર તમામ લોકો પહેલા તો દંગ રહી જાય છે. પછી સમારંભમાં હાસ્ય ગુંજવા લાગે છે. વરરાજાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે જયમાલાના સમયે વર-કન્યા સ્ટેજ પર ઉભા છે, જ્યારે તેમના સંબંધીઓ, મિત્રો અને મહેમાનો આ સુંદર ક્ષણને પોતાના મોબાઈલમાં કેદ કરી રહ્યાં છે. દુલ્હા અને દુલ્હન તેમના બંને હાથમાં માળા પકડી છે. દરમિયાન, કન્યા વરરાજાને માળા પહેરાવવા માટે આગળ વધે છે. પણ પછી દુલ્હો હાથ વડે તેને રોકે છે.

આ જોઈને ત્યાં હાજર તમામ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. આ પછી વરરાજા અલ્લુ અર્જુનની સ્ટાઈલમાં દુલ્હનને કહે છે – ‘મૈં ઝુકેગા નહીં સાલા’ આ સાંભળીને ત્યાં હાજર તમામ લોકો હસવા લાગે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે વરરાજા પણ અલ્લુ અર્જુનની જેમ દાઢી પર હાથ ફેરવે છે.

જયમાલાનો આ ફની વીડિયો ઈન્સ્ટાગ્રામ પર witty_wedding નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. યુઝરે કેપ્શનમાં લખ્યું, ‘વરમાલા વિથ ટ્વીસ્ટ, મેં ઝુકેગા નહી સાલા’. થોડી કલાકો પહેલા અપલોડ થયેલ આ વીડિયો પર અત્યાર સુધીમાં 4 હજાર લાઈક મળી ચૂક્યા છે અને આ સંખ્યા સતત વધી રહી છે.

આ વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ પણ ખૂબ જ ફની કમેન્ટ કરી રહ્યા છે. વરરાજાને સલાહ આપતાં એક યુઝરે લખ્યું છે કે, ‘અત્યારે ન ઝૂકતો પછી વાસણ ધોવા ઝૂકવું પડશે’ અન્ય એક યુઝર્સનું કહેવું છે કે જ્યારે દુલ્હન લગ્ન કરવાની ના પાડી દે ત્યારે ટ્વિસ્ટ આવત.

આ પણ વાંચો: 8 વર્ષ બાદ Google Chrome એ બદલ્યો પોતાનો લોગો, માત્ર આ યુઝર્સને આવી રહ્યો છે નજર

આ પણ વાંચો: Viral: ટેણીયાએ ખાવાનું નીચે ઉતારવા ગજબનું મગજ લગાવ્યું, લોકોએ કહ્યું બાળક નામ રોશન કરશે

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
g clip-path="url(#clip0_868_265)">