ત્રીજી લહેર વચ્ચે ટ્રેન્ડ થયું #dolo650, યૂઝર્સ બોલ્યા – ‘આ દવા તો ઑલરાઉન્ડર છે’

ત્રીજી લહેર વચ્ચે ટ્રેન્ડ થયું #dolo650, યૂઝર્સ બોલ્યા - 'આ દવા તો ઑલરાઉન્ડર છે'
Dolo650 is trending on social media

#dolo650 સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યુ છે, યૂઝર્સ ડોલોની તુલના ક્રિકેટના ઓલરાઉન્ડર સાથે કરી રહ્યા છે. આ હેશટેગ દ્વારા યુઝર્સ પોતપોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

TV9 GUJARATI

| Edited By: Bhavyata Gadkari

Jan 09, 2022 | 6:26 PM

દેશમાં જીવલેણ કોરોના વાયરસની ત્રીજી (Corona Third Wave) લહેરનો ગ્રાફ ઝડપથી વધી રહ્યો છે. ભારત સહિત વિશ્વમાં ફરી એકવાર કોરોના કેસ અને મૃત્યુના આંકડાનો ગ્રાફ વધી રહ્યો છે. આવી સ્થિતિમાં દરેક લોકો હજુ પણ ડરી રહ્યા છે. ડોલો 650 નું (Dolo650) નામ ગત વખતે કોરોનાની સૌથી વધુ ઉપયોગમાં લેવાતી દવાઓમાં લેવાતું હતું. હવે ફરી એકવાર તેની માંગ વધી ગઇ છે.

#dolo650 સોશિયલ મીડિયા પર પણ ટોચ પર છે, વપરાશકર્તાઓ ડોલોની તુલના ક્રિકેટના ઓલરાઉન્ડર સાથે કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આને લગતા તમામ મીમ્સ પરથી એવું જ લાગે છે. ઘણી અલગ-અલગ સમસ્યાઓને ઉકેલવા માટે જે રીતે તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેના પરથી લાગે છે કે તે એક ઓલરાઉન્ડર પણ છે. લોકોએ અલગ-અલગ ફોટા પર ક્વોટ્સ અને ડાયલોગ્સ લખીને આ મીમ્સ તૈયાર કર્યા છે

તમને જણાવી દઈએ કે ડોલો 650 એક પ્રકારની ટેબ્લેટ છે, જેનો ઉપયોગ ખાસ કરીને તાવ, માથાનો દુખાવો, દુખાવાની સારવાર માટે કરવામાં આવે છે. આ સિવાય બીજી કેટલીક સમસ્યાઓ માટે Dolo650 Tablet નો ઉપયોગ કરી શકાય છે.

આ પણ વાંચો –

Video : આ દુકાનદારે ગ્રાહકને બરાબરનો પાઠ ભણાવ્યો, યુઝર્સ કહ્યુ “આવો ન્યાય તો યમરાજા પણ ન કરી શકે”

આ પણ વાંચો –

Video : નાની બાળકીએ નોરા ફતેહીના સોંગ પર કર્યો ગજબનો ડાન્સ, એક્સ્પ્રેશન જોઈને તમે પણ દંગ રહી જશો !

આ પણ વાંચો –

Funny Video: કાદવમાં રમી રહ્યા હતા ટેણિયાઓ, અચાનક કંઈક એવુ થયુ કે જોઈને તમને પણ હસવુ આવશે

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati