માણસોની જેમ વાત કરતા શ્વાને કહ્યું ‘આઈ લવ યુ’! જુઓ આ અદ્ભૂત Viral Video
આ શ્વાન માણસોની જેમ વાત કરતા જોવા મળે છે. નવાઈની વાત એ છે કે તે વીડિયોમાં દેખાતા બાળકોના નામ લઈ રહ્યો છે અને સાથે સાથે તેમના શબ્દોનું પુનરાવર્તન પણ કરી રહ્યો છે.
શું તમે ક્યારેય વિચાર્યું છે કે પ્રાણીઓ એકબીજા સાથે કેવી રીતે વાતચીત કરે છે? શું તેઓ પણ આપણી જેમ હાય-હેલો કહેતા હશે કે પછી એકબીજાને પોતાના મનની વાત કરતા હશે? જો તેઓ એમ કરે, તો તેમની ભાષા કેવી હશે? બીજા પ્રાણીઓ વિશે તો ખબર નથી, પણ કૂતરા માણસોની જેમ જ વાત કરે છે! અલબત્ત તમે આ વાત પર વિશ્વાસ નહીં કરો, પરંતુ એકવાર તમે આ વીડિયો જોશો તો તમારી આંખો પર વિશ્વાસ નહીં થાય.
ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ @goodnews_movement પર વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. જેમાં બે અદ્ભુત કૂતરા બતાવવામાં આવ્યા છે. જે આશ્ચર્યજનક છે કારણ કે આ શ્વાન માણસોની જેમ વાત કરતા જોવા મળે છે. નવાઈની વાત એ છે કે તે વીડિયોમાં દેખાતા બાળકોના નામ લઈ રહ્યો છે અને સાથે સાથે તેમના શબ્દોનું પુનરાવર્તન પણ કરી રહ્યો છે.
શ્વાને કહ્યું ‘આઈ લવ યુ’!
વીડિયોમાં કેટલાક બાળકો બે હસ્કી પ્રજાતિના કૂતરાની આસપાસ ઉભા છે. બાળક તેમને ખવડાવવા માટે હાથમાં ખોરાક લઈને જોવા મળે છે. જ્યારે તે પોતાનું નામ એલેક્ઝાન્ડ્રો બોલે છે, તો કૂતરો પણ એ જ નામ બોલે છે, જેને સાંભળીને તમને ખબર પડશે કે તે એલેક્ઝાન્ડ્રો કહી રહ્યો છે.
પછી બાળકો એક પછી એક તેમના નામ બોલાવે છે. એક કહે અલ્વારો, કૂતરો પણ એ જ અવાજ કરે છે, બીજો કહે છે મેક્સ, કૂતરો પણ એ જ નામ બોલે છે. સૌથી નવાઈની વાત એ છે કે જ્યારે બાળક આઈ લવ યુ કહે છે ત્યારે કૂતરો પણ તે આખું વાક્ય પોતાની સ્ટાઈલમાં રિપીટ કરે છે અને તેને સાંભળીને તમને લાગશે કે તે આઈ લવ યુ કહી રહ્યો છે.
View this post on Instagram
વીડિયો વાયરલ થઈ રહ્યો છે
આ વીડિયોને 5 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે. ઘણા લોકોએ કોમેન્ટ કરીને પોતાનો અભિપ્રાય આપ્યો છે. એકે કહ્યું કે હવે કૂતરાઓને પણ ટ્રીટ આપવી જોઈએ જે બાળકોએ હાથમાં પકડી છે. એકે કહ્યું કે શ્વાન ખૂબ જ બુદ્ધિશાળી પ્રાણી છે, તેમને ક્યારેય દુખી ન કરવા જોઈએ. એકે કહ્યું કે કૂતરા પાસેથી આવી વાત સાંભળવી ખૂબ જ સરસ છે.