મુશ્કેલીમાં પોતાના સાથ છોડી શકે છે, પરંતુ વફાદાર શ્વાન નહીં, જુઓ આ વાયરલ વીડિયો
આજકાલ જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે જોયા પછી તમને પણ સમજાઈ જશે કે કૂતરાને માણસનો બેસ્ટ ફ્રેન્ડ કેમ કહેવામાં આવે છે.
સોશિયલ મીડિયા એ વાયરલ વીડિયો (Viral Video)નો ખજાનો છે. અવારનવાર આવા ફની વીડિયો અહીં વાયરલ થતા હોય છે. ખાસ કરીને કૂતરા અને બિલાડીને લગતા વીડિયો દરરોજ વાયરલ (Dog Viral Video) થાય છે. આ વીડિયો જોઈને તમને ઘણી વાર નવાઈ લાગશે, ક્યારેક તો તમે હસીને લોટપોટ પણ થયા હશો, પરંતુ આજકાલ જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે જોયા પછી તમને પણ સમજાઈ જશે કે ડોગીને માણસનો બેસ્ટ ફ્રેન્ડ કેમ કહેવામાં આવે છે.
કૂતરાથી વધુ વફાદાર કોઈ પ્રાણી નથી. તે પોતાના માલિક માટે પોતાનો જીવ પણ આપવા તૈયાર હોય છે. ઘણીવાર તમે લોકો પાસેથી સાંભળ્યું જ હશે કે માણસ કરતાં કૂતરો વધારે વફાદાર હોય છે. કૂતરાઓની વફાદારી પર ફિલ્મો પણ બની છે. પરંતુ આજે અમે તમને જે ઘટના જણાવવા જઈ રહ્યા છીએ તે રીલ લાઈફની નથી, પરંતુ રિયલ લાઈફની છે. આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક કૂતરાનો વીડિયો વાયરલ થયો છે. જેમાં તે પોતાના માલિકની દીકરીને બચાવવા માટે રખડતા કૂતરા સાથે લડે કરે છે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક બાળક તેના પરિવાર સાથે ખુશીથી ઉભો છે. આ દરમિયાન એક રખડતો કૂતરો આવીને બાળક પર હુમલો કરે છે અને તેને ઇજા પહોંચાડવાનો પ્રયાસ કરે છે. આ બધું નજીકમાં ઊભેલા તેના કૂતરાને દેખાય છે અને પછી તે સમય બગાડ્યા વિના તે રખડતા કૂતરા પર હુમલો કરે છે અને બાળકનો જીવ બચાવે છે. આ પછી તેના પરિવારના સભ્યો આવીને તે બાળકને લઈ લે છે.
मुसीबत में अपने भी साथ छोड़ देते हैं लेकिन वफादार कुत्ता नहीं ❤️👏 pic.twitter.com/9UhEiZkyVF
— ज़िन्दगी गुलज़ार है ! (@Gulzar_sahab) October 11, 2022
આ વીડિયો ટ્વિટર પર @Gulzar_sahab નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. સમાચાર લખાય છે ત્યાં સુધી એક લાખથી વધુ લોકો તેને જોઈ ચૂક્યા છે અને કોમેન્ટ કરીને તેમના પ્રતિભાવો આપવામાં આવી રહ્યા છે. એક યુઝરે વીડિયો પર કમેન્ટ કરીને લખ્યું કે, ‘પ્રાણીઓ જાણે છે કે કેવી રીતે મિત્રતા સારી રીતે નિભાવવી.’ જ્યારે અન્ય એક યુઝરે તેના પર કોમેન્ટ કરીને લખ્યું કે, ‘આ દુનિયામાં કોઈ કૂતરા જેટલું વફાદાર ન હોઈ શકે.’