નોકરીની લાલચમાં મ્યાનમારમાં ફસાયેલા યુવકોની વ્હારે આવ્યા સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર, સેન્ટ્રલ લેવલે કરી રજૂઆત- જુઓ Video
મ્યાનમારમાં ફસાયેલા ગુજરાતના યુવકોની વ્હારે સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર આવ્યા છે. તેમણે PM મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને વિદેશમંત્રી એસ જયશંકરને રજૂઆત કરી છે.
મ્યાનમારમાં ફસાયેલા ગુજરાતના યુવકોની વ્હારે સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર આવ્યા છે. MLA કેતન ઇનામદારે કેન્દ્ર સરકાર પાસે મદદની માગ કરી છે. કેતન ઇનામદારે PM મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને વિદેશમંત્રી એસ જયશંકરને રજૂઆત કરી છે.
કેતન ઇનામદારે પત્ર લખી મ્યાનમારમાં ફસાયેલા ભારતીયોને વહેલી તકે પરત લાવવાની માગ કરી છે. ડેટા એન્ટ્રી અને નોકરીના બહાને 100 જેટલા ભારતીયો સાથે મ્યાનમારમાં છેતરપિંડી થઈ રહી છે. છેલ્લા 20 દિવસથી ભારતીયો સેફ હાઉસમાં આશરો લઈ રહ્યા છે.
મહત્વનું એ છે કે, મ્યાનમારમાં ડેટા એન્ટ્રીની લાલચે ગયા બાદ ભારતીયોને બીજા કામમાં જોડી દેવાનો આરોપ છે. મળતી માહિતી મુજબ, ભારતીયો પાસે રોજના 14 થી 18 કલાક સુધી કામ કરાવવામાં આવે છે.
પહેલા તો આ ભારતીયોને છેતરાયાનો અહેસાસ ન થયો પરંતુ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ પ્રકારની છેતરપિંડીના વીડિયો વાયરલ કર્યા બાદ ભારતીયોને ખ્યાલ આવ્યો કે, નોકરીની લાલચમાં તેઓ વિદેશની ધરતી પર ફસાઈ ગયા છે.
મ્યાનમારમાં ફસાયેલા સાવલીના ગુંજન શાહ નામના યુવકે ઓડિયો ક્લિપમાં ત્યાં ફસાયેલા લોકોની વ્યથા રજૂ કરી છે. તેમાં કહેવામાં આવી રહ્યું છે કે, કઈ રીતે તેમને ત્યાં યાતના આપવામાં આવે છે અને તેઓ કઈ પરિસ્થિતિમાં ત્યાં દિવસો ગુજારી રહ્યા છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
મ્યાનમારમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાની MLA કેતન ઈનામદારે કરી માગ
નર્મદામાં 75 લાખના તોડકાંડમાં સૌથી મોટો ખુલાસો
ધીમી કામગીરીથી કંટાળ્યા સ્થાનિકો, ચક્કાજામ કરવાની ઉચ્ચારી ચીમકી
તોતિંગ ટ્રકે ટક્કર મારી છતાં મોપેડ ચાલક પળમાં ઉભો થઈ ગયો!
