Breaking News: નર્મદામાં 75 લાખના તોડકાંડ મામલે સૌથી મોટો ખુલાસો, કલેક્ટરના યુટર્નથી રાજકારણમાં ભૂકંપ
સાંસદ મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે કથિત તોડકાંડના આક્ષેપો દિવસે દિવસે વધુ ઉગ્ર બની રહ્યા છે. ત્યારે આ મામલે હવે કલેક્ટરે યુટર્ન લેતા ચૈતર વસાવાની મુશ્કેલી વધી શકે છે. તોડકાંડ કેસમાં નર્મદાના કલેક્ટરે હવે ફેરવી તોળ્યુ છે.
નર્મદા જિલ્લામાં રૂપિયા 75 લાખના કથિત તોડકાંડ મુદ્દે રાજકીય માહોલ ગરમાયો છે.સાંસદ મનસુખ વસાવાનો આરોપ છે કે.ચૈતર વસાવાએ કાર્યપાલક એન્જિનિયરે પાસેથી 75 લાખ રૂપિયાની માગણી કરી હતી.અને નર્મદાના કલેક્ટરે આ વાત જાણે છે.અગાઉ નર્મદાના કલેક્ટરે ચૈતર વસાવાની સમક્ષ કહ્યું હતું કે રૂપિયાની માગણીની વાત ખોટી છે.પરંતુ આજે જ્યારે સાંસદ રજૂઆત કરવા ગયા ત્યારે કલેકટરે ફેરવી તોળ્યું હતું અને ચૈતર વસાવાએ રૂપિયા માગ્યા હોવાનું કહ્યું છે.
આ પહેલા પણ સાંસદ મનસુખ વસાવાએ ચૈતર વસાવાએ 75 લાખ રૂપિયાની માગણી કરી હોવાનો આરોપ લગાવ્યો હતો,જે બાદ ચૈતર વસાવાએ કલેક્ટર સાથે મુલાકાત કરી હતી.ત્યારે કલેક્ટરે પૈસાની માગણી કરી હોવાની વાતને ખોટી ગણાવી હતી,ત્યારે આજે કલેક્ટરે ચૈતર વસાવાએ પૈસા માગ્યા હોવાનું કલેક્ટરે સ્વીકાર્યુ હોવાનું મનસુખ વસાવાએ નિવેદન આપ્યુ.સાથે કહ્યું કે રાજપીપળા નહીં પરંતુ કેવડિયા હેલિપેડ પણ તેમણે પૈસાની માગણી કરી હતી.આ વાતનો કલેક્ટરે આજે સ્વીકાર કર્યો છે
તો બીજી તરફ કલેક્ટરના યુટર્ન બાદ ચૈતર વસાવાએ મનસુખ વસાવા પર પ્રહાર કરતા કહ્યું કે.ભાજપે કલેક્ટર પર દબાણ કર્યું હોવાથી કલેકટરે પોતાનું નિવેદન ફેરવી તોળ્યું છે.કલેકટરને EDની ધમકી આપીને દબાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ ચૈતર વસાવાએ કર્યો છે.
ગુજરાતના અલગ અલગ જિલ્લાના મહત્વના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
