Viral Video : પેરાગ્લાઇડિંગના આ 1 મિનિટના વિડિયોએ જીતી લીધા લોકોના દિલ ! જુઓ વિડીયો

|

Sep 10, 2021 | 7:19 PM

જો તમે પણ ડોગ લવર છો તો તમને આ વાયરલ વિડિઓ ચોક્કસપણે ગમશે. આ વિડીયોમાં ડોગ તેના માલિક સાથે પેરાગ્લાઇડિંગ કરતો જોવા મળે છે.

Viral Video : પેરાગ્લાઇડિંગના આ 1 મિનિટના વિડિયોએ જીતી લીધા લોકોના દિલ ! જુઓ વિડીયો
Dog Paragliding Video goes viral

Follow us on

કૂતરા (Dog) તેમની વફાદારી માટે વિશ્વના સૌથી લોકપ્રિય પાલતુ જાનવર પૈકી એક છે. જેઓ ડોગ રાખે છે તેઓ પણ તેમના પરિવારના સભ્યોની જેમ રાખે છે. એ જ રીતે તેઓ પણ પ્રેમ કરે છે. ઘણા કૂતરાઓ એટલા નસીબદાર છે કે તેમના માટે ઘરમાં સૂવા માટે ખાસ બેડ હોય છે. હાલ એક ડોગનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જે તેના માલિક સાથે પેરાગ્લાઈડિંગ કરતો જોવા મળે છે.

પાલતુ પ્રાણીના ઘણા વીડિયો દરરોજ સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. આ સ્થિતિમાં આ વીડિયો વધુ પસંદ કરવામાં આવે છે. જેમાં તેઓ કંઇક અનોખું કરતા જોવા મળે છે. જો તમે પણ ડોગ પ્રેમી છો, તો તમને આ વાયરલ વિડિઓ ક્લિપ ચોક્કસ ગમશે. આમાં એક ડોગ તેના માલિક સાથે પેરાગ્લાઇડિંગ કરતો જોવા મળે છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

1 મિનિટની વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે ડોગ અને તેનો માલિક પર્વતો વચ્ચે પેરાગ્લાઈડિંગની મજા માણી રહ્યા છે. ડોગ અને માલિક બંને આ અદભુત સમયનો આનંદ માણી રહ્યા છે. કૂતરાની પ્રતિક્રિયા જોઈને લાગે છે કે તેને માલિકની કંપની કેટલી પસંદ છે. આ વીડિયો સોશિયલ મીડિયા યુઝર્સનું દિલ જીતી રહ્યો છે. ફેન્સ આ વિડીયોમાં લાઈક અને કમેન્ટ કરી રહ્યા છે.

ડોગ પેરાગ્લાઇડિંગનો આ ફની વીડિયો ouka.sam નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. સાડા ​​પાંચ હજારથી વધુ લોકોએ વીડિયો પસંદ કર્યો છે. તો યુઝર્સ આ વિડીયો પર કમેન્ટ પણ કરી રહ્યા છે. એક યુઝર્સે લખ્યું, તમે ખૂબ બહાદુર છો. અન્ય એક યુઝરે લખ્યું, આ ખૂબ જ આશ્ચર્યજનક છે. આ વિડીયોએ મારો દિવસ બનાવ્યો. તમે બંને બહાદુર છો. તમે કેટલા નસીબદાર છો કે તમે એકબીજાને ટેકો આપી શકશો.

 

આ પણ વાંચો : જો તમે ક્રેડિટ કાર્ડ બંધ કરાવી રહ્યા છો, તો આ બાબતોનું ધ્યાન રાખો નહીંતર નુકસાનનો સામનો કરવો પડશે , જાણો વિગતવાર

આ પણ વાંચો :BWF એ કારણ આપ્યા વગર ભારતમાં યોજાનારી આ પ્રખ્યાત ટુર્નામેન્ટ રદ કરી, સતત બીજા વર્ષે ટુર્નામેન્ટ યોજાશે નહીં

આ પણ વાંચો :Edible Oil : ખાદ્ય તેલ સસ્તા કરવા માટે સરકારે આપ્યો આ આદેશ, હવે થશે કડક કાર્યવાહી

Next Article