સોશિયલ મીડિયા પર અવારનવાર કુતરાના વીડિયો વાયરલ થતા જોવા મળે છે, ત્યારે આ વીડિયો હાલ ઈન્ટરનેટ પર છવાયો છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ કોરોના વેક્સિન (Corona Vaccine) લેવા માટે લોકોને અપીલ કરી રહ્યા છે અને સાથે તેના કુતરાને પણ હુંકાર કરવા કહે છે. નવાઈની વાત તો એ છે કે આ માલિકના કહેવાથી કુતરો વારંવાર તેના કહ્યા પ્રમાણે બુમો પાડતો જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે આ વીડિયો છતીસગઢનો (Chhattisgarh) હોવાનું સામે આવ્યુ છે. આ જુગલબંધી યુઝર્સને ખુબ પસંદ આવી રહી છે.
જુઓ વીડિયો
યુઝર્સ આ રમુજી વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યુ કે કુતરો પણ કોરોના વેક્સિનનું મહત્વ જાણે છે. જાણે અન્ય એક યુઝરે લખ્યુ કે, વાહ શું જુગલબંધી છે…! આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે વાયરલ થઈ રહેલા વીડિયોમાં આ વ્યક્તિ છતીસગઢની ભાષા બોલતો જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો: Video : લગ્નમાં દુલ્હનની સામે વરરાજાના મિત્રોએ કરી મજાક, વીડિયો જોઈ યુઝર્સ કહ્યુ “દોસ્ત હો તો ઐસા”
આ પણ વાંચો: Video : શ્રીલંકન સોંગનો દેશી લહેકો ! ‘માનિકે માગે હિતે’ સોંગના નવા વર્ઝને ઈન્ટરનેટ પર મચાવી ધમાલ