Video : કૂતરાના ટેલેન્ટ પર જરા પણ શક હોય તો જુઓ આ વીડિયો, છલાંગ જોઈને ભલભલા દંગ રહી ગયા

|

Jan 15, 2022 | 5:17 PM

હાલમાં સોશિયલ મીડિયા પર એક કૂતરાનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં કૂતરો જે રીતે નદીમા છલાંગ લગાવે છે તે જોઈને તમને પણ આશ્વર્ય થશે.

Video : કૂતરાના ટેલેન્ટ પર જરા પણ શક હોય તો જુઓ આ વીડિયો, છલાંગ જોઈને ભલભલા દંગ રહી ગયા
Dog video goes viral

Follow us on

દુનિયામાં એવા ઘણા પ્રાણીઓ છે, જેમને બુદ્ધિશાળી માનવામાં આવે છે. આ પ્રાણીઓને (Animals)જ્યારે કંઈપણ શીખવવામાં આવે છે ત્યારે તે ઝડપથી શીખી જાય છે. જેમાં કૂતરાનુ નામ ટોચ પર આવે છે. સોશિયલ મીડિયા પર કૂતરા (Dog)સંબંધિત વીડિયો તમે જોયા જ હશે, તાજેતરમાં આવો જ એક વીડિયો હાલ ઈન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યો છે.જેમાં કૂતરો જે રીતે સ્ટંટ દેખાડી રહ્યો છે તે જોઈને તમે પણ દંગ રહી જશો.

હવામાં ઉડી રહ્યો છે કૂતરો…!

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક કૂતરો દૂરથી દોડીને આવે છે અને નદીમાં કૂદી પડે છે. તેની છલાંગ જોઈને એવું લાગી રહ્યુ છે કે જાણે તે હવામાં ઉડી રહ્યો હોય. તેનુ સંતુલન અને કૂદવાની ઝડપ હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.આ અદભૂત વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @buitengebieden_ નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે અને સાથે તેણે કેપ્શનમાં લખ્યુ કે, ‘આ કૂતરો ઉડી રહ્યો છે…’. કૂતરાની આ છલાંગ જોઈને, તમને પણ એવું જ લાગશે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

જુઓ વીડિયો

વીડિયોને અત્યાર સુધીમાં 4 લાખથી વધુ વ્યુઝ

માત્ર 25 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 4 લાખ 18 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 26 હજારથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે. વીડિયો પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યુ કે, કૂતરાનુ આ ટેલેન્ટ જોઈને હેરાન છુ.જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે, કૂતરાએ શું છલાંગ મારી છે..! આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ પ્રતિક્રિયા(Comments)  આપતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો : Viral Video : ઘર બળીને ખાખ થઈ ગયુ, છતા બિલાડીને જીવતી જોઈને ઝુમી ઉઠ્યા આ દાદા !

Next Article