કૂતરાની કેટવોક સામે મોડલ્સ પણ ફેલ! લટકા જોઈ યુઝર્સે કહ્યુ ‘આ છે ડોગવોક’, જુઓ Viral Video
એક કૂતરાએ એવી ફની સ્ટાઈલ અને ગજબ ચાલ બતાવી કે દર્શકો કહેવા લાગ્યા મોટા મોડલ તેની સામે ફેલ છે. હકીકતમાં, એક કૂતરો મોડલની જેમ કેટવોક કરતો જોવા મળ્યો, લોકો તેને વારંવાર જોઈ રહ્યા છે.

તમે અત્યાર સુધી કૂતરાઓના ઘણા રૂપ જોયા જ હશે, તેમની પ્રામાણિકતા, સમજણ અને તેમના માલિક પ્રત્યેની નિષ્ઠાથી તેઓ ચોક્કસપણે લોકોને તેમના ચાહક બનાવે છે. પરંતુ આ વખતે ડોગીએ જે ચાલ બતાવી છે તે જોઈ તમે પણ દંગ રહી જશો. એક કૂતરાએ એવી ફની સ્ટાઈલ અને ગજબ ચાલ બતાવી કે દર્શકો કહેવા લાગ્યા મોટા મોડલ તેની સામે ફેલ છે. હકીકતમાં, એક કૂતરો મોડલની જેમ કેટવોક કરતો જોવા મળ્યો, લોકો તેને વારંવાર જોઈ રહ્યા છે.
ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ adore_pankaj પર શેર કરવામાં આવેલ વીડિયોમાં કૂતરાની કેટવોક તમને વારંવાર વીડિયો જોવા મજબૂર કરી દેશે. કૂતરાએ મોડલ્સની જેમ સ્ટાઈલ અને ચાલની ખૂબ સારી નકલ કરી હતી. જેને જોઈને બધા કહેતા હતા કે આ જ અસલી મોડલિંગ છે. એકવાર તમે પણ કૂતરાની કેટવોક જુઓ. આ વીડિયોને 3.76 લાખથી વધુ લાઈક્સ મળ્યા છે.
View this post on Instagram
શું તમે ક્યારેય કૂતરાનો કેટવોક જોયો છે?
સોશિયલ મીડિયા પર કૂતરાના વીડિયો જોવા અને શેર કરવામાં આવે છે. લોકોના બેસ્ટ ફ્રેન્ડ હોવાના કારણે દરેક લોકો તેને ખૂબ પસંદ કરે છે. પરંતુ આ વખતે ડોગીનો વીડિયો અત્યંત વાયરલ થવા પાછળનું કારણ તેની જબરદસ્ત સ્ટાઈલ અને ચાલ છે. માથા પર લાલ દુપટ્ટો અને આંખો પર કાળા ચશ્મા સાથે ડોગીએ કેટ મોડલની જેમ ચાલવાનું શરૂ કરે છે ત્યારે લોકો તેને જોતા જ રહી ગયા.
ડોગના ઘણા વાયરલ વીડિયો તમે સોશિયલ મીડિયા પર જોયા હશે ત્યારે આ વીડિયો પણ ખુબ ફની છે જેમાં એક કૂતરો જબરદસ્ત કેટવોક કરતો જોવા મળે છે જેને જોઈ યુઝર્સે તેને ડોગવોક નામ આપ્યુ છે ત્યારે સોશિયલ મીડિયા પર તો દરેક પ્રકારના વીડિયો જોવા મળે છે પરંતુ લોકોને ફની વીડિયો જોવા ખુબ પસંદ આવતા હોય છે.
ટ્રેડિંગ સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
વાયરલ અને ટ્રેડિંગ વીડિયો સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…