Breaking News : કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા હનુમાન જયંતીને લઇને એડવાયઝરી જાહેર, તમામ રાજ્ય સરકારોને કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે સૂચના
તમામ રાજ્ય સરકાર કાયદો અને વ્યવસ્થા જાળવી રાખે તે માટે સૂચના આપવામાં આવી છે. તહેવારની ઉજવણી શાંતિપૂર્ણ વાતાવરણમાં થાય તે માટે આ એડવાયઝરી જાહેર કરવામાં આવી છે.
કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા તમામ રાજ્યો માટે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. હનુમાન જયંતીને લઈને એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. તમામ રાજ્ય સરકાર કાયદો અને વ્યવસ્થા જાળવી રાખે તે માટે સૂચના આપવામાં આવી છે. તહેવારની ઉજવણી શાંતિપૂર્ણ વાતાવરણમાં થાય તે માટે આ એડવાયઝરી જાહેર કરવામાં આવી છે.
આ પણ વાંચો-અમદાવાદ : હનુમાનજીના જન્મોત્સવ ઉજવણી માટે શહેરીજનો પિતા પાસે પરવાનગી લેવા નીકળ્યા, જુઓ video
વડોદરામાં રામનવમી પર સ્થિતિ વણસી હતી
રામનવમીના તહેવારને લઇને વડોદરામાં હિંસા ફેલાઇ હતી. રામનવમીના પર્વ પર તંગદિલીનો માહોલ સર્જાયો હતો. જે પછી સોશિયલ મીડિયામાં થતી પોસ્ટના કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડે તેવી સ્થિતિ બની હતી. વડોદરામાં થયેલા કાંકરીચાળા મામલે પોલીસ કડક પગલા લેવામાં આવ્યા છે.
કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી ખાસ સૂચના
જો કે હનુમાન જયંતીના દિવસે આવી કોઇ ઘટના ન ઘટે તે માટે કેન્દ્ર સરકારે ગાઇડલાઇન જાહેર કરી છે. સતર્કતાના ભાગ રુપે કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા તમામ રાજ્યો માટે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. હનુમાન જયંતીની ઉજવણી સમગ્ર દેશમાં થતી હોય છે અને આ અંતર્ગત શોભાયાત્રાથી લઇને હવન, હનુમાન ચાલીસા પાઠ સહિતના અનેક કાર્યક્રમો રાખવામાં આવતા હોય છે.
કાયદો અને વ્યવસ્થા ન ખોરવાય તેનું ધ્યાન રાખવા સૂચના
હનુમાન જયંતી પર રેલી કે શોભાયાત્રા નીકળતી હોય છે, ત્યારે એ સમયે કાયદો અને વ્યવસ્થા ન ખોરવાય એ બાબતને લઇને પોલીસને તેમજ તમામ રાજ્યોના પોલીસ વિભાગના અધિકારીઓને, રાજ્ય સરકારોને એલર્ટ રહેવા માટે સૂચન આપવામાં આવ્યુ છે.
કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા સતર્ક રહેવા જણાવાયુ
તાકીદે આ મામલે પગલા લેવા માટે પણ કેન્દ્રીય ગૃહમંત્રાલય બધાને સૂચિત કરવામાં આવ્યા છે. કોઇપણ પ્રકારની પરિસ્થિતિ હોય તેને પહોંચી વળવા માટે તૈયાર રહેવા માટે જણાવવામાં આવ્યુ છે.સાથે જ સાથે જો કોઇ એવા કાર્યક્રમો હોય જ્યાં કાયદો અને વ્યવસ્થા વણસી શકે એમ હોય ત્યાં સતર્કતા રાખવા માટેની સૂચના તમામ રાજ્યોમાં આપવામાં આવી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…