કામની વાત : શું તમને નથી ખબર રેશનકાર્ડમાં બાળકોના નામ ઉમેરવા માટે ક્યાં દસ્તાવેજો છે જરૂરી ? અહીં જાણો

રેશનકાર્ડમાં(Ration Card) બાળકોના નામ ઉમેરવા માટે, ઘરના મુખ્ય વ્યક્તિનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, બાળકનું જન્મ પ્રમાણપત્ર અને બાળકનું આધાર કાર્ડની મુખ્યત્વે જરૂર પડશે. જેના વિના નામ ઉમેરી શકાતું નથી.

કામની વાત : શું તમને નથી ખબર રેશનકાર્ડમાં બાળકોના નામ ઉમેરવા માટે ક્યાં દસ્તાવેજો છે જરૂરી ? અહીં જાણો
Ration card (Symbolic)

રેશનકાર્ડ ધારકોને તેમના પરિવારના (Ration card Holder) સભ્યો અનુસાર રાશન મળે છે. જો તમે પણ રાશન કાર્ડ ધારક છો, તો તમને ખબર હશે કે દુકાનમાંથી યુનિટ પ્રમાણે રાશન આપવામાં આવે છે. એટલા માટે એ ખૂબ જ જરૂરી છે કે તમારા પરિવારના તમામ સભ્યોના નામ રેશન કાર્ડમાં હોવા જોઈએ. કારણ કે જો આવું નહીં થાય તો તમને ઓછું રાશન મળશે. તેથી, જો તમારા પરિવારના કોઈપણ વડીલ અથવા બાળકનું નામ રેશન કાર્ડમાં નથી, તો તેને હમણાં જ જોડો. રેશનકાર્ડમાં કંઈપણ તપાસવા, બદલવા અથવા ઉમેરવા માટે તમારે ફક્ત રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા પોર્ટલ પર (national food security portal) જવાનું રહેશે.

તમે નેશનલ ફૂડ સિક્યુરિટી પોર્ટલની વેબસાઈટ પર જઈને રેશન કાર્ડમાં નવું નામ ઉમેરી શકો છો. આ કામ માટે થોડા સ્ટેપ અનુસરીને સરળતાથી પૂર્ણ કરી શકાય છે. પરંતુ રેશનકાર્ડમાં બાળકોના નામ ઉમેરવા માટે કયા દસ્તાવેજોની જરૂર પડશે, ચાલો જણાવીએ.

નામ ઉમેરવા માટે આ દસ્તાવેજો જરૂરી છે.

ઘરના વડાનો પાસપોર્ટ સાઇઝનો ફોટોઃ

બાળકનું નામ રેશનકાર્ડ સાથે લિંક કરવા માટે તમારે સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ અને ઘરના મુખ્ય વ્યક્તિનો પાસપોર્ટ સાઇઝનો ફોટો જોઈએ. વાસ્તવમાં, રેશન કાર્ડમાં પરિવારના મુખ્ય વ્યક્તિની તસ્વીર હોય છે. તેથી, આ નામ ઉમેરવા માટે તેના ફોટાની પણ જરૂર પડશે.

બાળકનું જન્મ પ્રમાણપત્ર:

નામ ઉમેરવા માટેનો બીજો મહત્વપૂર્ણ દસ્તાવેજ બાળકનું પ્રમાણપત્ર હશે. વાસ્તવમાં, બાળકના નામની નોંધણી કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન, નગરપાલિકા અથવા ગ્રામ પંચાયત તરફથી જાહેર કરાયેલ જન્મ પ્રમાણપત્રની જરૂર પડશે. તેથી જો તમારી પાસે પ્રમાણપત્ર નથી તો કૃપા કરીને એક ઉપલબ્ધ કરો.

બાળક દત્તક લેવાના કિસ્સામાં પ્રમાણપત્ર:

જો તમે બાળકને દત્તક લીધું હોય તો તે કિસ્સામાં તમારે બાળકના દત્તક પ્રમાણપત્રની જરૂર પડશે. તમને જણાવી દઈએ કે, જ્યારે તમે બાળકનું નામ ઉમેરશો તો આ દસ્તાવેજ તમારી પાસે રાખો

બાળકોના આધાર કાર્ડની ફોટોકોપી:

આધાર કાર્ડએ સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. જેનો ઉપયોગ ઓળખના પુરાવા તરીકે થાય છે. આજકાલ બાળકોના આધાર કાર્ડ પણ બને છે એટલે કે તમારી પાસે તમારા બાળકનું આધાર કાર્ડ પણ ઉપલબ્ધ હશે. બાળકનું નામ ઉમેરવા માટે તમારે તેની ફોટોકોપીની પણ જરૂર પડશે.

ધ્યાનમાં રાખો કે, બાળકોના નામ ઉમેરવા માટે તમારે અરજી ફોર્મ ભરીને સબમિટ કરવું પડશે. આ સાથે તમામ દસ્તાવેજો જમા કરાવવા પણ જરૂરી છે. સાથે જ અધિકારીની તપાસ બાદ બાળકનું નામ રેશનકાર્ડમાં ઉમેરવામાં આવશે.

આ પણ વાંચો : Apply Ration Card Online : તમારી પાસે રેશનકાર્ડ નથી? તો ઘર પર બેસીને આ રીતે કરો પ્રોસેસ, નહીં કાપવા પડે કચેરીના ચક્કર

આ પણ વાંચો : Precaution Dose: Precaution Dose: પહેલા જ દિવસે 9 લાખથી વધુ પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યા, AIIMSના ડિરેક્ટરે પણ લીધો બૂસ્ટર ડોઝ

  • Follow us on Facebook

Published On - 6:57 am, Tue, 11 January 22

Click on your DTH Provider to Add TV9 Gujarati