લો આમને તો મ્યૂઝિયમમાં સ્થાન મળી ગયુ! હોંગકોંગના મ્યૂઝિયમમાં લગાવવામાં આવી સરીમની તસવીર

મુહમ્મદ સરીમ અખ્તરે તસવીરને ટ્વીટર પર શેયર કરતા લખ્યુ કે, મને હોંગકોંગ મ્યૂઝિયમ ઓફ મીમ્સમાં જગ્યા મળી છે. સરીમની આ પોસ્ટ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહી છે.

લો આમને તો મ્યૂઝિયમમાં સ્થાન મળી ગયુ! હોંગકોંગના મ્યૂઝિયમમાં લગાવવામાં આવી સરીમની તસવીર
pakistani cricket fan sarim akhtar featured in hong kong museum

સોશિયલ મીડિયાની દુનિયામાં મીમ્સનું (Memes) ખૂબ ચલણ છે. ખુશી, દુ:ખ અને ઉત્સાહને દર્શાવવા માટે હવે લોકો મીમ્સનો સહારો લે છે. આજકાલ લોકો મીમ્સને ખૂબ પસંદ કરે છે અને તેને દિલ ખોલીને શેયર પણ કરે છે. ક્રિકેટ વર્લ્ડ કપ 2019માં પોતાની ટીમની હારથી નિરાશ પાકિસ્તાની ક્રિકેટ ફેન પોતાના એક્સપ્રેશન માટે એટલો પોપ્યુલર થયો કે દરેક નિરાશાવાળી વસ્તુઓમાં મીમ્સના રૂપમાં સોશિયલ મીડિયા પર જોવા મળે છે. મીમ્સની દુનિયામાં આ વ્યક્તિ એટલો પોપ્યુલર છે કે તેને હોંગકોંગના ફેમસ મીમ સંગ્રહાલયમાં જગ્યા મળી ગઈ.

 

 

ક્રિકેટ વર્લ્ડકપમાં પોતાની ટીમની હારથી નિરાશ પાકિસ્તાની પ્રશંસક સરીમ અખ્તરની (Sarim Akhtar) લોકપ્રિયતા સોશિયલ મીડિયામાં એટલી વધી ગઈ કે તેને હોંગકોંગના મીમ્સ સંગ્રહાલયમાં જગ્યા મળી ગઈ. વર્લ્ડકપની મેચમાં પાકિસ્તાનની હાર દરમિયાન તેઓ સ્ટેડિયમમાં જે રીતે નિરાશ થઈને ઉભા હતા. તેમના જેવા એક્સપ્રેશન્સ હતા તેને લઈને તેઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયા. હવે હોંગકોંગના મ્યુઝિયમમાં પોતાને મળેલી જગ્યા વિશે સરીમ અખ્તરે જાતે જ ટ્વીટરના માધ્યમથી જાણકારી આપી છે.

 

 

ટ્વીટર પર કરવામાં આવેલી એક પોસ્ટમાં સરીમ અખ્તરે હોંગકોંગના મીમ્સ સંગ્રહાલયની એક યુટ્યુબ ક્લિપ શેયર કરીને લખ્યુ કે દર્શક વીડિયોમાં તેમની નિરાશા મુદ્રાની એક ઝલક જોઈ શક્શે. નિરાશ એક્સપ્રેશન્સ સાથે કમર પર હાથ રાખીને ઉભેલા સરીમની તસવીર આજે દરેક મીમનો એક ભાગ છે. સરીમે પોતાના પર બનેલા એક મીમની તસવીર પણ શેયર કરી કે જેને મ્યૂઝિયમમાં જગ્યા આપવામાં આવી છે.

 

 

મુહમ્મદ સરીમ અખ્તરે તસવીરને ટ્વીટર પર શેયર કરતા લખ્યુ કે, મને હોંગકોંગ મ્યૂઝિયમ ઓફ મીમ્સમાં જગ્યા મળી છે. સરીમની આ પોસ્ટ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે. લોકો ફક્ત તેને એક બીજા સાથે શેયર જ નથી કરી રહ્યા, પરંતુ પોસ્ટ પર વિવિધ રિએક્શન્સ પણ આપી રહ્યા છે.

 

આ પણ વાંચો – VADODARA : રાજ્ય સરકારે સયાજી હોસ્પિટલમાં નવા માતૃ અને બાળ આરોગ્ય વિભાગ માટે રૂ.50 કરોડ મંજૂર કર્યા

 

આ પણ વાંચો – NO KISSING ZONE ! પ્રેમી પંખીડાઓની હરકતોથી પરેશાન સ્થાનિકોએ લગાવવી પડી આ સુચના

Click on your DTH Provider to Add TV9 Gujarati