Dance Viral video : દેશી vs વિદેશી, ‘પતલી કમરિયા મોરી’ પર છોકરીઓએ ધૂમ મચાવી, Video એ જીતી લીધું દિલ

|

Feb 08, 2023 | 12:05 PM

Dance Viral video : યુવતીઓનો આ અદ્ભુત ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર harshithareddy_artistry નામની આઈડીથી શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 4.6 મિલિયન વખત જોવામાં આવ્યો છે, જ્યારે 1 લાખથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે.

Dance Viral video : દેશી vs વિદેશી, પતલી કમરિયા મોરી પર છોકરીઓએ ધૂમ મચાવી, Video એ જીતી લીધું દિલ
dance viral video

Follow us on

Dance Video : આજકાલ રીલનો જમાનો છે. ઘણીવાર સોશિયલ મીડિયા પર કંઈક એવું વાઈરલ થઈ જાય છે કે લોકો તેના પર જોરદાર રીલ બનાવવા લાગે છે. થોડા દિવસો પહેલા ‘મેરા દિલ યે પુકારે આજા’ ગીત ટ્રેન્ડમાં હતું, જેના પર પહેલા એક પાકિસ્તાની યુવતીએ ડાન્સ કરીને ધૂમ મચાવી હતી અને ત્યાર બાદ આ ગીત પર રીલનું પૂર આવી ગયું હતું. આ પછી ભોજપુરી ગીત ‘પતલી કમરિયા મોરી’ ટ્રેન્ડમાં આવ્યું અને લોકોએ તેના પર રીલ્સ પણ બનાવી. હજુ પણ બનાવવાની ચાલું જ છે. હાલમાં આને લગતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં કેટલીક યુવતીઓ આ ગીત પર શાનદાર ડાન્સ કરતી જોવા મળી રહી છે. તેમના લટકા મટકા જોઈને કોઈનું પણ દિલ ખુશ થઈ જાય છે.

આ પણ વાંચો : Mahira Khan Dance Video : પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાન પર ચડ્યું ડાન્સનું ભૂત, બોલિવૂડના ગીતો પર રંગ જમાવ્યો

વીડિયોમાં તમે જોઈ શકો છો કે છોકરીઓના બે ગ્રુપ છે, જેમાં એક તરફ વેસ્ટર્ન ડ્રેસ પહેરેલી છોકરીઓ લાઈનમાં ઊભી છે અને બીજી બાજુ સાડી પહેરેલી છોકરીઓ છે. પછી બેકગ્રાઉન્ડમાં ‘પતલી કમરિયા મોરી’ ગીત વાગે છે અને તે નાચવા લાગે છે. બંને ગ્રુપની છોકરીઓની કેમેસ્ટ્રી જબરદસ્ત છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

ખાસ કરીને જે છોકરીઓ સાડી પહેરી છે, તેમની કમર જોઈને કોઈ પણ પાગલ થઈ શકે છે. સાડીની સાથે-સાથે મેકઅપ પણ તેને ખૂબ જ સુંદર લાગે છે. તેનાથી તેની સુંદરતામાં વધારો થયો છે. તમે સોશિયલ મીડિયા પર આ ગીતની અલગ-અલગ પ્રકારની રીલ્સ અને વીડિયો જોયા જ હશે, પરંતુ તમે આ પ્રકારની કોમ્પિટિશન ભાગ્યે જ જોઈ હશે.

જુઓ, આ અદભૂત ડાન્સ વીડિયો

યુવતીઓનો આ અદ્ભુત ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર harshithareddy_artistry નામની આઈડીથી શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 4.6 મિલિયન વખત જોવામાં આવ્યો છે, જ્યારે 1 લાખથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે. આના પરથી સમજી શકાય છે કે લોકો આ વીડિયોને કેટલો પસંદ કરી રહ્યા છે.

અગાઉ ‘પતલી કમરિયા મોરી’ ગીત પર એક કાકાનો ડાન્સ વીડિયો વાયરલ થયો હતો, જેમાં તે લટકા-મટકા એવા ફની રીતે બતાવે છે અને એક્સપ્રેશન આપે છે કે લોકો હસી પડે છે. લોકોને તે વીડિયો પણ ગમ્યો હતો.

Next Article