Mahira Khan Dance Video : પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાન પર ચડ્યું ડાન્સનું ભૂત, બોલિવૂડના ગીતો પર રંગ જમાવ્યો

Mahira Khan Dance Video : પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાનનો ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે બોલિવૂડના ગીતો પર ડાન્સ કરતી જોવા મળી રહી છે.

Mahira Khan Dance Video : પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાન પર ચડ્યું ડાન્સનું ભૂત, બોલિવૂડના ગીતો પર રંગ જમાવ્યો
mahira khan dance videos
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 29, 2023 | 8:44 AM

Mahira Khan Dance Video : બોલિવૂડ ફિલ્મોના ગીતો માત્ર ભારતમાં જ નહીં પરંતુ અન્ય દેશોમાં પણ પસંદ કરવામાં આવે છે. આખી દુનિયામાં હિન્દી ગીતોનો દીવાના છે. હવે પાકિસ્તાની સિનેમાની જાણીતી અને મોટી અભિનેત્રીઓમાંની એક માહિરા ખાનને હિન્દી ફિલ્મી ગીતો નશો ચડ્યો છે. માહિરા ખાન અવાર-નવાર એક યા બીજા કારણોસર ચર્ચાનો હિસ્સો બને છે. આ દિવસોમાં તે સોશિયલ મીડિયા પર તેના ડાન્સ વીડિયોને કારણે ચર્ચામાં છે જે વાયરલ થઈ રહ્યો છે. લોકો તેના વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.

ગોવિંદાના ગીત પર કર્યો ડાન્સ

એવું કહેવામાં આવી રહ્યું છે કે, માહિરા ખાન હાલમાં જ તેના મિત્રના લગ્નના ફંક્શનમાં પહોંચી હતી, જ્યાં તેણે બોલિવૂડના ગીતો પર જોરદાર ડાન્સ કર્યો હતો. વાયરલ થઈ રહેલા વીડિયોમાં તે સુંદર ગ્રીન લહેંગા પહેરેલી જોવા મળી રહી છે. માહિરા ખાન બોલિવૂડ સુપરસ્ટાર ગોવિંદાના સુપરહિટ ગીત ‘ઇશ્ક હૈ સુહાના’ પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ વીડિયોમાં માહિરા સાથે અન્ય કેટલીક છોકરીઓ પણ ડાન્સ ફ્લોર પર જોવા મળી રહી છે.

રણબીર કપૂરના ગીત પર પણ મટકાવી કમર

આ સિવાય માહિરા ખાનનો વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે રણબીર કપૂરની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ના ‘ડાન્સ કા ભૂત’ ગીત પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ વીડિયોમાં અન્ય એક છોકરી પણ જોવા મળી રહી છે, જે માહિરાને સપોર્ટ કરી રહી છે. માહિરા ‘ડાન્સ કા ભૂત’ ગીત પર જબરદસ્ત ડાન્સ કરતી જોવા મળે છે.

માહિરા ખાનના આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે. લોકો તેની ડાન્સ સ્ટાઈલને ખૂબ પસંદ કરી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરી કે, “બહુત પ્યારી હૈ કસમ સે”. અન્ય યુઝરે લખ્યું કે, “તેણે કેસરિયા ગીત પર ડાન્સ કરવો જોઈએ.”

ઝઘડિયામા બાળકી સાથ રેપ મામલે શક્તિસિંહે કાયદો વ્યવસ્થા પર ઉઠાવ્યા સવાલ
ઝઘડિયામા બાળકી સાથ રેપ મામલે શક્તિસિંહે કાયદો વ્યવસ્થા પર ઉઠાવ્યા સવાલ
AAPની ચિમકી, તો CM કે કોઈ મંત્રીના જાહેર કાર્યક્રમ નહીં થવા દેવાય
AAPની ચિમકી, તો CM કે કોઈ મંત્રીના જાહેર કાર્યક્રમ નહીં થવા દેવાય
Banaskantha : ભેળસેળયુક્ત ખોરાકના કેસમાં 12 પેઢીઓને 54 લાખનો દંડ
Banaskantha : ભેળસેળયુક્ત ખોરાકના કેસમાં 12 પેઢીઓને 54 લાખનો દંડ
Surat : બ્રાન્ડેડ કંપનીના નામે નકલી સિમેન્ટ વેચાતું હોવાનો પર્દાફાશ
Surat : બ્રાન્ડેડ કંપનીના નામે નકલી સિમેન્ટ વેચાતું હોવાનો પર્દાફાશ
Bhavanagar : વડવાના વોશીઘાટ પાસે યુવકને માર મારી ઘર સળગાવ્યું
Bhavanagar : વડવાના વોશીઘાટ પાસે યુવકને માર મારી ઘર સળગાવ્યું
અમરોલીમાં એસિડ ભરેલુ ટેન્કર પલટી ગયુ, રોડ પર એસિડ ઢોળાતા અફરાતફરી
અમરોલીમાં એસિડ ભરેલુ ટેન્કર પલટી ગયુ, રોડ પર એસિડ ઢોળાતા અફરાતફરી
ભાવનગરના ખેડૂતોને ફટકો, માર્કેટ યાર્ડમાં ઘટ્યા ડુંગળીના ભાવ
ભાવનગરના ખેડૂતોને ફટકો, માર્કેટ યાર્ડમાં ઘટ્યા ડુંગળીના ભાવ
અમદાવાદમાં ગુનાખોરી ડામવા પોલીસ એકશનમાં, પોલીસકર્મી કોમ્બિંગમાં જોડાયા
અમદાવાદમાં ગુનાખોરી ડામવા પોલીસ એકશનમાં, પોલીસકર્મી કોમ્બિંગમાં જોડાયા
સાબરમતી વિસ્તારમાં પાર્સલ બોમ્બનો કેસમાં 2 આરોપીની ધરપકડ
સાબરમતી વિસ્તારમાં પાર્સલ બોમ્બનો કેસમાં 2 આરોપીની ધરપકડ
આ રાશિના જાતકોના સુખ-સુવિધામાં વધારો થશે
આ રાશિના જાતકોના સુખ-સુવિધામાં વધારો થશે
g clip-path="url(#clip0_868_265)">