પાણીપુરીની શોખીન છે આ ગાય, ‘મા-વાછરડા’ને લાગ્યો સ્વાદનો ચસ્કો, ચટાકેદાર પાણીપુરીનો લીધો લાજવાબ સ્વાદ-જૂઓ વાઈરલ વીડિયો

|

Oct 06, 2022 | 1:09 PM

એક અધિકારીએ પોતાના ટ્વિટર પેજ @dc_sanjay_jas પર ગાય માતાનો એવો વીડિયો શેર કર્યો છે, જેમાં તે પાણીપુરીની મજા લેતી જોવા મળે છે. એટલેથી જ નથી પુરૂ થતું સાથે તેનું વાછરડું પણ પાણીપુરીનો (Panipuri) સ્વાદ લેતું નજરે પડે છે.

પાણીપુરીની શોખીન છે આ ગાય, મા-વાછરડાને લાગ્યો સ્વાદનો ચસ્કો, ચટાકેદાર પાણીપુરીનો લીધો લાજવાબ સ્વાદ-જૂઓ વાઈરલ વીડિયો
cow panipuri viral VIdeo

Follow us on

પાણીપુરીની (Panipuri) વાત આવે એટલે છોકરીઓના મોંમા પાણી આવી જતું હોય છે. પાણીપુરીને અલગ-અલગ જગ્યાએ અલગ-અલગ નામોથી ઓળખવામાં આવે છે, જેમ કે- પાણીપુરી, બતાશા, પુચકા, ફુલકી, ગુપચુપ વગેરે. પાણીપુરીનું નામ લેતાં જ ઘણા લોકોના મોઢામાં પાણી આવી જાય છે, પરંતુ હાલમાં જ વાયરલ થયેલા આ વીડિયોમાં તે પાણીપુરીનો સ્વાદ માણસોને નહીં, પરંતુ પ્રાણી એટલે કે ગાયોને ચસ્કો લાગ્યો છે. આ વીડિયો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ રસપ્રદ વીડિયોમાં એક વ્યક્તિ ગાય (Cow) અને તેના વાછરડાને પાણીપુરી ખવડાવતો જોવા મળે છે. વીડિયોમાં તમે જોશો કે કેવી રીતે માતા-વાછરડાંની જોડી ગોલગપ્પા માટે તેમના નંબરની રાહ જોઈ રહી છે.

સોશિયલ મીડિયા ટ્વિટર પર ઝારખંડના ડેપ્યુટી કલેક્ટર સંજયકુમારે ગાયનો એવો વીડિયો શેર કર્યો છે, અને તેને કેપ્શનમાં લખ્યું છે કે, “મા-બેટી સાથ હો ઔર ગોલગપ્પે કી દુકાન હો. ફિર કહના હી ક્યાં..” આ વીડિયોમાં તે પાણીપુરીનો સ્વાદ લેતી જોવા મળે છે. તેની સાથે તેનું વાછરડું પણ પાણીપુરી ખાતું નજરે પડે છે. આ શોખીન મા-પુત્રીનો વીડિયો સોશિયલ મીડિયા યુઝર્સનું ધ્યાન ખેંચી રહ્યો છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

જૂઓ, પાણીપુરીની શોખીન ગાયનો વીડિયો…

ગાય અને તેનું વાછરડું ખૂબ ઉત્સાહથી પાણીપુરી ખાતા જોવા મળે છે. તમે ભાગ્યે જ કોઈ પ્રાણીને પાણીપુરી આટલા સ્વાદ સાથે ખાતા જોયા હશે. તમને જણાવી દઈએ કે આ વીડિયો જૂનો છે, પરંતુ ફરી એકવાર સોશિયલ મીડિયા પર છવાયેલો છે.

ગાય મા-દીકરી ભૂસાથી કંટાળીને ગોલગપ્પા પર તૂટી પડ્યા હોય એવું લાગી રહ્યું છે. લોકો એવો અંદાજો લગાવી રહ્યા છે કે, ગાય પણ એક જ વસ્તુ એટલે કે ભૂસાથી કંટાળી છે. તેથી તે ટેસ્ટી ખોરાકની શોધમાં નીકળી પડી અને સીધી પાણીપુરીની લારીએ જઈને ઉભી રહી છે. અને ઘણા ઉત્સાહથી સ્વાદ માણ્યો. વીડિયોને 1.80 લાખથી વધુ વ્યૂઝ અને 8 હજારથી વધુ લાઈક્સ મળી છે. લોકો પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

Next Article