Kerala Viral Video : ચારે તરફ ભરાયેલું હતું પાણી, લગ્નના મંડપમાં પહોંચવા માટે વાસણમાં બેસી કપલે કરી મુસાફરી

|

Oct 19, 2021 | 1:45 PM

તેમના લગ્ન સોમવારે હતા અને ચારે તરફ પાણી ભરાયુ હોવા છતાં લગ્ન કરવાનો નિર્ણય લીધો. તેમણે કહ્યુ કે લગ્ન એક સારો પ્રસંગ હોય છે અને સારા કામમાં મોડું ન કરવું જોઇએ.

Kerala Viral Video : ચારે તરફ ભરાયેલું હતું પાણી, લગ્નના મંડપમાં પહોંચવા માટે વાસણમાં બેસી કપલે કરી મુસાફરી
Couple sails in cooking vessel to reach wedding venue in Kerala amid flood

Follow us on

Flood in Kerala : કેરળમાં ભારે વરસાદ અને પૂરને કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. કેરળથી ભયાનક તસવીરો સામે આવી રહી છે. પરંતુ હાલમાં એક એવો વીડિયો વાયરલ (Viral Video) થઇ રહ્યો છે જેને જોઇનો લોકોને સુકુન મળી રહ્યુ છે અને તેમના ચહેરા પર સ્મિત પણ આવી રહ્યુ છે.

પૂરની સ્થિતી વચ્ચે એક દંપતીએ અનોખી રીતે લગ્ન કર્યા. બંને રસોઈના વાસણમાં બેઠા અને પાણી ભરેલા લગ્નમંડપમાં પહોંચ્યા. અહીં સતત વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. આવા સંજોગોમાં પણ દંપતીએ હાર ન માની. તેઓ પાણીથી ભરેલા મેરેજ હોલમાં કેવી રીતે પહોંચ્યા જુઓ તેનો વીડિયો.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

આ દંપતીએ અલાપ્પુઝા નજીક થકાઝીના સ્થાનિક મંદિરમાં તેમના લગ્ન માટે પહોંચવા પરંપરાગત તાંબાના રસોઈના વાસણમાં (Cooking Vessel) બેસીને લગભગ 500 મીટરની મુસાફરી કરી હતી. વરરાજા અને દુલ્હન બંને આરોગ્ય કર્મચારીઓ છે જે ચેંગન્નૂરની એક હોસ્પિટલમાં કામ કરે છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમના લગ્ન સોમવારે હતા અને ચારે તરફ પાણી ભરાયુ હોવા છતાં લગ્ન કરવાનો નિર્ણય લીધો. તેમણે કહ્યુ કે લગ્ન એક સારો પ્રસંગ હોય છે અને સારા કામમાં મોડું ન કરવું જોઇએ. વરસાદ અને કોરોના રોગચાળાને કારણે, આ લગ્નમાં ખૂબ જ મર્યાદિત સંખ્યામાં સંબંધીઓએ હાજરી આપી હતી.

લગ્ન પછી, દંપતી આકાશ (Akash) અને ઐશ્વર્યાએ (Aishwarya) કહ્યું કે કોરોનાને કારણે તેઓએ ઓછામાં ઓછા લોકોને બોલાવ્યા. આકાશ અને ઐશ્વર્યાએ જણાવ્યું કે જ્યારે તેઓ થોડા દિવસો પહેલા મંદિર પહોંચ્યા ત્યારે ત્યાં પાણી નહોતું, પરંતુ છેલ્લા બે દિવસથી ચાલી રહેલા ભારે વરસાદ બાદ તે પાણીથી ભરાઈ ગયું હતું.

આકાશે કહ્યું કે તે પાણીમાં મુસાફરી કરવાથી ડરતો નથી, જ્યારે ઐશ્વર્યાએ કહ્યું કે અમે બધા ખુશ છીએ કે લગ્ન શુભ સમયે થયા. વાસણની મદદથી યાત્રાનું આયોજન કરનાર એક સંબંધીએ જણાવ્યું કે, મંદિર નજીકના કેટલાક વિસ્તારો લગભગ પાણીમાં ડૂબી ગયા હતા, પરંતુ અમે કન્યા અને વરરાજા બંનેને સમયસર લાવવામાં સફળ રહ્યા.

આ પણ વાંચો –

Uttarakhand: નૈનીતાલ જિલ્લાના રામગઢ ગામમાં વાદળ ફાટ્યું, કેટલાક કાટમાળમાં દટાયા; તંત્રે હાથ ધરી બચાવ રાહત કામગીરી

આ પણ વાંચો –

ઇન્સ્ટાગ્રામ પર ફૂડની તસવીરો પોસ્ટ કરીને જમવાથી તમારું વજન વધી શકે છે: સ્ટડીમાં ચોંકાવનારો ખુલાસો

આ પણ વાંચો –

PM MODI 31 ઓકટોમ્બરે ગુજરાત નહીં આવે, અમિત શાહ એકતા પરેડમાં હાજરી આપે તેવી શક્યતા

Next Article