AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video : અમદાવાદના ચોકલેટ બ્રાઉની પાને ઈન્ટરનેટ પર મચાવી ધમાલ, યુઝર્સ કહ્યુ “યે તો બહોત હો ગયા ભાઈ “

આજકાલ સોશિયલ મીડિયા પર ચોકલેટ બ્રાઉની પાન નો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વિચિત્ર પાન જોઈને યુઝર્સ આશ્વર્ય ચકિત થઈ ગયા છે.

Video : અમદાવાદના ચોકલેટ બ્રાઉની પાને ઈન્ટરનેટ પર મચાવી ધમાલ, યુઝર્સ કહ્યુ યે તો બહોત હો ગયા ભાઈ
chocolate brownie Paan video goes viral
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 11, 2021 | 5:33 PM
Share

Viral Video : એવું લાગે છે કે જાણે દેશમાં વિચિત્ર વાનગીઓ બનાવવાની સ્પર્ધા ચાલી રહી છે. થોડા દિવસો પહેલા અમદાવાદમાં એક સ્ટ્રીટ ફૂડ સ્ટોલે ઓરીઓ બિસ્કીટ પકોડા રેસિપીએ યુઝર્સનું ધ્યાન ખેંચ્યું હતું. હવે અમદાવાદમાંથી પાન અને ચોકલેટ બ્રાઉનીના(Chocolate Brownie)  કોમ્બોની વિચિત્ર રેસિપીનો (Recipe) વીડિયો સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. આ વિચિત્ર રેસિપી જોઈને યુઝર્સ દંગ રહી ગયા છે.

તમને જણાવી દઈએ કે આ દિવસોમાં મોટાભાગના ખાણીપીણી અથવા સ્ટોલ માલિકો (Stole Owner) ગ્રાહકોને લલચાવવા માટે ખાદ્ય પદાર્થો સાથે પ્રયોગ કરવાનું શરૂ કર્યુ છે. ક્યારેક આ પ્રયોગો ખોરાકને વધુ સ્વાદિષ્ટ બનાવે છે. પરંતુ કેટલીકવાર આ દુકાનદારો કંઇક આવું કરી નાખે છે, જેને જોયા પછી લોકો ગુસ્સો થઈ જાય છે. હાલમાં પાન અને બ્રાઉનીનો એક અજીબોગરીબ કોમ્બિનેશન રેસિપી વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેને લઈને યુઝર્સ ખૂબ જ નારાજ છે.

જુઓ વીડિયો

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ તવા પર નાની પ્લેટ ગરમ કરી રહ્યો છે. બાદમાં તે તેના પર ચોકલેટ સોલ્યુશન રેડે છે. પછી તે દ્રાવણમાં બ્રાઉની મૂકીને તેની ઉપર આઈસ્ક્રીમ(Ice Cream)  મુકે છે. પાનની આ અજીબોગરીબ રેસિપી જોઈને લોકો ખૂબ ગુસ્સામાં છે.

વીડિયો ઈન્ચરનેટ પર વાયરલ

આ વીડિયોને રમણ નામના વ્યક્તિએ @Dhuandhaar ટ્વિટર પરથી શેર કર્યો છે. વીડિયો શેર કરતા રમણે કેપ્શનમાં લખ્યું, ‘પાન અને બ્રાઉની કોમ્બો… માત્ર અમદાવાદ, ગુજરાતમાં જ જોઈ શકાય છે.’ તેની સાથે આ વ્યક્તિએ થમ્પ્સ અપનું ઈમોજી પણ મૂક્યું છે. 9 નવેમ્બરે શેર કરાયેલા આ વીડિયોને લગભગ 1.5 લાખ વ્યૂઝ આવ્યા છે. સોપારી સાથેના આ અજીબોગરીબ પ્રયોગ બાદ યુઝર્સ કંઈક આવી પ્રતિક્રિયા આપી છે.

એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું, “શાનદાર અમદાવાદી પાન… પણ ભાઈ, આગલી વખતે પાનને તવા પર મસાલો નાખીને તળીને ના બનાવશો.” તે જ સમયે, અન્ય એક યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું, યે તો બહોત હો ગયા ભાઈ. જ્યારે અન્ય યુઝર્સ (Users) પણ રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો: Funny Video : રણમાં રસોઈ ! શેફનો અજીબોગરીબ કુકિંગ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો

આ પણ વાંચો: Video: આ દુલ્હને તો ભારે કરી ! ગુસ્સે થયેલી દુલ્હને લગ્નમાં કંઈક એવુ કર્યુ કે મહેમાનોના હોંશ ઉડી ગયા

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">