દિલ જીતી લે એવા કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વારંવાર આવતા રહે છે. જેને જોયા બાદ યૂઝર્સને ભરપૂર મનોરંજનની સાથે તેમને ઘણી હડવાશ પણ મળે છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક બાળક સ્ટ્રીટ આર્ટિસ્ટ સંગીતકારની ધૂનમાં લીન થઈ જાય છે. જેમાં બાળકની ક્યૂટ હરકતોએ યુઝર્સના દિલ જીતી લીધા છે.
સામાન્ય રીતે હવે જન્મ લેતા બાળકો એટલા ટેલેન્ટેડ હોય છે કે તેમને કઈ શિખવવુ પડતુ નથી. તે મોટા લોકો જે કરે તેને એક વાર જોઈને એ કામ કરવા લાગે છે. તેમને જે મન થાય તે કરી લે છે. ત્યારે આ વીડિયોમાં જોઈ શકાય છે કે બાળક પહેલા સ્ટ્રીટ સંગિતકારના ઢોલકની ધૂન પર નાચવા લાગે છે અને પછી જાતે જ તેની પાસે જઈ તે ઢોલક તે મ્યુઝિશિયનની ધૂન પર વગાડવા લાગે છે. ત્યારે સામેથી આવી રહેલા લોકો પણ તેને જોઈને ખુશ થઈ જાય છે.
Little boy stealing the show.. 😊 pic.twitter.com/saNSkbf8m8
— Buitengebieden (@buitengebieden) March 18, 2023
આ વીડિયોમાં એક બાળક રોડ ચાલતું જોવા મળે છે. આ દરમિયાન, રસ્તા પર સ્ટ્રીટ આર્ટિસ્ટ સંગીત વગાડીને તેની કળાનું પ્રદર્શન કરતો હોય છે. જેની ધૂન તે બાળકના હૃદયને સ્પર્શી જાય છે. જે બાદ બાળક તેની ધૂન પર ડાન્સ કરતો જોવા મળે છે.
વાયરલ થઈ રહેલા આ વીડિયોને @buitengebieden નામની ટ્વિટર પ્રોફાઇલ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં એક નાનું બાળક સ્ટ્રીટ આર્ટિસ્ટની ધૂન પર ડાન્સ કરતો જોવા મળે છે. જે દરમિયાન રસ્તા પર આવતા-જતા લોકો પણ બાળકને જોઈને ખૂબ જ પ્રભાવિત થાય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે બાળકને સ્ટ્રીટ મ્યુઝિશિયનની ધૂન એટલી પસંદ છે કે તે આગળ આવે છે અને તેનું ડ્રમ પણ વગાડવાનો પ્રયાસ કરે છે.
હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેને આ સમાચાર લખ્યા ત્યાં સુધી 9 લાખ 65 હજારથી વધુ યુઝર્સ જોઈ ચૂક્યા છે. તે જ સમયે, 66 હજારથી વધુ વપરાશકર્તાઓએ તેને પસંદ કર્યું છે. વીડિયો જોઈને યૂઝર્સ સતત પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળે છે. કેટલાક વપરાશકર્તાઓ આ વિડિયોને શાનદાર કહી રહ્યા છે. કેટલાક યુઝર્સનું કહેવું છે કે બાળકે પોતાની ક્યૂટ હરકતોથી બધાના દિલ ચોરવાનું કામ કર્યું છે.