AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું તમે ધોની-યુવરાજ ઉપરાંત આ નેતાઓના અવાજમાં ‘ચન્ના મેરેયા’ ગીત સાંભળ્યું છે? અરિજીત સિંહ પણ બનશે ફેન

ડીજે કલાકારે કેટલો અદ્ભુત વીડિયો બનાવ્યો છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી એટલે કે AIથી તેણે અરિજિત સિંહનું 'ચન્ના મેરેયા' ગીત પીએમ મોદી અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ ઉપરાંત ઘણા ક્રિકેટરોના અવાજ મિક્ષ કરીને નવું ગીત બનાવ્યું છે.

શું તમે ધોની-યુવરાજ ઉપરાંત આ નેતાઓના અવાજમાં 'ચન્ના મેરેયા' ગીત સાંભળ્યું છે? અરિજીત સિંહ પણ બનશે ફેન
Channa Mereya song
| Updated on: Nov 28, 2023 | 9:20 AM
Share

કેટલાક એવા ગાયકો છે જેમના લગભગ દરેક ગીતને પસંદ કરવામાં આવે છે અને લોકોના દિલને સ્પર્શે છે. આવા જ એક સિંગર છે અરિજીત સિંહ, જેમના અવાજને દુનિયાના લોકોને પાગલ કરે છે. તેમના દરેક ગીતો જબરદસ્ત હિટ સાબિત થાય છે અને ખાસ કરીને અરિજિત સિંહના ઈમોશનલ ગીતો એવા છે કે તેમને સાંભળીને લોકોના આંસુ વહી જાય છે. આવું જ એક ગીત છે ‘ચન્ના મેરેયા’.

જે રણબીર કપૂરની ફિલ્મ ‘એ દિલ હૈ મુશ્કિલ’નું લોકપ્રિય ગીત છે. અરિજિત સિંહના અવાજમાં આ ગીત તમે ઘણું સાંભળ્યું હશે. પણ તમે વિચારો કે જો આ ગીત ક્રિકેટરો તેમજ દેશના મોટા નેતાઓએ ગાયું હોત તો શું થયું હોત? અને AIએ આ વાત સાચી પાડી છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.

AI ની મદદથી કરી છે કોપી

હકિકતમાં જોઈએ તો એક પ્રોફેશનલ ડીજે આર્ટિસ્ટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે AI ઉપયોગ કરીને પીએમ મોદી, ક્રિકેટર ધોની અને યુવરાજ સિંહ, સિંગર રાહત ફતેહ અલી ખાન, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, જુબિન નૌટિયાલ, આતિફ અસલમ અને બી પ્રાક અને ઘણા લોકો માટે ‘ચન્ના મેરેયા’ ગીત વગાડ્યું હતું અને અલગ-અલગ નેતા અને દિગ્ગજોના અવાજમાં ગાયું છે.

આ ગીત સાંભળ્યા પછી તમે ઓળખી શકશો નહીં કે આ નેતાઓ, ગાયકો અને ક્રિકેટરોના અવાજની કોપી કરેલી છે. તમને લાગશે કે આ તેમનો એકદમ વાસ્તવિક અવાજ છે. આજકાલ AI ની મદદથી કોઈપણના અવાજની કોપી કરવી ખૂબ જ સરળ બની ગઈ છે. ડીજે કલાકારે તેનો ફાયદો ઉઠાવીને એક અદ્ભુત વીડિઓ બનાવ્યો છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે અને મજા માણી રહ્યા છે.

અહીંયા જુઓ મ્યુઝિક વીડિયો……..

View this post on Instagram

A post shared by DJ MRA (@djmrasingh)

(Credit Source : djmrasingh)

આ અદ્ભુત સોન્ગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર djmrasingh નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. જેને અત્યાર સુધીમાં 23 મિલિયન એટલે કે 2.3 કરોડથી વધુ વખત જોવામાં આવ્યો છે. તેને 10 લાખથી વધારે લોકોએ લાઈક કર્યો છે.

વાયરલ વીડિયોમાં આ કોમ્બિનેશન સાંભળ્યા પછી લોકોએ વિવિધ પ્રકારની કોમેન્ટ્સ પણ કરી છે. એક યુઝરે લખ્યું છે કે, ‘અદનાન સામી અને આતિફ અસલમનો અવાજ દિલને સ્પર્શી ગયો છે’, જ્યારે બીજા યુઝરે રમૂજી રીતે લખ્યું છે કે, ‘મોદીજીને મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં ન લાવો’.

Disclaimer : આ આર્ટિકલ ફેક્ટ ચેક કરવામાં આવ્યો છે, આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો છે. જેની પુષ્ટી TV9 ગુજરાતી કરતુ નથી.

 ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">