Viral Video : જ્યારે યમરાજ રજા પર હોય ત્યારે આવું થાય ! વિશ્વાસ ન આવતો હોય તો જુઓ આ વીડિયો

|

May 22, 2022 | 12:19 PM

આ ચોંકાવનારો વીડિયો (Shocking Video) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેયર કરવામાં આવ્યો છે. માત્ર 7 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 4 લાખ 90 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે.

Viral Video : જ્યારે યમરાજ રજા પર હોય ત્યારે આવું થાય ! વિશ્વાસ ન આવતો હોય તો જુઓ આ વીડિયો
Car Acident shocking Video

Follow us on

કાર (Car) હંમેશા સાવધાનીથી ચલાવવી જોઈએ, નહીંતર તમે અકસ્માતનો શિકાર બની શકો છો. મોટા ભાગના લોકો આવા કામો કરતા હોય છે, પરંતુ કેટલાક લોકોને  તેનાથી કોઈ ફર્ક પડતો નથી. તેનું મન કરે એવું જ તો કરે છે. તેઓ રસ્તાઓ પર અંધાધૂંધ ગતિએ વાહનો ચલાવે છે અને આવા કિસ્સામાં તેઓ સહેજ ભૂલને કારણે પોતાનો જીવ ગુમાવે છે અને બીજાના જીવને પણ જોખમમાં મૂકે છે. કેટલાક લોકો એવા પણ હોય છે કે જેઓ ખતરનાક જગ્યાઓ, જેમ કે ઉંચી ટેકરીઓ અથવા કિનારા પર વાહન ચલાવવાના શોખીન હોય છે. પરંતુ કદાચ તેમને એ વાતનો ખ્યાલ નથી કે જો આવી જગ્યાએ અકસ્માતો થાય તો તેમનું શું થશે. આજકાલ સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે, જેને જોઈને તમારા રૂંવાડા ઉભા થઈ જશે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક કાર એક ટેકરીની બાજુથી ખૂબ જ સ્પીડમાં આવે છે અને તેનું વ્હીલ ધાર પર પડતાં જ તે હવામાં ઉડી જાય છે અને હવામાં પલટી મારતી વખતે સીધી રોડ પર આવે છે અને પછી આગળ વધે છે. તે ભાગ્યશાળી છે કે કાર સુરક્ષિત રીતે રસ્તા પર પડી, જો તે પહાડી પરથી નીચે પડી તો ડ્રાઈવરનો જીવ પણ જઈ શકત. આવી સ્થિતિમાં કાર ચાલકના તમામ સ્ટંટ, તમામ હીરોપંતી પળવારમાં નીકળી ગયા હશે. એટલા માટે કહેવાય છે કે આવા સ્ટંટ કરવાથી બચવું જોઈએ. આ વીડિયોએ લોકોને ચોંકાવી દીધા છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

વીડિયો જુઓ………

આ હૃદયદ્રાવક વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર suvclub_07 નામની આઈડીથી શેયર કરવામાં આવ્યો છે. માત્ર 7 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 4 લાખ 90 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. જ્યારે હજારો લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે અને વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ પણ આપી છે.

કેટલાકે તેને ચોંકાવનારો વીડિયો ગણાવ્યો છે, તો કેટલાકે તેને ‘વીડિયો ગેમ’ ગણાવી છે. એક યુઝરે લખ્યું છે કે, ‘ભગવાને ડ્રાઈવરને બીજી તક આપી છે’, જ્યારે અન્ય એક યુઝરે મજાકમાં લખ્યું છે કે, ‘કદાચ યમરાજ રજા પર હતા’.

Next Article