Funny Video: ભેંસ સાથે મસ્તી ભારે પડી ! ગુસ્સે થયેલી ભેંસે આન્ટીજીના હાલ કર્યા બેહાલ

|

Jan 16, 2022 | 4:56 PM

આ દિવસોમાં એક રમુજી વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે,જેમાં ભેંસ સાથે મસ્તી કરવી એક મહિલાને ભારે પડી જાય છે.

Funny Video:  ભેંસ સાથે મસ્તી ભારે પડી ! ગુસ્સે થયેલી ભેંસે આન્ટીજીના હાલ કર્યા બેહાલ
Buffalo attack on woman

Follow us on

Funny Video: સોશિયલ મીડિયા પર દરરોજ પ્રાણી સંબંધિત વીડિયો વાયરલ થતા જોવા મળે છે. જેમાં કેટલાક વીડિયોમાં પ્રાણીની (Animals) હરકત જોઈને યુઝર્સ આશ્ચર્યચકિત થઈ જાય છે. ત્યારે કેટલાક વીડિયો જોઈને લોકો હસીને લોટપોટ થઈ જાય છે. સામાન્ય રીતે એવુ કહેવામાં આવતુ હોય છે કે પ્રાણીઓ સાથે મજાક કરવી ખતરનાક સાબિત થઈ શકે છે. તાજેતરમાં આવો જ એક વીડિયો ઈન્ટરનેટ પર સામે આવ્યો છે. જેમાં એક મહિલાને ભેંસ (Buffalo) સાથે મસ્તી કરવી ભારે પડી જાય છે. આ વીડિયો જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો.

ગુસ્સે થયેલી ભેંસે કર્યુ કંઈક આવુ…!

વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક ભેંસ આરામથી ઉભી છે. ત્યારે તેની પાસે ઉભેલી એક મહિલાને મસ્તી સૂઝે છે. તે ક્યારેક તે ભેંસને હાથ વડે મારવાનો પ્રયાસ કરે છે તો ક્યારેક તેના પર પગ મૂકે છે. આ કરતી વખતે મહિલા ખૂબ જ ખુશ દેખાઈ રહી છે. થોડીવાર બાદ આ મહિલા ભેંસ પર બેસવાનો પ્રયત્ન કરે છે. પરંતુ, બીજી જ ક્ષણે ભેંસ એવી ગુસ્સે થઈ જાય છે કે આ મહિલાને હવામાં ઉછાળીને નીચે પાડી દે છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા (social media) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

જુઓ વીડિયો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

રમુજી વીડિયોએ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી

આ રમુજી વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર ‘Nirmala Vaishnav’ નામના યુઝર દ્વારા શેર કરવામાં આવ્યો છે. આ રમુજી વીડિયો યુઝર્સને ખુબ પસંદ આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે આ વીડિયોને અત્યાર સુધીમાં 70 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે.

લોકો આ વીડિયો એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. વીડિયો પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યુ કે ભેંસે મહિલાને બરાબરનો પાઠ ભણાવ્યો. જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે હવે મહિલા કોઈ પ્રાણીની મસ્તી કરતા પહેલા સો વખત વિચારશે. આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા (Funny Comments) આપતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : Video : નાની બાળકીએ બાહુબલી સોંગ પર કર્યો ગજબનો ક્લાસિકલ ડાન્સ, એક્સપ્રેશન જોઈને યુઝર્સ પણ મંત્રમુગ્ધ થયા

Published On - 4:43 pm, Sun, 16 January 22

Next Article