આ કપલે તો ભારે કરી ! લગ્નમાં ડાન્સ કરતી વખતે આ દુલ્હા-દુલ્હન પડી ગયા, Video જોઇને તમે પણ હસીને લોટપોટ થઈ જશો

આજકાલ એક લગ્નનો વીડિયો ખુબ ચર્ચામાં આવ્યો છે.લગ્નમાં આ દુલ્હા-દુલ્હન ડાન્સ કરતી વખતે જે રીતે પડે છે, તે જોઈને તમને પણ હસવુ આવશે.

આ કપલે તો ભારે કરી ! લગ્નમાં ડાન્સ કરતી વખતે આ દુલ્હા-દુલ્હન પડી ગયા, Video જોઇને તમે પણ હસીને લોટપોટ થઈ જશો
bride and groom falls down while dancing

Funny Video : દરેક વ્યક્તિના જીવનમાં ઘણી ખાસ ક્ષણો આવે છે, પરંતુ તેમાંથી સૌથી મહત્વનો સમય લગ્નનો દિવસ છે. આ જ કારણ છે કે લોકો તેમના લગ્નને ખાસ બનાવવા માટે તમામ વ્યવસ્થા કરે છે. આ ક્ષણને યાદગાર બનાવવા માટે કોઇપણ કપલ કંઇક અલગ કરવાનું વિચારે છે. પરંતુ કેટલીકવાર આવા પ્રસંગો પર આવી રમુજી ઘટનાઓ(Funny Moments) બને છે, જે લોકોને ખૂબ હસાવે છે. આવો જ એક વીડિયો આ દિવસોમાં ફરી સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે.

લગ્નમાં ઉત્સાહિત કપલના ડાન્સ દરમિયાન કંઈક આવુ થયુ

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, વરરાજા લગ્નના દિવસે ખૂબ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. બાદમાં દુલ્હા-દુલ્હન ડાન્સ ફ્લોર (Dance Floor) પર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.પરંતુ એ દરમિયાન બંને ધડામ દઈને નીચે પડે છે.આ જોઈને લગ્નમાં આવેલા મહેમાનો પણ હસત જોવા મળે છે.આ ઉત્સાહિત કપલનો વીડિયો હાલ ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

જુઓ વીડિયો

આ રમુજી વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર haitianbeauty25 નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે,યુઝર્સ આ વીડિયો એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.જેમાં એક યુઝર્સ લખ્યુ કે, આ કપલ ખુબ ઉત્સાહિત હતુ,જેને કારણે આ થયુ.જ્યારે અન્ય યુઝર્સ લખ્યુ કે, વરરાજાને(Groom) જોઈને લાગે છે કે તેને જરા પણ ડાન્સ આવડતો નથી.

આ પણ વાંચો: હવે ફેસબુક નહી રહે ! ફેસબુકની આ જાહેરાત પર સોશિયલ મીડિયા યૂઝર્સે આપ્યા આ ફની રિએક્શન

આ પણ વાંચો: Ajab-Gajab: ઘરમાં આવનાર મહેમાન માટે બનાવી નિયમ બુક, બાળકને મળવા માટે કરવું પડશે આ નિયમનું પાલન

Click on your DTH Provider to Add TV9 Gujarati