હવે ફેસબુક નહી રહે ! ફેસબુકની આ જાહેરાત પર સોશિયલ મીડિયા યૂઝર્સે આપ્યા આ ફની રિએક્શન

રિપોર્ટ અનુસાર, હવે એક કંપની બનાવવામાં આવી રહી છે, જેની અંદર આ ત્રણેય સોશિયલ મીડિયા એપ વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક તેમજ ઓક્યુલસ સહિત અન્ય તમામ પ્રોડક્ટ્સ હશે.

હવે ફેસબુક નહી રહે ! ફેસબુકની આ જાહેરાત પર સોશિયલ મીડિયા યૂઝર્સે આપ્યા આ ફની રિએક્શન
Facebook plans to change its name

આજના સમયમાં, સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ ફેસબુક (Facebook) પર દુનિયાના અડધા લોકો છે અને ખૂબ સક્રિય પણ છે. આ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં વડીલોથી લઈને બાળકો દરેક પોતાના વિચારો શેર કરતા રહે છે. તમે બધા જાણતા હશો કે ફેસબુક છેલ્લા 17 વર્ષથી આ જ નામથી ઓળખાય છે, પરંતુ હવે તેના રિ-બ્રાન્ડિંગની તૈયારીઓ ચાલી રહી છે. હા આ સાચું છે! આ જાણ્યા પછી, સોશિયલ મીડિયા પર મીમ્સનું (Memes) પૂર આવ્યું છે.

તમને જણાવી દઈએ કે હવે ફેસબુકનું નામ જલ્દીથી બદલાવા જઈ રહ્યું છે અને ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગ તેના વિશે જાણકારી આપવા જઈ રહ્યા છે. આગામી સપ્તાહમાં ફેસબુક પર એક ઇવેન્ટમાં નવા નામની જાહેરાત થઇ શકે છે. એક રિપોર્ટ અનુસાર, 28 ઓક્ટોબરે ફેસબુક કોન્ફરન્સ થવાની છે, જેમાં માર્ક ઝુકરબર્ગ ફેસબુકના નવા નામની જાહેરાત કરી શકે છે. હવે આ સમાચાર પછી, સોશિયલ મીડિયા પર ઘણાં મીમ્સ જોવા મળી રહ્યા છે.

 

રિપોર્ટ અનુસાર, હવે એક કંપની બનાવવામાં આવી રહી છે, જેની અંદર આ ત્રણેય સોશિયલ મીડિયા એપ વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક તેમજ ઓક્યુલસ સહિત અન્ય તમામ પ્રોડક્ટ્સ હશે.

તમને જણાવી દઈએ કે ગૂગલે પણ આવું જ કામ કર્યું હતું. ગૂગલે તેની તમામ સેવાઓ માટે આલ્ફાબેટ ઇન્ક નામની પેરેન્ટ કંપની બનાવી હતી. ઉપરાંત, તમને એ પણ જણાવી દઈએ કે વર્ષ 2004 માં માર્ક ઝુકરબર્ગે કહ્યું હતું કે ફેસબુકનું ભવિષ્ય મેટાવર્સ કોન્સેપ્ટમાં રહેલું છે. મેટાવર્સ એટલે એવી દુનિયા કે જેમાં લોકો ભૌતિક રીતે હાજર ન હોય તો પણ અસ્તિત્વમાં રહેશે. શબ્દ મેટાવર્સ વર્ચ્યુઅલ રિયાલિટી અને ઓગ્મેન્ટેડ રિયાલિટી સમાન છે.

આ પણ વાંચો –

રામાયણ સિરિયલમાં પ્રસિદ્ધ પાત્ર ભજવનાર દિગ્ગજ અભિનેતા ચંદ્રકાંત પંડયાનું નિધન, 100 થી વધુ ફિલ્મોમાં અભિનય

આ પણ વાંચો –

Covid 19: ભારત આજે રચશે સ્વર્ણિમ ઇતિહાસ ! 100 કરોડ વેક્સિન ડોઝના આંકડા થશે પાર, જાણો કઈ રીતે કરશે ઉજવણી ?

આ પણ વાંચો –

Uttrakhand Rain: ઉત્તરાખંડમાં ભારે વરસાદથી પ્રભાવિત વિસ્તારોનું આજે હવાઈ નિરીક્ષણ કરશે ગૃહ મંત્રી અમિત શાહ, અત્યાર સુધી 55ના મોત

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati