રસ્તા પર સ્ટંટ કરવા આ છોકરાને ભારે પડ્યા ! સ્ટંટના ચક્કરમાં કંઈક એવુ થયુ કે યુઝર્સના ઉડી ગયા હોંશ,જુઓ VIDEO

વીડિયોમાં એક છોકરો સાઈકલ પર સ્ટંટ કરતો જોવા મળી રહ્યો છે, પરંતુ આ દરમિયાન કંઈક એવુ થાય છે કે તે જોઈને યુઝર્સ પણ ચોંકી ગયા છે.

રસ્તા પર સ્ટંટ કરવા આ છોકરાને ભારે પડ્યા ! સ્ટંટના ચક્કરમાં કંઈક એવુ થયુ કે યુઝર્સના ઉડી ગયા હોંશ,જુઓ VIDEO
Stunt video goes viral
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 04, 2021 | 7:34 AM

Viral Video : આજકાલ લોકો ફેમસ થવા માટે કોઈ પણ હદ સુધી જાય છે. કેટલીકવાર લોકો તેમની જીંદગીને પણ જોખમમાં મુકતા અચકાતા નથી. સોશિયલ મીડિયા પર અવારનવાર સ્ટંટ વીડિયો (Stunt Video) વાયરલ થતા જોવા મળે છે,જેમાં કેટલાક ખતરનાક સ્ટંટ કરવાના ચક્કરમાં લોકોના હાલ-બેહાલ થાય છે.તાજેતરમાં આવો જ એક સ્ટંટ વીડિયો ઈન્ટરનેટ (Internet) પર વાયરલ થઈ રહ્યો છે.જેમાં સ્કૂલ યુનિફોર્મમાં આ છોકરો સાઈકલ (Bicycle Stunt) પર સ્ટંટ કરતો જોવા મળે છે.

દિલઘડક વીડિયો થયો વાયરલ

Weight Loss Tips : ઝડપી વજન ઘટાડવાથી સ્વાસ્થ્ય પર થાય છે ખરાબ અસર ! જાણો કારણ
કુંભ મેળામાં સાધ્વી બનશે Apple ના સ્થાપકની પત્ની,અઢળક રૂપિયાની છે માલકિન
મકરસંક્રાંતિ પર બની રહ્યો શુભ સંયોગ ! આ 3 રાશિના જાતકોને ધન લાભના સંકેત
Hotel : OYOનું પૂરુ નામ જાણો, અડધાથી વધારે લોકોને નહીં ખબર હોય
આ દેશની મહિલાઓ સાથે લગ્ન કરવા પર મળે છે પૈસા ! જાણો અહીં
મકરસંક્રાંતિ પર રાશિ પ્રમાણે કરો દાન, આખું વર્ષ મળશે ફળ

કહેવાય છે કે લોકોને આ જીવન બહુ મુશ્કેલીથી મળ્યુ છે. પરંતુ, ઘણા લોકો તેની પરવા કરતા નથી અને પોતાનો જીવ દાવ પર લગાવી દે છે. આ વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે એક છોકરો તેની જિંદગી સાથે રમત રમી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા(Social Media)  પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર ‘__ig.mehul’ નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને લાખો વ્યુઝ મળી ચૂક્યા છે.

જુઓ વીડિયો

સ્ટંટના ચક્કરમાં કંઈક આવુ થયુ !

વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે બે છોકરાઓ સાઈકલ(Bicycle)  પર જઈ રહ્યા છે. એક છોકરો સાયકલને ઓવરટેક કરીને આગળ નીકળી જાય છે, બાદમાં તેનો મિત્ર તેને ઓવરટેક કરવા ગજબનો સ્ટંટ કરતો જોવા મળે છે. આ સ્ટંટના ચક્કમાં તે રસ્તા વચ્ચે જ ધડામ દઈને નીચે પડે છે.જો કે સદનસીબે કોઈ વાહન ન આવતુ હોવાથી આ છોકરો બચી ગયો હતો.યુઝર્સ આ વીડિયોને (Video)શેર કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

વીડિયો પર લોકોની પ્રતિક્રિયાઓ આપતા એક યુઝરે લખ્યુ કે, ‘આને જોશમાં હોંશ ગુમાવવા કહેવાય’. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, ‘આ મોતને આમંત્રણ આપવા જેવું છે’. જ્યારે અન્ય યુઝર્સ પણ આ છોકરાને સલાહ આપતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : Viral Video: નોરા ફતેહીના ગીત પર હવે આફ્રિકને કર્યું જબરદસ્ત લિપ્સિંગ, જુઓ ‘કુસુ કુસુ’નું આફ્રિકન વર્ઝન

!

આ પણ વાંચો : IMD Alert: આંધ્રપ્રદેશના દરિયાકાંઠે આગળ વધી રહ્યું છે તોફાન ‘જવાદ’, ઝડપ 100 કિમી પ્રતિ કલાક રહેવાની ધારણા, ભારે વિનાશ સર્જી શકે છે

g clip-path="url(#clip0_868_265)">