AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video : આ ટેણિયાને તરત જ મળ્યુ કર્મનુ ફળ, વીડિયો જોઈ યુઝર્સ કહ્યુ “આવો ન્યાય તો ભગવાન પણ ન કરી શકે”

તાજતેરમાં સોશિયલ મીડિયા પર એક રમુજી વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં બાળકને જે રીતે તેના કર્મનુ ફળ મળે છે તે જોઈને તમને પણ હસવુ આવશે.

Video :  આ ટેણિયાને તરત જ મળ્યુ કર્મનુ ફળ, વીડિયો જોઈ યુઝર્સ કહ્યુ આવો ન્યાય તો ભગવાન પણ ન કરી શકે
Boy playing basketball
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 12, 2022 | 2:20 PM
Share

Funny Video : સામાન્ય રીતે એવુ કહેવાય છે કે દરેક વ્યક્તિને કર્મનું ફળ એક યા બીજા દિવસે મળે છે. ઘણી વાર લોકોએ તેના ખરાબ કર્મોનું પરિણામ ભોગવવું પડતુ છે. જોકે કેટલીકવાર લોકોને તેમના ખરાબ કાર્યોનું ત્વરિત પરિણામ મળી જાય છે. સોશિયલ મીડિયા (Social Media) પર અવારનવાર આવા ઘણા વીડિયો વાયરલ (Viral) થતા હોય છે, જે ખૂબ જ ફની હોય છે. આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં બાળકને (Child) જે રીતે તેના કર્મનું (Karma) ફળ મળે છે તે જોઈને તમને પણ હસવુ આવશે.

ટેણિયાએ ગુસ્સે થઈને કર્યુ કંઈક આવુ…!

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક બાળક બાસ્કેટબોલ (Basketball) રમી રહ્યો છે. તે દૂરથી દોડીને આવે છે અને બાસ્કેટમાં બોલ નાખવાનો પ્રયત્ન કરે છે, પરંતુ બોલ ટોપલીની અંદર જઈ શકતો નથી. આ પછી તે ત્યાંથી ઉભો રહીને વધુ એક વખત બાસ્કેટમાં બોલ નાખવાનો પ્રયાસ કરે છે, પરંતુ આ વખતે પણ તે નિષ્ફળ જાય છે.

જુઓ વીડિયો

રમુજી વીડિયોએ ઈન્ટરનેટ પર મચાવી ધમાલ

જો કે આ દરમિયાન બાસ્કેટ પોલ નીચે સરકી જાય છે, ત્યારબાદ છોકરો(Boy)  આરામથી બોલ તેમાં નાખે છે, પરંતુ છેલ્લી બે વખતની નિષ્ફળતાથી તે ગુસ્સે થઈ જાય છે અને પોતાનો ગુસ્સો ટોપલીના પોલ પર જ કાઢવા લાગે છે. તે ટોપલીના પોલ પર જોરદાર લાત મારે છે, પરંતુ પોલ ફ્લેક્સિબલ હોવાથી છોકરાને બાસ્કેટના પોલ સાથે અથડાયા બાદ તેના ચહેરા પર વાગી જાય છે, ત્યારબાદ તે ત્યાં જ નીચે પડી જાય છે.

આ રમુજી વીડિયો IPS ઓફિસર દીપાંશુ કાબરાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યું છે કે, ‘જ્યારે લક્ષ્ય સરળતાથી પ્રાપ્ત થઈ જાય છે ત્યારે તેનું મહત્વ ઓછું થઈ જાય છે’.આ વીડિયો યુઝર્સ (Users) શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : Viral Video : કારને ફળની લારી અડી જતા લેડી પ્રોફેસરનો પારો સાતમા આસમાને, રસ્તા વચ્ચે કર્યો હાઈવોલ્ટેજ ડ્રામા !

g clip-path="url(#clip0_868_265)">