Viral: ફુલ સ્પીડમાં જઈ રહેલી ઓટો રિક્ષા પર છોકરાએ માર્યો ફુગ્ગો, ફિલ્મી સ્ટાઈલમાં રિક્ષા કેટલાય મીટર ઢસડાઈ
એક ફુગ્ગો મારવાથી સ્પીડમાં આવતી ઓટો પલટી ગઈ હતી. આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ પણ થયા છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તે જોઈને દરેકને આશ્ચર્ય થાય છે.
ઘણીવાર તમે જોયું હશે કે હોળી (Holi Viral Video)ના દિવસે બાળકો ખૂબ જ મસ્તી કરતા હોય છે, તેમની મસ્તીના કારનામા આપણને શેરીએ-ગલીએ જોવા મળે છે. ઘણી વખત, જ્યાં બાળકોની મજા જોનારાઓને તે ખૂબ જ રમુજી લાગે છે, તે જ સમયે તેમની મજા આશ્ચર્યજનક હોય છે. તાજેતરના દિવસોમાં યુપીના બાગપતમાંથી આવો જ એક મસ્તીનો વીડિયો સામે આવ્યો છે. જ્યાં હોળીના દિવસે એક ફુગ્ગો મારવાથી સ્પીડમાં આવતી ઓટો પલટી ગઈ હતી. આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ પણ થયા છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તે જોઈને દરેકને આશ્ચર્ય થાય છે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેટલાક બાળકો રસ્તાના કિનારે ફુગ્ગા મારવા ઉભા છે. તેમની સામેથી એક ઓટો પસાર થતાં જ તેઓ તેના પર ફુગ્ગા ફેંકે છે. જે બાદ ઓટો બેકાબૂ થતા પલટી જાય છે અને તેમાં સવાર મુસાફરોને ઈજા થાય છે. કહેવામાં આવ્યું કે એક રંગીન ફુગ્ગો ફેંકાતા ઓટોના ડ્રાઈવરને દેખાતું બંધ થઈ ગયું અને ઓટોની સ્પીડ વધુ હોવાને કારણે જ્યારે ડ્રાઈવરે બ્રેક લગાવી ત્યારે તે બેકાબૂ થઈને પલટી ગઈ હતી.
#WATCH उत्तर प्रदेश: एक वायरल वीडियो में बागपत में तेज़ रफ़्तार से आ रहा ऑटो पानी से भरा गुब्बारा लगने से पलटता दिख रहा है। pic.twitter.com/GtGT5lQhxv
— ANI_HindiNews (@AHindinews) March 20, 2022
પોલીસે વીડિયોની નોંધ લીધી અને તપાસ કરી, આ ઘટનામાં ઓટોમાં મુસાફરી કરી રહેલા બે લોકોને સામાન્ય ઈજા થઈ હતી. આ ઘટનાનો વીડિયો ન્યૂઝ એજન્સી ANIએ ટ્વિટર પર શેર કર્યો છે. જેને સમાચાર લખાય ત્યાં સુધી 60 હજારથી વધુ વ્યુઝ મળી ચૂક્યા છે. આ સાથે લોકો આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
આ વીડિયો જોયા બાદ એક યુઝરે લખ્યું કે, ‘આ રીતે હોળી પર ફુગ્ગા ઉડાડવા યોગ્ય નથી.’ જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, ‘આ રીતે કઈ હોળી મનાવવાની રીત છે? અન્ય એક યુઝરે લખ્યું, ‘મને લાગે છે કે આ માત્ર ફુગ્ગા ફેકનારની ભૂલ નથી કારણ કે તે ઓટો ઓવરલોડ થઈ ગયું હતું.’ આ સિવાય અન્ય ઘણા યુઝર્સે આ અંગે પ્રતિક્રિયા આપી છે.
આ પણ વાંચો: Viral: શખ્સે ગજબનો દિમાગ લગાવી કરી શેરડીની ચોરી, લોકોએ કહ્યું ‘આઈન્સટાઈન કરતા પણ તેજ બુદ્ધિ છે’
આ પણ વાંચો: ડીઝલ અને ખાતર બાદ હવે ખેડૂતોએ કપાસના બિયારણની કિંમતનો સામનો કરવા રહેવું પડશે તૈયાર