AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘National Herald Ki Loot’ લખેલા બેગ સાથે JPC ની બેઠક પહોંચી BJP સાંસદ બાંસુરી સ્વરાજ, વીડિયો થયો વાયરલ

મંગળવારે જ્યારે નવી દિલ્હી બેઠકના ભાજપ સાંસદ બાંસુરી સ્વરાજ 'એક રાષ્ટ્ર એક ચૂંટણી' પર સંયુક્ત સંસદીય સમિતિ (JPC) ની બેઠકમાં હાજરી આપવા પહોંચ્યા, ત્યારે તેમણે જે બેગ લીધી હતી તેમાં 'National Herald Ki Loot' લખેલું હતું.

‘National Herald Ki Loot’ લખેલા બેગ સાથે JPC ની બેઠક પહોંચી BJP સાંસદ બાંસુરી સ્વરાજ, વીડિયો થયો વાયરલ
National Herald Ki Loot
| Updated on: Apr 22, 2025 | 5:11 PM
Share

Bansuri Swaraj National Herald Ki Loot Bag: મંગળવારે જ્યારે નવી દિલ્હી બેઠકના ભાજપ સાંસદ બાંસુરી સ્વરાજ ‘એક રાષ્ટ્ર એક ચૂંટણી’ પર સંયુક્ત સંસદીય સમિતિ (JPC) ની બેઠકમાં હાજરી આપવા પહોંચ્યા, ત્યારે તેમણે જે બેગ લીધી હતી તેમાં ‘National Herald Ki Loot’ લખેલું હતું.

બાંસુરી સ્વરાજે કહ્યું કે આ ખુબ ગંભીર બાબત છે કે 2000 કરોડ રૂપિયાની સંપતી કોડીની કિંમતે એટલે કે માત્ર 50 લાખ રૂપિયામાં યંગ ઇન્જિયા લિમિટેડે હડપી લીધી. તેમણે કહ્યુ કે યંગ ઇન્ડિયા લિમિટેડ એક એવી કંપની છે જેમાં 76 ટકા માલિકીનો હક ગાંધી પરિવાર પાસે છે.

બાંસુરી સ્વરાજ ‘National Herald Ki Loot’ લખેલી બેગ લઈને જતા હોવાનો વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થયો. આ એક સીધો રાજકીય સંદેશ હતો કારણ કે તપાસ એજન્સી ED દ્વારા નેશનલ હેરાલ્ડ કેસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી ત્યારથી દેશમાં રાજકીય વાતાવરણ ખૂબ જ ગરમ છે. બેગ વાળી ઘટના આ આ પહેલા પણ બની છે જેમા પ્રિયંકા ગાંધી Palestine લખેલી બેગ લઇને સંસદ પહોંચ્યા હત, બાંસુરી સ્વરાજે તેનો રાજકિય જવાબ આપ્યો હોય તેમ જણાઇ રહ્યું છે.

ચાર્જશીટમાં સોનિયા અને રાહુલના છે નામ

ED ચાર્જશીટમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી, તેમના પુત્ર રાહુલ ગાંધી, સૈમ પિત્રોડા સહિત ઘણા નેતાઓના નામ શામેલ છે. બાંસુરી સ્વરાજ આ બેગ પોતાની સાથે લાવ્યા હોવાથી, સોશિયલ મીડિયા પર આ બાબતની ચર્ચા ફરી તેજ થઈ ગઈ છે.

આ સમય દરમિયાન બાંસુરી સ્વરાજે કોંગ્રેસ પર જોરદાર પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે આ પહેલી વાર છે જ્યારે ભ્રષ્ટાચાર લોકશાહીના ચોથા સ્તંભ એટલે કે મીડિયામાં પ્રવેશ્યો છે. તેમણે કહ્યું કે EDની ચાર્જશીટ કોંગ્રેસના કાર્યપદ્ધતિ અને તેની વિચારધારા વિશે જણાવે છે, જ્યાં જાહેર સેવા માટે રચાયેલી સંસ્થાઓનો ઉપયોગ વ્યક્તિગત લાભ માટે થાય છે.

બાંસુરી સ્વરાજે કહ્યું કે આ ખૂબ જ ગંભીર મામલો છે અને કોંગ્રેસ પાર્ટી અને તેનું બાકીનું નેતૃત્વ આ માટે જવાબદાર છે. એ યાદ રાખવું જોઈએ કે EDની ચાર્જશીટ જાહેર થયા પછી, કોંગ્રેસના કાર્યકરોએ દેશભરમાં મોટા પાયે વિરોધ પ્રદર્શનો કર્યા હતા. ED ચાર્જશીટ પર 25 એપ્રિલે કોર્ટમાં સુનાવણી થવાની છે.

આવા વીડિયો અન્ય ચેટ કે એપ્સ દ્વારા વારંવાર શેર કરવામાં આવતા હોવાથી આવી ક્લિપ્સ ઝડપથી ફેલાઈ જાય છે. મોટાભાગના વાયરલ વીડિયોમાં મજા પડતી હોય છે. આવા જ વાયરલ વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો.

કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
g clip-path="url(#clip0_868_265)">