AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Birthday Special : અભિનય હોય કે કુસ્તી, દરેક વસ્તુમાં પરફેક્ટ છે Mohanlal, વાંચો – સુપરસ્ટારને લગતી 10 અણનમ વાતો

મોહનલાલના જન્મદિવસ અંગે તેમના ચાહકોમાં કેટલી ઉત્તેજના છે તેનો અંદાજ ટ્વિટર પરથી મેળવી શકાય છે, જ્યાં મોહનલાલના જન્મદિવસના એક દિવસ પહેલા અભિનેતા માટે #HappyBirthdayLalettan ચલાવા લાગ્યા હતા.

Birthday Special : અભિનય હોય કે કુસ્તી, દરેક વસ્તુમાં પરફેક્ટ છે Mohanlal, વાંચો - સુપરસ્ટારને લગતી 10 અણનમ વાતો
Mohanlal
Hiren Buddhdev
| Edited By: | Updated on: May 21, 2021 | 6:26 PM
Share

મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રી (Malayalam Film Industry) ના સુપરસ્ટાર મોહનલાલ (Mohanlal) 21 મેના રોજ 61 વર્ષના થઈ ગયા છે. આ ઉંમરે પણ તે સારા યુવા કલાકારોને ટક્કર આપે છે. મોહનલાલના જન્મદિવસ અંગે તેમના ચાહકોમાં કેટલી ઉત્તેજના છે તેનો અંદાજ ટ્વિટર પરથી મેળવી શકાય છે, જ્યાં મોહનલાલના જન્મદિવસના એક દિવસ પહેલા અભિનેતા માટે #HappyBirthdayLalettan ચલાવા લાગ્યા હતા.

1978 માં ફિલ્મી કરિયરની શરૂઆત કરનાર મોહનલાલે અત્યાર સુધીમાં 350 થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે. તે મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં સૌથી વધુ વેતન મેળવનાર અભિનેતા છે.

મોહનલાલ હંમેશાં એક વાત કહેતા આવ્યા છે કે સિનેમાની દુનિયામાં કોઈ પણ રીતે ભાષા રુકાવટ નથી. તેમણે હંમેશા તે તરફ ધ્યાન દોર્યું હતું કે જો તેમને હિન્દી સિનેમામાં કામ કરવાની તક મળે, તો તે ચોક્કસપણે કરશે. જેને ખબર નથી, તેઓને જણાવી દઈએ કે મોહનલાલ કંપની, આગ અને તેજ જેવી હિન્દી ફિલ્મોમાં કામ કરી ચુકી છે. મોહનલાલના અભિનયના સદીના મહાન નાયક અમિતાભ બચ્ચન પણ પ્રશંસક છે.

સુપરસ્ટારને લગતી ન સાંભળેલી વાતો…

સુપરસ્ટારનો જન્મ 21 મે 1960 ના રોજ કેરળમાં થયો હતો. તેમનું પૂરું નામ મોહનલાલ વિશ્વનાથન નાયર છે. પ્રેમથી મોહનલાલને તેમના ચાહક લાલેત્તન તરીકે બોલાવે છે. આજે, આ સુપરસ્ટારના જન્મદિવસ નિમિત્તે, અમે તમને કેટલાક રસપ્રદ તથ્યો જણાવવા જઈ રહ્યા છીએ, જે મોહનલાલ સાથે સંબંધિત છે અને તમે તે પહેલાં ક્યારેય સાંભળ્યુ ન હતું. તો ચાલો જાણીએ સુપરસ્ટાર્સની 10 અણનમ વાતો…

1. સિનેમામાં પ્રવેશ કરતા પહેલા તે એક વ્યાવસાયિક કુસ્તીબાજ હતા. તેમણે 1977–78માં કેરળ સ્ટેટ રેસલિંગ ચેમ્પિયનશીપ પણ જીતી હતી. તેઓ 18 વર્ષના હતા. જ્યારે તેમણે ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશ કર્યો. તેમની પ્રથમ ફિલ્મ Thiranottam હતી, જે રજૂ થઈ નહોતી.

2. મોહનલાલ તેમના ડેડિકેશન માટે પ્રખ્યાત છે. મલયાલમ ફિલ્મ ઉદ્યોગમાં તે એકમાત્ર અભિનેતા છે. જેમણે સૌથી વધુ ફિલ્મો અને સૌથી વધુ હિટ ફિલ્મોનો રેકોર્ડ બનાવ્યો છે. એક વર્ષમાં સૌથી વધુ હિટ ફિલ્મો મલયાલમ ઇન્ડસ્ટ્રીમાં તેમની હોય છે.

3. અહેવાલો અનુસાર 1986 માં મોહનલાલની 34 ફિલ્મો રિલીઝ થઈ હતી, જેમાંથી તેમની 28 ફિલ્મો બોક્સ ઓફિસ પર હિટ રહી હતી.

4. 1997 માં રિલીઝ થયેલી ફિલ્મ ગુરુ પહેલી મલયાલમ ફિલ્મ હતી, જેને ભારતનાં તરફથી ઓસ્કર નોમિનેશનમાં જગ્યા મળી હતી . આ ફિલ્મમાં મોહનલાલે શાનદાર અભિનય કર્યો હતો.

5. તે એકમાત્ર અભિનેતા છે, જેમને IIFA એવોર્ડ મળ્યો છે. તેમને આ એવોર્ડ તેમની બોલિવૂડ ફિલ્મ કંપની માટે મળ્યો હતો.

6. 2006 માં કેરળની રચનાની 50 મી વર્ષગાંઠ પર એક ઓનલાઇન સર્વેમાં, મોહનલાલને સૌથી લોકપ્રિય કેરાલાવાસી તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.

7. મોહનલાલ વર્ષ 2009 માં ભારતની ટેરિટોરિયલ આર્મીમાં લેફ્ટનન્ટ કર્નલનો માનદ રૈંક મેળવનાર પ્રથમ ભારતીય અભિનેતા બન્યા હતા.

8. એશ્વર્યા રાયે પોતાની અભિનય કારકીર્દિની શરૂઆત મોહનલાલની ફિલ્મ ઈરુવરથી કરી હતી. આ ફિલ્મમાં તે મોહનલાલની વિરુદ્ધ હતી. આ ફિલ્મનું દિગ્દર્શન મણિરત્નમે કર્યું હતું. એકવાર મણિ રત્નમે મોહનલાલ વિશે કહ્યું હતું કે જ્યારે તે મોહનલાલના સીન શૂટ કરતા હતા, ત્યારે તે કટ કહેવાનું ભૂલી જતા હતા, કારણ કે મોહનલાલની સ્ક્રીન પ્રેજેંસ એકદમ શાનદાર હોય છે.

9. મોહનલાલ કોરિયાનાં સિયોલ સ્થિત ધ વર્લ્ડ તાઈક્વાન્ડો હેડક્વાર્ટર દ્વારા તાઈક્વાન્ડોની માનદ બ્લેક બેલ્ટ મેળવા વાળા પ્રથમ દક્ષિણ ભારતીય અભિનેતા છે.

10. સુપરસ્ટારનું દુબઈની સૌથી ઉંચી બિલ્ડિંગ બુર્જ ખલીફામાં પોતાનું એક એપાર્ટમેન્ટ પણ છે.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">