આંખના પલકારામાં એકબીજાને ક્રોસ કરી ગઈ બાઈક, જુઓ Viral Video

વીડિયોની 7મી સેકન્ડમાં બે બાઇક સવારો એકબીજાને એવી રીતે ક્રોસ કરે છે કે જોનારાઓની આંખો ખુલ્લી રહી જાય છે. હકીકતમાં, એક ક્ષણ માટે એવું લાગે છે કે બંને વચ્ચે ટક્કર થશે. પરંતુ તે મોતને ચકમો આપી જાય છે.

આંખના પલકારામાં એકબીજાને ક્રોસ કરી ગઈ બાઈક, જુઓ Viral Video
Bike Viral Video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 01, 2023 | 3:45 PM

સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ ક્લિપ એવી છે જેને લોકો વારંવાર જોઈ રહ્યા છે. વીડિયો જોયા પછી તમને આ વાત સમજાઈ જશે. વાસ્તવમાં, આ વાયરલ ક્લિપમાં, આપણે એક ચાર રસ્તા પરથી વાહનો સતત પસાર થતા જોઈ શકીએ છીએ. ટ્રાફિક સિગ્નલ લાઇટ યોગ્ય રીતે કામ કરતી નથી. આ વીડિયો જોઈ લોકો દંગ રહી ગયા છે.

આ પણ વાંચો: ડોમેસ્ટિક ટિકિટના નામે વિદેશ મોકલવાના ગોરખધંધા ! વાંચો કઈ રીતે એરપોર્ટ પર જ અદલાબદલી કરાય છે પાસપોર્ટ

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

વીડિયોની 7મી સેકન્ડમાં બે બાઇક સવારો એકબીજાને એવી રીતે ક્રોસ કરે છે કે જોનારાઓની આંખો ખુલ્લી રહી જાય છે. હકીકતમાં, એક ક્ષણ માટે એવું લાગે છે કે બંને વચ્ચે ટક્કર થશે. પરંતુ તે મોતને ચકમો આપી જાય છે. બાકી તમે વીડિયો જોઈને જ સમજી જશો કે આ દ્રશ્ય જોઈને લોકોના ધબકારા કેમ વધી ગયા.

@Madan_Chikna હેન્ડલ દ્વારા આ વીડિયો ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવ્યો છે. તેણે કેપ્શનમાં લખ્યું – તમે શું જોયું. આ સમાચાર લખ્યા ત્યાં સુધી માત્ર 11 સેકન્ડની આ ક્લિપને 78 હજારથી વધુ વ્યૂઝ અને 1200થી વધુ લાઈક્સ મળી ચૂકી છે. તેમજ સેંકડો યુઝર્સ તેના પર કોમેન્ટ પણ કરી રહ્યા છે. જુઓ આ વાયરલ વીડિયો.

એક વ્યક્તિએ લખ્યું – મૃત્યુને સ્પર્શવું અને ટકથી પરત ફરવું. બીજાએ લખ્યું- બંને એકબીજાને સ્પર્શીને નીકળી ગયા ? અન્ય એક યુઝરે લખ્યું- શું પવનની લહેર હતી? જ્યારે કેટલાકે લખ્યું કે તેને નસીબની અજાયબી કહેવાય છે. ત્યાં એક વ્યક્તિએ લખ્યું કે જ્યારે યમરાજ રજા પર હોય.

અકસ્માતના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે ત્યારે ઘણા વીડિયો ફની હોય છે અને ઘણા વીડિયો ચોંકાવનારા હોય છે ત્યારે બાઈકનો આ વીડિયો પણ ખુબ ચોંકાવનારો છે જેમાં બે બાઈક સવાર એવી રીતે એકબીજાને ક્રોસ કરે છે જે જોઈને લોકો ચોંકી જાય છે.

ટ્રેડિંગ સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

વાયરલ અને ટ્રેડિંગ વીડિયો સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">