ડોમેસ્ટિક ટિકિટના નામે વિદેશ મોકલવાના ગોરખધંધા ! વાંચો કઈ રીતે એરપોર્ટ પર જ અદલાબદલી કરાય છે પાસપોર્ટ

વિદેશ જવાનો નવો કીમિયો, ટ્રાવેલ એજન્ટો તેમના ક્લાયન્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ડોમેસ્ટિક ફ્લાઇટ પકડવા માટે તૈયાર કરી, બીજા લોકોના પાસપોર્ટના આધારે વિદેશ મોકલાઈ રહ્યા છે.

ડોમેસ્ટિક ટિકિટના નામે વિદેશ મોકલવાના ગોરખધંધા ! વાંચો કઈ રીતે એરપોર્ટ પર જ અદલાબદલી કરાય છે પાસપોર્ટ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 01, 2023 | 12:16 PM

ડોમેસ્ટિક ફ્લાઇટમાં ટિકિટ બુક કરી અને યુએસ અથવા કેનેડા માટે મુસાફરી કરવાની નવી મોડેસ ઓપરેન્ડી મુસાફરો માટે શરૂ કરાઇ હોવાનું સામે આવ્યું છે.  મહત્વનું છે કે, આ રીતે મુસાફરી કરવી એ કોઈ અફવા નથી પરંતુ એક રીત છે જેમાં ગેરકાયદેસર રીતે કેટલાક એજન્ટો તેમના ગ્રાહકોને વિદેશમાં મોકલી રહ્યા છે. આવા એજન્ટો તેમના ક્લાયન્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ડોમેસ્ટિક ફ્લાઇટ પકડવા માટે તૈયાર કરે છે. અને બીજા લોકોના પાસપોર્ટના આધારે વિદેશ મોકલી રહ્યા છે.

ડૉક્યુમેન્ટ બદલી મોકલતા હતા વિદેશ

ઘટના કઈક એવી છે કે, કોઈ એજન્ટ દ્વારા વિદેશ જવા માંગતા લોકોના ડૉક્યુમેન્ટ બીજા ક્લાયન્ટ સાથે અદલાબદલી કરી બાદમાં વિદેશની મુસાફરી કરવાનું જણાવે છે. તાજેતરમાં, અમદાવાદના ઓઢવની એક 34 વર્ષીય મહિલા 2019ના અન્ય કોઈના પાસપોર્ટ પર ગેરકાયદેસર રીતે કેનેડા માટે ઝડપાઇ હતી. ” દિલ્હી પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં “મનમોહન પાર્કમાં રહેતી શર્મિષ્ઠા પટેલે દિલ્હીથી મુંબઈની ફ્લાઈટ બુક કરાવી હતી. દિલ્હી એરપોર્ટના ટ્રાન્ઝિટ વિસ્તારમાં, આ મહિલાને અન્ય ઈસમ સાથે કેનેડિયન વિઝા સ્ટેમ્પ સાથેનો પાસપોર્ટ અને ટોરોન્ટોની ટિકિટ તેને સોંપવામાં આવી હતી.

કેનેડા ગયેલી મહિલાને ભારત પરત મોકલાઈ

કેનેડિયન ઓથોરીટીએ શર્મિષ્ઠા પટેલને ત્યાં નકલી દસ્તાવેજો પર રહેવા બદલ પકડ્યા હતા. જે બાદ કાર્યવાહીમાં તેમણે કેનેડા થી ભારત મોકલવામાં આવ્યા હતા. 21 માર્ચના રોજ દિલ્હીમાં ઇન્ટરનેશનલ(IGI) એરપોર્ટ પર. ઇમિગ્રેશન અધિકારીઓએ આ મહિલાના પ્રવાસ દસ્તાવેજોની તપાસ કરી પરંતુ તેણીની ભારતથી કેનેડાની મુસાફરીને ટ્રેક કરી શકી નહીં.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

આ પણ વાચો : ભારત ફરી ખરીદવા જઈ રહ્યું છે કરોડના શસ્ત્રો, ભારતીય સેનાની તાકાત વધારવા 1 લાખ કરોડના સંરક્ષણ સોદાને મંજૂરી !

છેતરપિંડી બદલ દાખલ કરાઇ FIR

IGI એરપોર્ટ પર 22 માર્ચે દાખલ કરવામાં આવેલી એફઆઈઆરમાં જણાવ્યું હતું કે, આ મહિલાની જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણીએ ખુલાસો કર્યો કે, મે અન્ય કોઈના પાસપોર્ટ અને વિઝા પર ગેરકાયદેસર રીતે કેનેડાની મુસાફરી કરી હતી અને તેણે એરપોર્ટ પર તેના દસ્તાવેજોની આપલે કરી હતી. દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે, આ સમગ્ર ઘટના ક્રમને લઇ મહિલા સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કેનેડા પહોચી જ્યાંથી આ મહિલા યુ.એસ.માં પ્રવેશવાની યોજના બનાવી રહી હતી. આ મહિલાએ એજન્ટ વિશે કોઈ વિગતો જાહેર કરી નથી.

અગાઉ પણ અનેક વાર બની છે આવી ઘટના

અગાઉ 4 એપ્રિલના રોજ, અમદાવાદના અસારવાના 81 વર્ષીય દંપતી – રમણલાલ પટેલ અને તેમની પત્ની શાંતાબેન પટેલે તેમની ટોરોન્ટોની ફ્લાઇટના બોર્ડિંગ પાસની અદલાબદલી કરીને કોલંબો જનારા બે ફ્લાયર્સના દસ્તાવેજો સાથે 28 વર્ષીય હરસિમરનજીત સિંહ અને 23 વર્ષની પ્રિયંકા સિંઘ તરીકે ઓળખ કરવામાં આવી હતી. અગાઉ પણ આવી ઘટનામાં અદલાબદલી બે વિદેશી પ્રવાસીઓ વચ્ચે થઈ હતી. વારંવાર બનતી આવી ઘટનાઓને લઈ તપાસ એજન્સીઓ દ્વારા તપાસના દોરને વેગ અપાયો છે.

દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર 

દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">