AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દરેક લગ્નમાં થાય છે ચૂક, Queen Elizabeth ના લગ્નમાં પણ થઈ હતી આ મોટી ભૂલ

સમાજના કેટલાક લોકો આ જ ભૂલ પકડવા બેઠા જ હોય છે. પરિવારનો કોઈને કોઈ સભ્ય એવો હોય છે જે ભૂલ કાઢીને તેના પર ચર્ચાનું વાતાવરણ ઉભુ કરે છે. તમને જાણીને નવાઈ લાગશે કે ક્વીન એલિઝાબેથ- 2 (Queen elizabeth-2 ) ના શાહી લગ્નમાં પણ આવી જ એક ભૂલ થઈ હતી, પણ દુનિયા તેનાથી અજાણ રહી હતી. ચાલો જાણીએ રસપ્રદ કિસ્સો.

દરેક લગ્નમાં થાય છે ચૂક, Queen Elizabeth ના લગ્નમાં પણ થઈ હતી આ મોટી ભૂલ
Queen elizabeth 2Image Credit source: File photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 17, 2022 | 10:59 PM
Share

Viral Video : દરેક વ્યક્તિના જીવનમાં લગ્ન એ ખાસ અવસર હોય છે. લગ્નને કારણે 2 વ્યક્તિની સાથે સાથે બે પરિવાર પણ એકબીજા સાથે જોડાય છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના જીવનનો આ ખાસ પ્રસંગ યાદગાર બને અને લગ્નમાં આવનારા લોકો પણ તેમના લગ્ન યાદ રાખે. પણ દરેક પ્રસંગમાં કોઈને કોઈ ચૂક રહી જાય છે. તમે પણ તમારા ઘરના પ્રસંગમાં એ અનુભવ કર્યો જ હશે છે કે તમે જેટલી પણ તૈયારી કરી લો પણ લગ્નમાં કોઈને કોઈ ભૂલ-ચૂક થઈ જ જાય છે. અને સમાજના કેટલાક લોકો આ જ ભૂલ પકડવા બેઠા જ હોય છે. પરિવારનો કોઈને કોઈ સભ્ય એવો હોય છે જે ભૂલ કાઢીને તેના પર ચર્ચાનું વાતાવરણ ઉભુ કરે છે. તમને જાણીને નવાઈ લાગશે કે ક્વીન એલિઝાબેથ– 2 (Queen elizabeth-2 ) ના શાહી લગ્નમાં પણ આવી જ એક ભૂલ થઈ હતી, પણ દુનિયા તેનાથી અજાણ રહી હતી. ચાલો જાણીએ રસપ્રદ કિસ્સો.

જ્યારે કોઈ શાહી પરિવારના લગ્ન થાય છે. ત્યારે આખી દુનિયાની નજર તેના પર હોય છે. તેમના લગ્નની તૈયારીથી લઈને તેમના લગ્ન પૂરા થાય ત્યાર સુધી આખી દુનિયાની નજર તેમના તે શાહી પરિવારની દરેક હરકત, દરેક કપડા- ઘરેણા અને લગ્નમાં હાજર લોકો પર હોય છે. આખી દુનિયાની નજર હોવા છતા, દુનિયાભરના લોકો ક્વીન એલિઝાબેથ- 2 ના લગ્નમાં થયેલી એક મોટી ભૂલને પકડી ન શક્યા.

આ રહ્યો એ વાયરલ વીડિયો

આ વાયરલ વીડિયોમાં આ શાહી લગ્નમાં થયેલી એક ભૂલ વિશેની માહિતી આપવામાં આવી છે. ક્વીન એલિઝાબેથ- 2 એ પોતાના લગ્નમાં જે ડાઈમંડ ટીયારા (મુગટ)  પહેર્યો હતો, તે તેમની નાનીનો હતો. તે તેમના લગ્નના 30 વર્ષ પહેલા બનાવવામાં આવ્યો હતો. પોતાના લગ્નના દિવસે ક્વીન એલિઝાબેથ- 2 કપડા અને મેકઅપ કરીને તૈયાર હતા. ત્યારે જ તેમની નાનીનો આ ડાઈમંડ ટીયારા એક ભૂલને કારણે તૂટી જાય છે. ક્વીન એલિઝાબેથ- 2 ગભરાયા વગર આ સમસ્યાનું સમાધાન કરવાનો પ્રયાસ કરે છે. ફકત 2 કલાકમાં જ તેમનો શાહી જેવલર્સ તે ડાઈમંડ ટીયારા લઈ જઈને તેને પહેલા જેવો બનાવીને પાછો ક્વીન એલિઝાબેથ- 2 ને આપી દે છે. કોઈને ખબર પણ ન પડી કે ક્વીન એલિઝાબેથ- 2ના લગ્ન પહેલા આવી ભૂલ થઈ હતી. આ વાત પરથી એવું કહી શકાય કે શાહી લોકોનું જીવન પણ આપણાથી  વધારે અલગ નથી હોતુ.

સુરતમાં ગેસ સંકટ: ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોખમ
સુરતમાં ગેસ સંકટ: ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોખમ
ગેસ સંકટ: દેશહિતમાં રાંધણ ગેસ બચાવવાનું અભિયાન
ગેસ સંકટ: દેશહિતમાં રાંધણ ગેસ બચાવવાનું અભિયાન
વડોદરામાં અનાથ દીકરીનું કન્યાદાન કરી ધારાસભ્યે આપી માનવતાની મિસાલ
વડોદરામાં અનાથ દીકરીનું કન્યાદાન કરી ધારાસભ્યે આપી માનવતાની મિસાલ
કાળઝાળ ગરમી વચ્ચે ઈડર ગઢ પાસે ડુંગરમાં આગ
કાળઝાળ ગરમી વચ્ચે ઈડર ગઢ પાસે ડુંગરમાં આગ
મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
g clip-path="url(#clip0_868_265)">