AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: સમુદ્રમાં શખ્સ સાથે રમતી જોવા મળી વ્હેલ માછલી, આવો નજારો તમે ક્યારેય નહીં જોયો હોય!

વીડિયોમાં એક વિશાળકાય વ્હેલને આવું કરતી જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. વીડિયોમાં એક વ્યક્તિ બોટની કિનારે આવીને એક મોટો બોલ દરિયામાં ફેંકતો જોઈ શકાય છે. જે પછી વ્હેલ તેને લે છે અને વ્યક્તિ પાસે લાવે છે.

Viral Video: સમુદ્રમાં શખ્સ સાથે રમતી જોવા મળી વ્હેલ માછલી, આવો નજારો તમે ક્યારેય નહીં જોયો હોય!
Beluga whale Viral VideoImage Credit source: Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 19, 2023 | 7:02 PM
Share

સોશિયલ મીડિયા પર ક્યારે શું વાયરલ થઈ જાય તે કહી ન શકાય. સોશિયલ મીડિયા પર દરરોજ હજારો વીડિયો જોવા મળે છે. જે યુઝર્સને એન્ટરટેઈન કરવાની સાથે તેમને રોમાંચથી ભરી દે છે. હાલમાં જ એક વ્હેલનો વીડિયો સોશિયલ મીડિયા પર ધુમ મચાવી રહ્યો છે. જે દરિયામાં મોટી બોટ પર સવાર વ્યક્તિ સાથે રમતા જોવા મળે છે. કૂતરા સામાન્ય રીતે તેમના માલિક સાથે પાર્કમાં બોલ સાથે રમતા જોવા મળે છે. જે દરમિયાન માલિક બોલને ફેંકી દે છે અને કૂતરો તેને પાછો લાવે છે.

આ પણ વાંચો: Viral Video: મહિલાએ વાંદરા પાસે સાફ કરાવ્યા વાસણ, લોકોએ કહ્યું- આને તો છોડી દો

વીડિયોમાં એક વિશાળકાય વ્હેલને આવું કરતી જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. વીડિયોમાં એક વ્યક્તિ બોટની કિનારે આવીને એક મોટો બોલ દરિયામાં ફેંકતો જોઈ શકાય છે. જે પછી વ્હેલ તેને લે છે અને વ્યક્તિ પાસે લાવે છે. જુઓ વીડિયો.

બોલ સાથે રમતી વ્હેલ

આ વાયરલ વીડિયો ટ્વિટર પર @fasc1nate નામના એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં દેખાતી જાયન્ટ માછલી બેલુગા વ્હેલ છે, જે ઉત્તર ધ્રુવની નજીક દરિયામાં બોટ પર ક્રૂ મેમ્બર સાથે રમતી હતી. વીડિયોમાં એક વ્યક્તિ પાણીમાં બોલ ફેંકતો જોવા મળી રહ્યો છે. જે પછી વ્હેલ બોલની નજીક જાય છે અને તેને મોંમાં દબાવીને લાવે છે અને બોટની નજીક આવીને તે વ્યક્તિને આપે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર મોટાભાગના યુઝરનું ધ્યાન ખેંચી રહ્યો છે.

વીડિયોને મિલિયનમાં મળ્યા છે વ્યૂઝ

સમાચાર લખાય છે ત્યાં સુધી આ વીડિયોને સોશિયલ મીડિયા પર 4 મિલિયન વ્યૂઝ અને 25 હજારથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. વીડિયો જોયા બાદ યુઝર્સ કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. કોમેન્ટ કરતી વખતે એક યુઝરે વ્હેલને ખૂબ જ બુદ્ધિશાળી ગણાવી છે. અન્ય એક યુઝરે પ્રશ્ન પૂછ્યો, ‘શું તે ખરેખર રમી રહી હતી અથવા માણસોને તેમના કચરાને સરસ અને સ્વચ્છ પાણીથી દૂર રાખવાનું કહેતી હતી?’

વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
g clip-path="url(#clip0_868_265)">