Bageshwar Dham Sarkar: બાગેશ્વર બાબાનો નવરાત્રિને લઈ વિધર્મીઓ પર સૌથી મોટો પ્રહાર, સાંભળો VIDEOમાં બાબાનો સીધો સંદેશ
બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો વધુ એક વિડિયો વાયરલ થયો છે કે જેમાં તે કહી રહ્યા છે કે સનાતનીઓએ એકત્ર થવાની જરૂર છે અને આ સાથે જ તેમણે નવરાત્રી પર્વ પર વિધર્મીઓ પર હલ્લાબોલ કર્યો હતો.
બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી આજકાલ ખૂબ જ ચર્ચામાં છે. તેમણે કહ્યું હતું કે, જો તમે બધા તેમને સાથ આપો તો તેઓ ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવી દેશે. ત્યારથી ચમત્કારિક શક્તિઓ સાથે, તેઓ હિન્દુ રાષ્ટ્રના નિવેદન માટે હેડલાઇન્સમાં છે. ચર્ચાઓ વચ્ચે હવે બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો વધુ એક વિડિયો વાયરલ થયો છે કે જેમાં તે કહી રહ્યા છે કે સનાતનીઓએ એકત્ર થવાની જરૂર છે અને આ સાથે જ તેમણે નવરાત્રી પર્વ પર વિધર્મીઓ પર હલ્લાબોલ કર્યો હતો.
View this post on Instagram
વાયરલ વિડિયોમાં તે કહી રહ્યા છે કે હિન્દુ મહિલાઓ ભલે કુંવારી રહી જાય પણ અન્ય ધર્મના યુવકો સાથે ના જાય કેમ કે તે લોકો પહેલા બનીઠનીને આવશે પછી વાહન લઈને આવશે પણ તે કામ નથી લાગતા. હું કહું છું કે નવરાત્રીમાં આપણી બહેનો ગરબા રમવા માટે જાય છે ત્યારે વિધર્મી યુવકો ત્યાં કેમ આવે છે? નવરાત્રિમાં ખાલી વિધર્મી યુવકો જ કેમ આવે છે તેમની મહિલાઓ કેમ નથી આવી રહી?
હવે આ મુદ્દા પર હું કઈ બોલવા જાવ છું તો મને ધમકી મળી રહી છે અને કહે છે કે ગુરૂજી ભાઈચારો ફેલાવો તમે નફરત પેલાવી રહ્યા છો, અરે ભાઈચારો જ કેમ બહેનચારો પણ ફેલાવો જોઈએ. તમે પણ તમારી માતા બહેનોને લાવી શકો છો ગરબામાં પણ ના તે નહી લાવે. હું કહીશ તો કહેશે કે બાગેશ્વર બાબા કે બિગડે બોલ, બાબા નફરત ફેલા રહે હે.
હિન્દુ રાષ્ટ્ર પર બાબાનો જવાબ
જવાબ – અમે કહ્યું કે આપણે બધા સાથે હોય. ભારત આપણું હિન્દુ રાષ્ટ્ર હોય. અમે ભગવાનને પ્રાર્થના કરી છે. સનાતનીઓને પ્રાર્થના કરી છે. જ્યારે 50થી વધુ ઇસ્લામિક દેશો હોઈ શકે છે, ત્યારે શું એક હિન્દુ રાષ્ટ્ર ન હોઈ શકે? અમે ધર્મનિરપેક્ષ છીએ અને બંધારણ સાથે છીએ. અમને બંધારણથી કોઈ વાંધો નથી. આપણા વડવાઓએ બંધારણનો સ્વીકાર કર્યો છે. અમે એવો નિર્ણય નથી લઈ રહ્યા કે અમે તેને હિંદુ રાષ્ટ્ર બનાવીશું. અમે એવું નથી કહી રહ્યા કે અમે હિન્દુ રાષ્ટ્ર બનાવીશું. આપણે સાથે મળીને હિંદુ રાષ્ટ્ર આપીશું.