Viral: ચોક પર લતા મંગેશકરની બનાવી તસ્વીર, કલાકારે અનોખા અંદાજમાં આપી શ્રદ્ધાંજલિ
સોશિયલ મીડિયા પર લોકો લતા દીદીને પોતાની આગવી શૈલીમાં શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. ઘણા લોકો તેમના દ્વારા ગાયેલા ગીતો ગાઈને તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે, જ્યારે તેમના વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ (Viral Videos) થઈ રહ્યા છે.
સુપ્રસિદ્ધ ગાયિકા લતા મંગેશકર (Lata Mangeshkar) હવે આપણી વચ્ચે નથી. રવિવારે સવારે 92 વર્ષની વયે તેમણે દુનિયાને અલવિદા કહી દીધું. તેમના નિધનથી સમગ્ર દેશમાં શોકની લહેર છે. સોશિયલ મીડિયા પર લોકો લતા દીદીને પોતાની આગવી શૈલીમાં શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. ઘણા લોકો તેમના દ્વારા ગાયેલા ગીતો ગાઈને તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે, જ્યારે તેમના વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ (Viral Videos) થઈ રહ્યા છે. એક કલાકારે લતા મંગેશકરને અનોખી રીતે યાદ કર્યા. જેને જોયા બાદ દરેક વ્યક્તિ તેની અનોખી કલાત્મકતાના વખાણ કરી રહ્યા છે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક કલાકાર ચોકના ટુકડા પર લતા મંગેશકરની નાની મૂર્તિ કોતરતા જોઈ શકાય છે. આ કલાકારે જે ઝડપ સાથે આ ચિત્ર બનાવ્યું તે ચોક્કસપણે એક અદ્ભુત કૌશલ્ય છે. રિપોર્ટ અનુસાર, આ કલાકારનું નામ સચિન સંઘે જણાવવામાં આવી રહ્યું છે.
Humble tributes to legendary #LataMangeshkar Ji🙏 A quick miniature sculpture of #LataDidi #OmShanti pic.twitter.com/c26MMv7gR0
— Sachin Sanghe (@SachinSanghe) February 6, 2022
આ વીડિયો તેણે ટ્વિટર પર શેર કર્યો છે. જેને અત્યાર સુધીમાં 3 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે હજારો લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે. સચિન સંઘેની કળા લોકોને ગમી રહી છે.
हमेशा कहा गया कि लता मंगेशकर के स्वर में माँ सरस्वती का आशीर्वाद है,उनका कुछ वरदान है। संयोग देखें,सरस्वती पूजा के विसर्जन के दिन ही उनका शरीर उनका साथ छोड़ गया। लता मंगेशकर कोई एक नाम नही है। वे हमारे लिए विशेषण बन चुकी है। अनगिनत मधुर स्वरों का संसार और आगे एक विरासत छोड़ गयी
— Pankaj Mishra (@PankajM25772379) February 7, 2022
લતા મંગેશકરે રવિવારે સવારે 8.12 વાગ્યે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ 92 વર્ષના હતા. તબીબોએ જણાવ્યું કે તેમનું મૃત્યુ મલ્ટિઓર્ગન ફેલ્યોર થવાને કારણે થયું હતું. તેઓ છેલ્લા ઘણા દિવસોથી ICUમાં દાખલ હતા, પરંતુ 6 ફેબ્રુઆરીએ તેમણે દુનિયાને હંમેશ માટે અલવિદા કહી દીધું.
આ પણ વાંચો: PM મોદીએ કોરોના ફેલાવવા માટે વિપક્ષને ગણાવ્યો જવાબદાર, શિવસેનાએ કહ્યું માનવતા માટે 100 વાર કરશે આ ભૂલ
આ પણ વાંચો: વડોદરા શહેરના તમામ 21 પોલીસ સ્ટેશનના ડી સ્ટાફનું વિસર્જન થશે, વડોદરા પોલીસ કમિશનરે તમામ DCPને આપી સૂચના