Video: ‘બાલા ઓ બાલા’ સોંગ પર આન્ટીનો અનોખો ડાન્સ, યુઝર્સ કહ્યુ-હિંમત હોય તો જ જુઓ…..

|

Nov 07, 2021 | 3:49 PM

આજકાલ એક આન્ટીનો ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યો છે. આ આન્ટીના ડાન્સ સ્ટેપ અને એક્સપ્રેશન જોઈને તમને પણ હસવુ આવશે.

Video: બાલા ઓ બાલા સોંગ પર આન્ટીનો અનોખો ડાન્સ, યુઝર્સ કહ્યુ-હિંમત હોય તો જ જુઓ.....
Wedding dance video goes viral

Follow us on

Viral Video : ભારતીય લગ્નમાં નાચ-ગાનનું વિશેષ મહત્વ છે. લગ્ન એક એવો પ્રસંગ છે કે જેમાં સૌ કોઈ ખુશીથી ઝુમતા જોવા મળે છે. લગ્ન સંબધિત વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ થતાની સાથે જ વાયરલ થતા જોવા મળે છે. આજકાલ આવો જ લગ્ન સંબધિત ડાન્સ વીડિયો ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે. આ આન્ટી લગ્નમાં (Wedding) જે રીતે ડાન્સ કરે છે, તે જોઈને તમે હસીને લોટ પોટ થઈ જશો.

આન્ટીનો ડાન્સ જોઈને મહેમાનો હસીને લોટ પોટ થઈ ગયા

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, બેકગ્રાઉન્ડમાં DJ વાગી રહ્યુ છે. વીડિયોમાં એક આન્ટી ડાન્સ દરમિયાન પોતાના દેશી સ્ટેપ્સથી (Dance Steps) બધાનું દિલ જીતી લે છે. તેનો ડાન્સ જોઈને લગ્નમાં હાજર મહેમાનો પણ હસતા જોવા મળે છે. આ ડાન્સ સ્ટેપ યુઝર્સને ખુબ પસંદ આવી રહ્યા છે.

જુઓ વીડિયો

વીડિયોમાં જોઈ શકાય છે કે સોંગ સાંભળીને આન્ટી જમીન પર આવી જાય છે. પહેલા તેણે નાગિન સોંગ પર મસ્તીભર્યો ડાન્સ કર્યો અને પછી બાલા સોંગ (Bala Song) પર એવો ડાન્સ કર્યો, જેને જોઈને આસપાસ બેઠેલા લોકો પણ હસીને લોટ પોટ થઈ જાય છે.

રમુજી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

તમને જણાવી દઈએ કે, આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર Giedde નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે, જેના પર યુઝર્સ ફની કોમેન્ટ કરી રહ્યા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં13 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને વધુને વધુ પસંદ કરી રહ્યા છે. તેમજ ઘણા યુઝર્સે (Users) વીડિયો પર પોતાની પ્રતિક્રિયા પણ નોંધાવી છે. એક યુઝરે કહ્યું કે, જાનૈયાઓએ આન્ટી પાસેથી ડાન્સ ક્લાસ લેવા જોઈએ, જ્યારે બીજા યુઝરે લખ્યું, આ વીડિયો જોયા પછી હું હસવું રોકી શકતો નથી.

 

આ પણ વાંચો: આને કહેવાય કિસ્મત ! કચરા ભેગી નાખી દીધી પૈસા ભરેલી બેગ અને પછી પૈસા શોધવા શરૂ થઈ ખરી રમત

આ પણ વાંચો: TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: અમદાવાદમાં એક દુકાન બહાર બોર્ડ માર્યુ હતુ કે ઉધાર બંધ છે…..

Next Article