આને કહેવાય કિસ્મત ! કચરા ભેગી નાખી દીધી પૈસા ભરેલી બેગ અને પછી પૈસા શોધવા શરૂ થઈ ખરી રમત

જેવી વ્યક્તિને પોતાની ભૂલનો અહેસાસ થયો, તેણે તરત જ ત્યાંની પોલીસને આ વિશે જાણ કરી. જે બાદ તે પોલીસ સાથે મળીને તે જગ્યાએ પહોંચ્યો જ્યાં તેણે પૈસા ફેંક્યા હતા. પરંતુ ગાડી ત્યાંથી બધો કચરો લઈને નીકળી ગઈ હતી

આને કહેવાય કિસ્મત ! કચરા ભેગી નાખી દીધી પૈસા ભરેલી બેગ અને પછી પૈસા શોધવા શરૂ થઈ ખરી રમત
Lucky Businessman recovers 16 lakh which he had thrown in Garbage in Greece
TV9 GUJARATI

| Edited By: Bhavyata Gadkari

Nov 07, 2021 | 1:59 PM

કહેવાય છે કે માણસ ભૂલોનું પૂતળું છે. ભાગ્યે જ કોઈ એવું હશે જેણે ભૂલ ન કરી હોય. કારણ કે જો વ્યક્તિ ભૂલ ન કરે તો કદાચ તે ભગવાન બની જાય. ક્યારેક વ્યક્તિ પોતાની ભૂલમાંથી શીખે પણ છે. પરંતુ કેટલાક લોકો એવી ભૂલ કરે છે, જેના કારણે તેઓ જીવનભર પસ્તાઇ શકે છે. પરંતુ જો નસીબ તમારી સાથે હોય તો તમે સમયસર ભૂલોને સુધારી શકો છો. હાલમાં એવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જેને જાણ્યા પછી તમે પણ સમજી શકશો કે જીવનમાં નસીબનું કેટલું મહત્વ હોય છે.

તાજેતરનો મામલો ગ્રીસનો (Greece) છે. અહીં એક વેપારીએ ઘર સાફ કર્યું. પછી પ્લાસ્ટિકની થેલીમાં કચરો ભરીને ઓફિસ જતી વખતે રસ્તામાં જ ફેંકી દઈશ એવું વિચાર્યું. ઘરની બહાર નીકળતી વખતે તેણે તે જ કચરાની થેલીની સાથે 16 લાખ રૂપિયા પણ પોતાની પાસે રાખ્યા હતા, જે તેણે બેંકમાં જમા કરવાના હતા. તેણે રસ્તામાં કચરો ફેંકવા માટે થેલીઓ કાઢી અને તેની સાથે રાખેલી પૈસાની થેલી પણ ડસ્ટબીનમાં ફેંકી દીધી.

આ પછી તે ઓફિસ જવા નીકળી ગયો, પરંતુ પછી તેને યાદ આવ્યું કે તેની પાસે બે બેગમાં રોકડ રકમ હતી જે હવે કારમાં નથી. તરત જ માણસને સમજાયું કે તેણે શું કર્યું છે. જેવી વ્યક્તિને પોતાની ભૂલનો અહેસાસ થયો, તેણે તરત જ ત્યાંની પોલીસને આ વિશે જાણ કરી. જે બાદ તે પોલીસ સાથે મળીને તે જગ્યાએ પહોંચ્યો જ્યાં તેણે પૈસા ફેંક્યા હતા. પરંતુ ગાડી ત્યાંથી બધો કચરો લઈને નીકળી ગઈ હતી, પરંતુ કહેવાય છે કે જ્યારે માણસ નસીબદાર હોય ત્યારે તેની સાથે બધુ સારું થાય છે.

આખરે પોલીસ સાથેના શખ્સે વાહનનો પીછો કરી કચરાનું વાહન પકડી પાડ્યું હતું. જે બાદ તેઓએ રોડની બાજુમાં બધો કચરો ઠાલવ્યો અને પછી તેમની બેગ શોધવા લાગ્યા. માણસના નસીબે તેની તરફેણ કરી અને થોડીવાર શોધ્યા પછી તેને તેના પૈસાવાળી થેલી મળી.

આ પણ વાંચો –

AFG vs NZ: ભારત માટે આજે અફઘાનિસ્તાન જીતશે ! ન્યુઝીલેન્ડના ઇતિહાસની શોધખોળ કરતા હારની નબળી કડી મળી

આ પણ વાંચો –

તમારા e-SHRAM Card ની તસ્વીર પસંદ નથી? આ રીતે કરો પોર્ટલ ઉપર ફોટો અપડેટ, જાણો સંપૂર્ણ પ્રક્રિયા

આ પણ વાંચો –

Rajkot: કોરોનાની ત્રીજી લહેરને લઈને તંત્રની તૈયારીઓ, તૈયાર છે સ્થળાંતર કરી શકાય એવી જોરદાર હોસ્પિટલ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati