Viral : અજય દેવગણનો વીડિયો શેર કરતાં આનંદ મહિન્દ્રાએ કહ્યું ‘લાગે છે તમારે શહેર છોડવું પડશે’, જાણો શું છે મામલો

વીડિયોમાં અભિનેતા અજય દેવગણ સ્ક્રિપ્ટને વારંવાર બદલવાથી ચિંતિત જોવા મળે છે. તમને જણાવી દઈએ કે, આ વીડિયો મહિન્દ્રા બસ અને ટ્રક માટે શૂટ કરવામાં આવી રહેલી જાહેરાત દરમિયાનનો છે.

Viral : અજય દેવગણનો વીડિયો શેર કરતાં આનંદ મહિન્દ્રાએ કહ્યું 'લાગે છે તમારે શહેર છોડવું પડશે', જાણો શું છે મામલો
Ajay Devgan (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 14, 2022 | 6:32 PM

Viral: દેશના જાણીતા ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા (Anand Mahindra) સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. જ્યારે પણ તે ટ્વિટર પર કોઈ પોસ્ટ શેર કરે છે, તે તરત જ વાયરલ થઈ જાય છે. હાલમાં તેમના એક ટ્વિટની ખૂબ ચર્ચા થઈ રહી છે. આ વખતે તેણે એક વીડિયો શેર કર્યો છે, જેમાં એક્ટર અજય દેવગણ (Ajay Devgan) વારંવાર સ્ક્રિપ્ટ બદલવાને કારણે ખૂબ જ પરેશાન દેખાઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે આ વીડિયો મહિન્દ્રા બસ અને ટ્રક માટે શૂટ કરવામાં આવી રહેલી એડ દરમિયાનનો છે. ઉદ્યોગપતિ મહિન્દ્રાએ પણ ટ્વીટમાં લખ્યું છે કે લાગે છે કે હવે મારે શહેર છોડીને ભાગવું પડશે.

શૂટિંગ દરમિયાન અજય દેવગણ પરેશાન થઈ ગયા !

આનંદ મહિન્દ્રાએ આ 11 સેકન્ડની વીડિયો ક્લિપ પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી શેર કર્યો હતો. સાથે તેણે કેપ્શનમાં લખ્યું, ‘મને કહેવામાં આવ્યું છે કે મહિન્દ્રા ટ્રક અને બસની જાહેરાતના શૂટિંગ દરમિયાન અજય દેવગણ પરેશાન થઈ ગયા છે. તે અમારી કોઈપણ ટ્રક સાથે મારી પાછળ આવે તે પહેલાં, હું આ શહેર છોડી દઉં તે વધુ સારું છે. પ્રોડક્શન યુનિટ દ્વારા વારંવાર સ્ક્રિપ્ટ બદલવાથી તે નારાજ છે.’

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

જુઓ વીડિયો

તમે વારંવાર સ્ક્રિપ્ટ કેમ બદલી રહ્યા છો ?

વીડિયોમાં તમે જોઈ શકો છો કે અજય દેવગન યુનિટને કહી રહ્યો છે કે, તમે વારંવાર સ્ક્રિપ્ટ કેમ બદલી રહ્યા છો ? આના પર તેમને જવાબ આપવામાં આવે છે કે વારંવાર નહીં, માત્ર ચાર વખત. આ પછી અજય દેવગન ગુસ્સે થઈ જાય છે. તમને જણાવી દઈએ કે મહિન્દ્રા ગ્રુપ અને અજય દેવગન વચ્ચે બધુ બરાબર છે, આ માત્ર એક પ્રમોશનલ એક્ટિવિટી છે.

આ પણ વાંચો : OMG: આ છે દુનિયાનું સૌથી અમીર બાળક, નવ વર્ષની ઉંમરમાં પ્રાઈવેટ પ્લેનનો માલિક છે આ ટેણિયો

g clip-path="url(#clip0_868_265)">