AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amazing Dance Video : ચાચાએ Break Dance કરીને ઈન્ટરનેટનો પારો વધાર્યો, લોકોએ કહ્યું-પેગમાં ભાંગ કોણે મેળવી ?

Amazing Dance Video : નેપાળી કાકાનો ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આમાં વ્યક્તિએ એવી અદભૂત હરકતો બતાવી છે. તે જોઈને લોકો તેના ફેન બની ગયા છે.

Amazing Dance Video : ચાચાએ Break Dance કરીને ઈન્ટરનેટનો પારો વધાર્યો, લોકોએ કહ્યું-પેગમાં ભાંગ કોણે મેળવી ?
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 10, 2023 | 11:09 AM
Share

Nepali Uncle Dance Video : આ દિવસોમાં એક નેપાળી કાકાનો બ્રેક ડાન્સ વીડિયો સોશિયલ મીડિયાની ‘દુનિયા’માં ખૂબ જ ધૂમ મચાવી રહ્યો છે. વીડિયોમાં ચાચાએ એવી અદભૂત હરકતો બતાવી છે કે તમે જોતા જ રહી જશો. બસ એમ કહો કે કાકાએ પોતાના ડાન્સથી આખી પાર્ટીની મહેફિલ લુંટી લીધી છે. નેટીઝન્સ આ ડાન્સ વીડિયોને વારંવાર જોવાનું પસંદ કરે છે. વીડિયો જોઈને કેટલાક લોકો કહી રહ્યા છે કે આને કહેવાય ખુલ્લેઆમ જીવન જીવવું. તે જ સમયે એક ફની કોમેન્ટ્સ કરતી વખતે કેટલાક યુઝર્સે પૂછ્યું- ‘કાકાના પેગમાં ગાંજો કોણે ભેળવ્યો?’

આ પણ વાંચો : Akshay Nora Dance Video : અક્ષય કુમારે નોરા સાથે સ્ટેજ પર લગાવી આગ, Oo Antava નું બતાવ્યું નવું વર્ઝન

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેટલાક લોકો પાર્ટી ફંક્શનમાં ડાન્સ કરી રહ્યા છે. આ દરમિયાન એક નેપાળી કાકા પરંપરાગત પોશાકમાં પ્રવેશે છે. આ પછી કાકા એવો અદ્ભુત બ્રેક ડાન્સ કરે છે કે ન પૂછો વાત. ચાચાના દરેક મુવ્સ જોવા જેવા છે. આ જ કારણ છે કે થોડા સમય પછી તેની આસપાસ નાચનારાઓ પણ થોડાક વાર માટે જોવા રોકાઈ જાય છે. આ વીડિયો તમારો દિવસ સારો બનાવી દેશે.

અહીં જુઓ નેપાળી ચાચાનો જોરદાર બ્રેક ડાન્સ વીડિયો

નેપાળી કાકાનો ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Instagram પર everythingaboutnepal નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. યુઝરે કેપ્શન આપ્યું છે, Uncle got moves! માત્ર થોડીક સેકન્ડની આ ક્લિપ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે. અત્યાર સુધીમાં લગભગ સાડા ત્રણ લાખ લોકોએ તેને લાઈક કર્યો છે, જ્યારે ઘણા લોકોએ વીડિયો પર કોમેન્ટ કરીને પોતાનો પ્રેમ વરસાવ્યો છે.

એક યુઝરે કોમેન્ટ કરી આ નેપાળી બ્રેક ડાન્સર છે. જ્યારે, અન્ય યુઝરે ચાચામાં વીરેન્દ્ર સેહવાગની ઝલક જોઈ. લખ્યું છે- ખબર ન હતી કે સેહવાગ પણ આટલો સારો ડાન્સ કરે છે. અન્ય યુઝર કહે છે કે, ચાચાનો ડાન્સ મારી કિડનીને સ્પર્શી ગયો. અન્ય એક યુઝરે લખ્યું છે કે, આને કહેવાય ખુલ્લેઆમ જીવનનો આનંદ માણવો. એકંદરે લોકો આ વીડિયોને એટલો પસંદ કરી રહ્યા છે કે તેઓ તેને વારંવાર જોવાનું પસંદ કરે છે.

g clip-path="url(#clip0_868_265)">