50 લાખ ખર્ચીને આ વ્યક્તિ બન્યો રાક્ષસ, તેનો ભયાનક ચેહરો જોઈ ચોંકી ગયા લોકો!

Viral News: તમને જાણીને નવાઈ લાગશે કે એક વ્યક્તિએ પોતાનો ચહેરો રાક્ષસ જેવો કરી દીધો છે અને તેના માટે તેણે 50 લાખ ખર્ચ્યા છે.

50 લાખ ખર્ચીને આ વ્યક્તિ બન્યો રાક્ષસ, તેનો ભયાનક ચેહરો જોઈ ચોંકી ગયા લોકો!
Viral NewsImage Credit source: file photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 24, 2022 | 11:26 PM

Man Made His Face As Devil Face: દુનિયામાં કરોડો લોકો રહે છે. આ દરેકના પોત પોતાના શોખ હોય છે. કેટલાક લોકોના શોખ મળતા આવે છે. જેમકે બુક વાંચવી, ફરવુ , લખવુ, કોઈ રમતમાં ટેલેન્ટ હોવુ વગેરે વગેરે. કેટલાક લોકોના શોખ એટલા વિચિત્ર હોય છે કે તે સાંભળીને એકવાર થાય કે આવા પણ શોખ હોય શકે? ઘણા લોકો ફકત સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે કેટલાક પ્રકારના અખતરા કરતા હોય છે. તમે સોશિયલ મીડિયા પર આવા ઘણા વીડિયો જોયા જ હશે. રાક્ષસ, ભૂત-પિશાચ જેવા શબ્દોથી આપણે બાળપણમાં ડરતા હતા પણ હાલમાં એક વ્યકિતએ પોતાના શરીર પર એવુ કંઈક કર્યુ છે કે તે રાક્ષસ (Devil) જેવો બની ગયો છે. તેણે પોતાનો લુક એવો કરી દીધો છે કે ભલભલા તેને જોઈને ડરી જાય છે.

તમને જાણીને નવાઈ લાગશે કે આ વ્યક્તિ 14 વર્ષથી રાક્ષસ બનીને બેઠો છે. આ વ્યક્તિ બ્રાઝિલનો છે. તે પોતાને ભવિષ્યમાં વધારે ભયાનક બનાવવાની તૈયારી કરી રહ્યો છે. તમે પોતાની જાતને આ રીતે જોઈ શકો? તેને જોઈને લોકોને એક પ્રશ્ન થઈ રહ્યો છે કે, તેને આવો કેવો શોખ?

જીવતા રાક્ષસ જેવો માણસ

બ્રાઝિલના વ્યક્તિનું નામ રેનિએ ડિનીજ ડા સિલ્વા છે. તેની ઉંમર 38 વર્ષ છે. તે એક બાળકનો પિતા પણ છે. તેણે પોતાના 70 ટકા શરીર પર ટેટૂ બનાવ્યા છે. તેણે પોતાની જીભને સાપની જેમ 2 ભાગમાં કાપી દીધી છે. તેણે પ્રાણીઓની જેમ પોતાના માથા પર શિંગડા પણ લગાવ્યા છે. જેથી તે વધારે ભયાનક લાગે. તેણે આ લુક માટે 50 લાખ ખર્ચી નાખ્યા છે. આ મોડિફિકેશનમાં ટેટૂની સાથે સાથે ઈમ્પ્લાન્ટેશન પણ કરાવ્યુ છે.

આ પણ વાંચો

તેના શિંગડા નકલી છે પણ તેને શિંગડા વચ્ચે બે ભાગ કર્યા છે. જેથી તેમાંથી ચામડી આવી શકે અને તે જીવનભર તેના માથા પર રહે. તેના કાનને પણ તેણે અજીબ રીતે કાપી દીધો છે. લોકો તેના આ લુકથી ડરી જાય છે અને તેના માટે તેને ટ્રોલ પણ કરી રહ્યા છે. પણ આ વ્યક્તિ તેના આ લુકમાં ખુશ છે અને તેને લોકોની વાતોથી કોઈ ફરક નથી પડતો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">