90 વર્ષ પછી ફરી કેમેરામાં કેદ થયો લોચ નેસ મોન્સ્ટર, વર્ષોથી શોધમાં વ્યસ્ત હતા વૈજ્ઞાનિકો !
90 વર્ષ બાદ ફરી એકવાર આ ભયાનક 'રાક્ષસ' ડ્રોન ફૂટેજમાં જોવા મળવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. લેડબાઇબલના અહેવાલ મુજબ, રિચર્ડ માવર નામના વ્યક્તિનું માનવું છે કે જ્યારે તેણે સપ્ટેમ્બરમાં લોચ નેસ લેક પર તેનું ડ્રોન ઉડાવ્યું ત્યારે તેણે 'મોન્સ્ટર'ને પાણીમાં સ્વિમિંગ કરતો જોયો.

વિદેશમાં છેલ્લા ઘણાં સમયથી યુએફઓ, એલિયન્સ કે પછી કોઈ રહસ્યમય જીવને જોયાને લઈને ક્લેમ કરતા રહે છે. આ ક્લેમને હજુ સુધી કોઈ નક્કર સપોર્ટ તો નથી મળ્યો પણ કોઈએ તેને ખોટા હોવાને લઈને પણ દાવો નથી કર્યો. આ વચ્ચે હવે સમાચાર આવી રહ્યા છે સ્કોટલેન્ડથી કે જ્યાંના એક લેકમાં ભયંકર જીવ 9 દાયકા બાદ જાવામાં આવ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
સ્કોટલેન્ડના લોચ નેસ લેકમાં રહેતા આ જીવને લોકો ‘લોચ નેસ મોન્સ્ટર’ કહે છે. આ રહસ્યમય જીવને જોયાને દાવો અનેક લોકો આગળ પણ કરી ચુક્યા છે. મળતી માહિતિ પ્રમાણે 90 વર્ષ પછી ફરીથી આ મોન્સ્ટરને જોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. સ્થાનિક લોકો મુજબ ડ્રોનમાં આ તસવીર કેદ થઈ છે. ‘લોચ નેસ મોન્સ્ટર’ને પહેલીવાર વર્ષ 1933માં કેમેરામાં કેદ કરવામાં આવ્યો હતો.
રહસ્યમય આકૃતિ પાણીમાં તરતી જોઈ
સ્થાનિકો મુજબ આ ભયાનક ‘રાક્ષસ’ ડ્રોન ફૂટેજમાં જોવા મળવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. લેડબાઇબલના અહેવાલ મુજબ, રિચર્ડ માવર નામના વ્યક્તિનું માનવું છે કે જ્યારે તેણે સપ્ટેમ્બરમાં લોચ નેસ લેક પર તેનું ડ્રોન ઉડી રહ્યું હતુ ત્યારે તેણે ‘મોન્સ્ટર’ને પાણીમાં સ્વિમિંગ કરતો જોયો. રિચર્ડે તેની યુટ્યુબ ચેનલ પર એક ક્લિપ અપલોડ કરી છે, જેમાં એક રહસ્યમય આકૃતિ પાણીમાં તરતી જોઈ શકાય છે.
ફૂટેજને વારંવાર રિવાઈન્ડ કરવું પડ્યું
ડેઈલી રેકોર્ડ સાથે વાત કરતા 54 વર્ષીય રિચર્ડે કહ્યું, મારા ડ્રોનમાં આ તસવીર કેદ થયા બાદ મને વિશ્વાસ નોહતો આવ્યો. એક વાર વિડિયો જોયા બાદ વિશ્વાસ નોહતો આવી રહ્યો તો વારંવાર તેને જોઈને નક્કી કરવું પડ્યું કે આ છે શું ? જો કે તેનો આકાર ચોક્કસપણે છેલ્લી વખત જોવામાં આવેલા ‘લોચ નેસ મોન્સ્ટર’ના આકાર જેવો છે.
આ ફોટો પહેલીવાર 90 વર્ષ પહેલા લેવામાં આવ્યો હતો
અહેવાલો અનુસાર, હ્યુજ ગ્રે નામના વ્યક્તિએ 12 નવેમ્બર 1933ના રોજ ‘લોચ નેસ મોન્સ્ટર’નો પહેલો ફોટોગ્રાફ લીધો હતો. જે સમયે ફોટો લેવામાં આવ્યો ત્યારે તળાવમાં ઝાંખી આકૃતિ તરતી જોવા મળી હતી, જે બાદથી તેની ચર્ચા સતત ચાલતી રહી છે અને હવે આ જીવે લોકોમાં કુતૂહુલ જગાડી દીધુ છે. ઓગસ્ટ મહિનામાં તેને શોધવા માટે એક મોટું અભિયાન ચલાવવામાં આવ્યું હતું, જેમાં લગભગ 100 લોકો દિવસ-રાત તળાવ પર નજર રાખી રહ્યા હતા કે શું આ પ્રખ્યાત ‘વોટર મોન્સ્ટર’ છે. ‘ જો કે તેમનો કોઈ પણ પ્રકારની સફળતા મળી નથી.
