આ રીતે પણ આવી શકે મોત! ખતરનાક અકસ્માતનો વીડિયો થયો વાયરલ, જુઓ ચોંકાવનારો વીડિયો

|

Oct 04, 2022 | 7:06 PM

સોશિયલ મીડિયા (Social Media) પર આને લગતા વિવિધ પ્રકારના વીડિયો અવારનવાર વાયરલ (Accident Viral Video) થતા રહે છે, જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. આજકાલ આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોયા પછી તમે પણ વિચારમાં પડી જશો કે ખરેખર આ રીતે પણ અકસ્માત થઈ શકે?

આ રીતે પણ આવી શકે મોત! ખતરનાક અકસ્માતનો વીડિયો થયો વાયરલ, જુઓ ચોંકાવનારો વીડિયો
Shocking Viral Video
Image Credit source: Twitter

Follow us on

ઘણીવાર લોકો છોકરીઓના ડ્રાઈવિંગ પર પ્રશ્નાર્થ ચિન્હ લગાવતા રહ્યા છે. એવા ઘણા લોકો છે જેઓ માને છે કે છોકરીઓને બાઈક કે કાર બરાબર ચલાવતા નથી આવડતી, તેઓ જ્યાં જરૂર હોય ત્યાં બ્રેક મારતા નથી અને આવી રીતે અકસ્માત થાય છે. સોશિયલ મીડિયા (Social Media) પર આને લગતા વિવિધ પ્રકારના વીડિયો અવારનવાર વાયરલ (Accident Viral Video) થતા રહે છે, જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. આજકાલ આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોયા પછી તમે પણ વિચારમાં પડી જશો કે ખરેખર આ રીતે પણ અકસ્માત થઈ શકે?

ખરેખર, આ વીડિયોમાં બે છોકરીઓ અલગ-અલગ સ્કૂટી પર સવાર થઈને રસ્તામાં એકબીજા સાથે અથડાઈ રહી છે. એ પછી એમની સાથે જે અકસ્માત થાય છે એ દરેકને ચોંકાવી દેનારો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક છોકરી તેની સ્કૂટી પર જઈ રહી છે, જ્યારે બીજી છોકરી તેની સ્કૂટી સાથે સામેના સાંકડા રસ્તા પરથી રસ્તો ક્રોસ કરવાનો પ્રયાસ કરે છે તો પછી શું, બંને યુવતીઓ પોતાની સ્કૂટીમાં બ્રેક લગાવતી નથી અને એકબીજા સાથે અથડાઈને રોડની વચ્ચે પડી જાય છે. ત્યારે સામેથી એક ટ્રક આવે છે, જે રેતીથી ભરેલી હતી. હવે ટ્રકવાળો તે છોકરીઓને બચાવવા માટે ગાડીને ફેરવવાનો પ્રયાસ કરે છે, પરંતુ ટ્રક સ્લિપ થઈ જાય છે અને તેમાં ભરેલી બધી રેતી તે છોકરીઓ પર પડે છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

આ અકસ્માતમાં એક યુવતી રેતીની અંદર દટાઈ ગઈ, જ્યારે બીજી યુવતીનું અડધું શરીર રેતીમાં દટાઈ ગયું. રૂવાડા ઉભા કરતો આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @YoufeckingIdiot નામના આઈડીથી શેર કરવામાં આવ્યો છે.

12 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 85 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે સેંકડો લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે અને વિવિધ પ્રતિક્રિયાઓ પણ આપી છે. કોઈએ લખ્યું છે કે છોકરીએ બ્રેક લગાવવી જોઈતી હતી, જ્યારે અન્ય એક યુઝરે લખ્યું છે કે, ‘કોઈ મોટો વળાંક ન હતો, છોકરી કેમ ન રોકાઈ’.

Next Article