5 લાખની બાઈકમાં દૂધ વેચવા નીકળ્યો યુવક, વીડિયો જોઈ લોકો બોલી ઉઠ્યા- મોજ કરા દી ભાઈ
Instagram Viral Video: હાર્લી ડેવિડસન લઈ દૂધ વેચવા જનારા યુવકનો આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. જેને અત્યાર સુધીમાં 3 મિલિયન એટલે કે 30 લાખથી વધુ વાર જોવાઈ ચુક્યો છે. જ્યારે 1 લાખ 97 હજારથી વધુ લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે.

સવાર-સવારમાં ભારતના રસ્તાઓ પર બે પ્રકારના લોકો જોવા મળે છે. એક ઘરે-ઘરે અખબાર પહોંચાડનારા અને બીજા ઘરે ઘરે જઈ દૂધ પહોંચાડનારા. સામાન્ય રીતે લોકો સાયકલ અને મોપેડથી ઘરેઘરે દૂધ પહોંચાડતા નજર આવે છે. પરંતુ સોશિયલ મીડિયા પર આજકલ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈ સહુ કોઈ હેરાન છે. કારણ કે આ વીડિયોમાં એક શખ્સ સાયકલ કે મોપેડ લઈને નહીં પરંતુ હાર્લી ડેવિડસન બાઈકથી દૂધ વેચતો નજરે પડે છે. તમને જાણીને નવાઈ લાગશે કે હાર્લી ડેવિડસન બાઈકનું આ સ્ટ્રીટ 750 મોડલ છે. જેની કિંમત 5 લાખ રૂપિયાથી પણ વધુ છે અને માઈલેજ માત્ર 24 કિલોમીટર પ્રતિ લીટર છે.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે બાઈકની બંને તરફ દૂધના બે મોટા-મોટા ડબ્બા લટકેલા છે અને તેમા પણ એક ડબ્બામાં હેલ્મેટ પણ લટકેલુ છે. એક શખ્સ ઘરથી આ મોંઘી બાઈક લઈ દૂધની સપ્લાઈ કરવા નીકળી પડે છે. માર્ગ પર ફર્રાટાભેર દોડતી આ બાઈકની નંબર પ્લેટ પર ગુર્જર લખેલુ છે. દૂધની સપ્લાઈ કરનારા આ શખ્સની ઓળખ હજુ સુધી તો નથી થઈ શકી કે તે કોણ છે અને ક્યાનો રહેવાસી છે. સાથે જ વીડિયો જોયા બાદ લોકો એ જાણવા માટે પણ ઉત્સુક છે કે આખરે આ મોંઘી બાઈકનો ઉપયોગ દૂધન વેચવા માટે શા માટે કરવામાં આવી રહ્યો છે.
વીડિયોમાં જુઓ હાર્લી ડેવિડસનવાળા ‘દૂધવાળા ભાઈ’ને
View this post on Instagram
હાર્લી ડેવિડસન પર બેસીને દૂધ વેચનારા આ યુવકના વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર amit_bhadana_3000 નામના આઈડી પરથી શેર કરવામાં આવ્યો છે. જેને અત્યાર સુધીમાં 3 મિલિયન એટલે કે 30 લાખથી વધુવાર જોવાઈ ચુક્યો છે. જ્યારે 1 લાખ 98 હજારથી અધિક લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે.
લોકો વીડિયોને જોઈ અનેક પ્રકારની રમૂજી કમેન્ટ્સ પણ કરી રહ્યા છે. કોઈ કહી રહ્યુ છે કરે ભાઈએ તો ‘મોજ કરાવી દીધી’, તો કોઈ કહી રહ્યુ છે કે ‘આ બરાબર છે, શોખની સાથે વ્યવસાય પણ જરૂરી છે’, આ જ પ્રકારે અન્ય એક યુઝરે લખ્યુ છે કે ‘જ્યારે રોલ્સરોયસને ભારતવાળાઓએ કચરાપેટી બનાવી દીધી હતી તો તેની સામે તો આ કંઈ જ નથી’, તો એક યુઝરે લખ્યુ છે કે ‘ભાઈ દૂધનો બધો નફો તો પેટ્રોલમાં જ ઉડી જતો હશે.’