Breaking News : વેનેઝુએલા પર હુમલા બાદ ડોનાલ્ડ ટ્રમ્પનો સૌથી મોટો દાવો, રાષ્ટ્રપતિ માદુરો અને તેમની પત્નીની કરાઈ ધરપકડ
ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે USએ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ માદુરો અને તેમની પત્નીને અટકાયતમાં લીધા છે. હવાઈ હુમલા બાદ ગુપ્ત કાર્યવાહીમાં આ ધરપકડ થઈ.

અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે એક ચોંકાવનારો અને વિવાદાસ્પદ દાવો કર્યો છે. ટ્રમ્પના જણાવ્યા મુજબ, યુનાઇટેડ સ્ટેટ્સે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમની પત્ની સિલિયા ફ્લોરેસને અટકાયતમાં લીધા છે. આ દાવો વૈશ્વિક રાજકારણમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
ટ્રમ્પના નિવેદન અનુસાર, આ કાર્યવાહી વેનેઝુએલાની રાજધાની કારાકાસમાં થયેલા શંકાસ્પદ હવાઈ હુમલા બાદ કરવામાં આવી છે. છેલ્લા કેટલાક કલાકોમાં કારાકાસમાં મોટા વિસ્ફોટોના અવાજો સંભળાયા હતા અને સરકારી ઇમારતોની આસપાસ કાળો ધુમાડો જોવા મળ્યો હતો, જેના કારણે સમગ્ર શહેરમાં અફરાતફરીનું વાતાવરણ સર્જાયું હતું.
અમેરિકન પ્રેસિડેન્ટ જણાવ્યું કે ખાસ સુરક્ષા દળોની એક ગુપ્ત કાર્યવાહીમાં માદુરો અને તેમની પત્નીને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. જોકે, આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવી નથી. ખાસ કરીને એ બાબતે સ્પષ્ટતા નથી કે માદુરોને વેનેઝુએલામાં જ રાખવામાં આવ્યા છે કે પછી તેમને અમેરિકા લઈ જવામાં આવી રહ્યા છે.
લેટિન અમેરિકાના ઇતિહાસમાં આ ઘટનાને સૌથી મોટી લશ્કરી અને રાજકીય ઉથલપાથલ તરીકે જોવામાં આવી રહી છે. વેનેઝુએલામાં લાંબા સમયથી ચાલતું આર્થિક સંકટ, રાજકીય અસ્થિરતા અને આંતરિક અસંતોષ વચ્ચે આ ઘટનાક્રમ વધુ તણાવ વધારતો દેખાઈ રહ્યો છે.
આ સમાચાર સામે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિક્રિયાઓ આવવાની શક્યતા છે. રશિયા અને ચીન જેવા દેશો, જે વેનેઝુએલાના માદુરો સરકારના નજીકના સાથી રહ્યા છે, તેઓ તરફથી તીવ્ર પ્રતિભાવ આવવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. વૈશ્વિક રાજકારણમાં આ ઘટનાને એક મોટા ભૂરાજકીય ભૂકંપ તરીકે જોવામાં આવી રહી છે.
અમેરિકાનો વેનેઝુએલા પર હવાઈ હુમલો, Airspace માં ફ્લાઇટ્સ પર પ્રતિબંધ, NOTAM જાહેર
