AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video : બિલ્ડિંગની વચ્ચેથી પસાર થાય છે ટ્રેન, ફ્લેટના વધી ગયા ભાવ, લોકો ઘરમાંથી જ પકડે છે ટ્રેન!

રહેણાંક મકાનની વચ્ચેથી પસાર થતી ટ્રેનને જોઈને તમે ચોકી જશો. તમને લાગશે કે આ ગ્રાફિક્સથી બનાવ્યું હોઈ શકે છે, પરંતુ તે સો ટકા સાચું છે. આ ટ્રેન બે મકાનમાંથી પસાર થાય છે અને તે મકાનના રહેવાસી ટ્રેનમાં પોતાના ઘરમાંથી જ ચડી જાય છે.

Viral Video : બિલ્ડિંગની વચ્ચેથી પસાર થાય છે ટ્રેન, ફ્લેટના વધી ગયા ભાવ, લોકો ઘરમાંથી જ પકડે છે ટ્રેન!
Image Credit source: Google
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 16, 2023 | 9:48 AM
Share

વિજ્ઞાન અને માણસે એટલી બધી પ્રગતિ કરી છે કે એન્જિનિયરિંગ દ્વારા એવી ટેકનોલોજી તૈયાર કરી છે કે જેને જોઈને આંખો પર વિશ્વાસ નથી થઈ શકતો. તમે આજ સુધી ક્યારેય ઘરની અંદરથી ચાલતી ટ્રેન નહિં જોઈ હોય. રેલ્વે ટ્રેક પણ રહેણાંક વિસ્તારોથી થોડા અંતરે બનાવવામાં આવે છે, પરંતુ એક ટ્રેન પણ બનાવવામાં આવી છે જે 19 માળની રહેણાંક ઇમારતની વચ્ચેથી દરરોજ પસાર થાય છે.

આ પણ વાચો: Adani-Hindenburg case : 30 હજાર કરોડની કમાણીકરનાર એક ડઝન શોર્ટ સેલર્સ પર સેબીની નજર 

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં રેસિડેન્શિયલ બિલ્ડિંગની અંદરથી ટ્રેન પસાર થઈ રહી છે. આ વીડિયો નકલી નથી પણ સાચો છે. ચીનમાં દોડતી એક ટ્રેન રહેણાંક મકાનની અંદરથી પસાર થાય છે. આ આજે નથી બન્યું, પરંતુ વર્ષોથી આ રીતે ટ્રેનની અવરજવર ચાલુ છે અને તેના કારણે લોકોને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી.

છઠ્ઠા અને આઠમા માળેથી પસાર થાય છે ટ્રેન

જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે પૂર્વી ચીનના પર્વતીય શહેર ચુનકિંગનો છે, જેની વસ્તી કરોડોની છે. આ શહેરમાં જગ્યાની અછત હોવાના કારણે વધારે ઊંચી ઈમારતો છે. જ્યાં રેલ્વે ટ્રેક બનવાનું શરૂ થયું ત્યારે રસ્તામાં 19 માળની ઇમારત આવી, જ્યાં ઘણા લોકો રહે છે. કદાચ જો આપણી પાસે આ સમસ્યા હોત તો બિલ્ડીંગ જાતે જ દૂર થઈ ગઈ હોત, પરંતુ ચીનના એન્જિનિયરોએ અજાયબી કરી બતાવી છે. તેઓએ બિલ્ડિંગના છઠ્ઠા અને આઠમા માળેથી એક ટ્રેક બનાવ્યો હતો. ટ્રેન અને ટ્રેકની આ ગુણવત્તા સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત થઈ ગઈ છે.

લોકો માટે પણ સુવીધાજનક

આ અનોખી ટ્રેનનો વીડિયો @TansuYegen દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. ફ્લોરને એવી રીતે કાપવામાં આવ્યો છે જેથી ટ્રેન પસાર થવાને કારણે કોઈને કોઈ સમસ્યાનો સામનો કરવો ન પડે, જ્યારે આ બિલ્ડિંગના લોકોનું પોતાનું સ્ટેશન પણ છે, જ્યાંથી તેઓ સીધા જ ટ્રેનમાં બેસી જાય છે. સાયલન્સિંગ ટેક્નોલોજીના ઉપયોગથી તેનો અવાજ ઓછો કરવામાં આવ્યો છે. તે કોઈપણ વૉશિંગ અથવા ડિશ વૉશિંગ મશીન જેટલો અવાજ કરે છે.

આવી રીતે ઇન્ટિરીયર ડિઝાઇનના ક્ષેત્રમાં દીપા દેવરાજને બનાવી પોતાની ઓળખ
આવી રીતે ઇન્ટિરીયર ડિઝાઇનના ક્ષેત્રમાં દીપા દેવરાજને બનાવી પોતાની ઓળખ
રિમઝીમ સૈકિયા: મહિલા સશક્તિકરણ અને રાષ્ટ્રીય ઓળખના પ્રણેતા
રિમઝીમ સૈકિયા: મહિલા સશક્તિકરણ અને રાષ્ટ્રીય ઓળખના પ્રણેતા
ઘર ખર્ચમાંથી મહિલાઓ માટે ફિટનેસ સેન્ટર બનાવનાર કોણ છે પ્રતિભા શર્મા?
ઘર ખર્ચમાંથી મહિલાઓ માટે ફિટનેસ સેન્ટર બનાવનાર કોણ છે પ્રતિભા શર્મા?
આજે તમે ચિંતિત રહેશો, કામના મોરચે અડચણો આવશે
આજે તમે ચિંતિત રહેશો, કામના મોરચે અડચણો આવશે
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
g clip-path="url(#clip0_868_265)">