આ વ્યક્તિએ ATM તોડીને એક-પણ પૈસાની ન કરી ચોરી ! ઈમાનદારી જોઈને તમે પણ દંગ રહી જશો,જુઓ VIDEO
આજકાલ એક શોકિંગ વીડિયો સામે આવ્યો છે,જેમાં એક વ્યક્તિ ATM તોડીને કંઈક એવુ કરે છે તે જોઈને તમે પણ ચોંકી જશો.
Viral Video : સોશિયલ મીડિયા પર અવારનવાર કોઈનો કોઈ વીડિયો વાયરલ (Viral) થતા જોવા મળે છે.જેમાં કેટલાક વીડિયો જોઈને યુઝર્સ પણ આશ્વર્ય ચકિત થઈ જતા હોય છે.અત્યાર સુધી તમે ATM તોડીને(ATM Machine) રોકડ ચોરી કરતા ચોર વિશે સાંભળ્યુ હશે,પરંતુ તાજેતરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.જેમાં એક વ્યક્તિ ATM તોડે છે પરંતુ એક પણ પૈસાની ચોરી કરતો નથી. આ ઈમાનદાર વ્યક્તિ (Honest Man) હાલ લોકોના ચર્ચાનો વિષય બન્યો છે.
સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોશો કે એક વ્યક્તિ ATM બૂથની અંદર છે. તે થોડો ગભરાયેલો જોવા મળી રહ્યો છે. આ વ્યક્તિ વારંવાર મશીનના સ્ક્રીનના ભાગને દૂર કરીને ATM તોડવાનો પ્રયાસ કરતો જોવા મળે છે. અંતે તે આ ATM તોડવામાં સફળ થાય છે. તમને જણાવી દઈએ કે, આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી.
જુઓ વીડિયો
શોકિંગ વીડિયો થયો વાયરલ
આ પછી તે આજુબાજુ જુએ છે અને મશીનની અંદર હાથ નાખે છે. પછી તે અંદરથી રોકડ નહીં પણ તેનુ ફસાયેલુ ડેબિટ કાર્ડ (Debit Card) બહાર કાઢતો જોવા મળી રહ્યો છે.તમને જણાવી દઈએ કે, આ વ્યક્તિએ ATM માં ફસાયેલુ ડેબિટ કાર્ડ કાઢવા માટે આ રસ્તો અપનાવ્યો હતો. આ CCTV ફૂટેજ હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યા છે.
યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર રમુજી પ્રતિક્રિયા(Funny Comments) આપતા જોવા મળી રહ્યા છે.એક યુઝરે લખ્યુ કે,વાહ શું ઈમાનદારી…! જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે, પૈસાના ઢગલામાં હાથ નાખ્યો છતા એક પણ પૈસો લીધો નહિ. આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો : હાથીને છંછેડવો આ વ્યક્તિને ભારે પડ્યો ! ગુસ્સે થયેલા ગજરાજે કર્યો હુમલો, જુઓ દિલઘડક VIDEO
આ પણ વાંચો : Viral Video: શખ્સે બનાવી ગજબની ‘જુગાડ મશીન’, પળવારમાં ઉપાડી લે ગમે તેવી ભારે વસ્તુ !